Home Current કચ્છની તબીબી આલમમાં ખળભળાટ – વાયેબલ હોસ્પિટલને દર્દીઓ દાખલ કરવાની મનાઈ, જેલની...

કચ્છની તબીબી આલમમાં ખળભળાટ – વાયેબલ હોસ્પિટલને દર્દીઓ દાખલ કરવાની મનાઈ, જેલની સજા સહિતની લેખિત નોટિસ સાથે પુછાયો ખુલાસો

9071
SHARE
તબીબી સેવાના નામે તગડા રૂપિયા વસુલનાર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો દ્વારા દર્દીઓ અને લોકોના આરોગ્ય સાથે કરાતાં ચેડાંના મુદ્દે પ્રદુષણ બોર્ડ દ્વારા ભુજની વાયેબલ હોસ્પિટલને અપાયેલ નોટિસ સૌની આંખ ખોલી મૂકે તેવી છે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ડાયરેકટર કે.સી. મિસ્ત્રી દ્વારા તા/૧૫/૭/૧૯ના રોજે પાઠવાયેલી નોટિસમાં વાયેબલ હોસ્પિટલને બાયો મેડિકલ વેસ્ટ મુદ્દે દાખવેલી બેદરકારી અંગે ઠપકો આપતાં તબીબી સેવામાં રહેલી ખામી તરફ પણ આકરી ટકોર કરી છે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભુજની મોટી ગણાતી વાયેબલ હોસ્પિટલને અપાયેલી કડક નોટિસે કચ્છના તબીબી આલમમાં ચકચાર સર્જી છે તો, આરોગ્ય સેવામાં દાખવાતી બેદરકારી તરફ લોકોનું ધ્યાન પણ ખેંચ્યું છે.

દરરોજનો આકરો દંડ, જેલની સજા અને દર્દીઓ દાખલ કરવાની મનાઈ સહિતના કાયદાની કલમો તળે વાયેબલ હોસ્પિટલને કાયદાનું ભાન કરાવવાની કોશિષ

ભુજના હોસ્પિટલ રોડ ઉપર નગરપાલિકાની કચરા પેટીમાં ફેંકાયેલી લોહીની બેગને ગૌમાતા ખાઈ રહી છે એવા વાયરલ થયેલા વિડીઓએ અન્ય મેડિકલ વેસ્ટ તરફ પણ સોશ્યલ મીડિયામાં ધડબડાટી મચાવી દીધી, જાગૃત મીડીયા કર્મી દ્વારા કલેકટરનું ધ્યાન દોરાયું મોટી હોસ્પિટલની બેદરકારી જોઈને ચોકી ઉઠેલા કલેકટર રેમ્યા મોહને લોકોના આરોગ્ય ઉપર ઝળુંબંતુ જોખમ નિહાળીને એક કમિટી રચી તપાસ સોંપી, ગુજરાત પ્રદુષણ બોર્ડના ડાયરેકટર શ્રી મિસ્ત્રીએ આ કમિટીના તા/૨૭/૬/૧૯ ના ઇન્સપેક્ષન રિપોર્ટને આધારે કડક નોટિસ પાઠવી છે, તેમાં વાયેબલ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો કરેલો ઉલ્લેખ ચોંકાવી મૂકે તેવો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની બાયો મેડિકલ વેસ્ટ મેજમેન્ટ હેઠળની કલમો ટાંકીને અપાયેલી નોટિસમાં સ્પષ્ટતા કરાઈ છે કે, દરેક હોસ્પિટલે કલેકશન, રિસેપશન,સ્ટોરેજ, ટ્રીટમેન્ટ ટ્રાન્સપોર્ટેશન અને ડીસપોઝલના કામમાં તકેદારી રાખવાની હોય છે. પણ, *વાયેબલ હોસ્પિટલની તપાસ દરમ્યાન બ્લડ યુનિટ પાલિકાની કચરાપેટીમાં થી મળ્યા, * વાયેબલ હોસ્પિટલની અગાશી ઉપરથી એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો મળી આવ્યો, * IEV સેટ અને નિડલ અનકટ મળી આવ્યા, * હોસ્પિટલમાં કચરો ત્રણ અલગ અલગ કલરની ડોલમાં એકઠો કરવાનો હોય છે, પણ વાયેબલ હોસ્પિટલમાં એવું થતું નહોતું, * આમ તો, મેડિકલ સર્વિસના નામે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા તગડા રૂપિયા દર્દીઓ પાસેથી એડવાન્સમાં જ લેવાય છે, પણ વાયેબલ હોસ્પીટલનો સ્ટાફ ટ્રેનિંગ વગરનો હતો * દર્દીઓના મેડિકલ રિપોર્ટની ફાઈલ બનાવવાનો આગ્રહ રાખતી વાયેબલ હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપનો કોઈ રેકોર્ડ નહોતો, * બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટેની કોમન સર્વિસ હોવા છતાંયે વાયેબલ હોસ્પિટલ દ્વારા તેનો ઉપયોગ કરાતો નહોતો * હિપેટાઇટિસ બી અને ટીટનસની રસી અંગેના રેકોર્ડની અધૂરાશ સહિતનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.
પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વાયેબલ હોસ્પિટલને ૩૦ દિવસમાં જો યોગ્ય ખુલાસો નહીં કરાય તો કાયદા અંગેની સજાની જોગવાઈનો ઉલ્લેખ કરીને અપાયેલ ચીમકીએ ખળભળાટ સર્જ્યો છે જેમાં હેલ્થકેરના કાયદાનો ભંગ કરવા બદલ જેલની સજા થઈ શકે છે તેવું જણાવીને રોકડ એક લાખનો દંડ તેમજ બન્ને થઈ શકે તેવી ચીમકી દર્શાવાઇ છે જોકે, દરરોજનો ૫ હજાર દંડ થઈ શકે તેવું દર્શાવીને હોસ્પિટલની સેવાઓ બંધ કરવાનો અને નવા દર્દીઓ દાખલ કરવાની મનાઈ સહિતનો ઉલ્લેખ કરીને પ્રદુષણ બોર્ડે કાયદાનો ધોકો પછાડ્યો છે.