Home Crime કોટડા-ચકાર, મોટા બંદરાના બે શખ્સો ગાંજા સાથે ઝડપાતાં ચકચાર – દારૂ પછી...

કોટડા-ચકાર, મોટા બંદરાના બે શખ્સો ગાંજા સાથે ઝડપાતાં ચકચાર – દારૂ પછી હવે કચ્છમાં ગાંજાનું સેવન, વેંચાણ વધ્યું

1108
SHARE
બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીના આવ્યા પછી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃતિઓ વિરુદ્ધ કાયદાનો ગાળિયો સખ્ત બન્યો છે. પશ્ચિમ કચ્છના ડીએસપી સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસે બે શખ્સોને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા. એસઓજીના એએસઆઈ વાછિયાભાઈ ગઢવીને મળેલી પૂર્વ બાતમીને આધારે મૂળ મોટા બંદરાના અને હાલે કોટડા ચકારના દાતણીયાવાસમાં રહેતા જાકબ ઉર્ફે બબો દાઉદ કુંભાર તેમજ કોટડા ચકારનો રહેવાસી અને દાતણીયાવાસમાં રહેતો અન્ય શખ્સ આમદશા ભચલશા શેખ ૧ કિલો ૭૪૭ ગ્રામ (પોણા બે કિલો) ગાંજા સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે ૧૦ હજાર ૫૦૦ રૂ. ની કિંમતના ગાંજા ઉપરાંત ૧૩૦૦ રૂ. રોકડા , બે સાદા મોબાઈલ કિ. રૂ. ૬૦૦ જપ્ત કરીને નારકોટિક્સ ડ્રગ્સની ગુનાની કલમો તળે ગુનો દાખલ કર્યો છે.
આ પહેલા પણ મુન્દ્રા, માંડવી, ભુજ, ગાંધીધામ માંથી અવારનવાર ગાંજો ઝડપાઇ ચુક્યો છે. કચ્છમાં દારૂ પછી હવે ગાંજાનું વધતું જતું ચલણ ચિંતાજનક છે. નશાને રવાડે ચડતી નવી પેઢીને રોકવાનો પડકાર પોલીસ ઉપરાંત સમાજ સામે પણ છે.