અંજારમાં વેપારીની પુત્રીનુ અપહરણ કરી 10 કરોડની ખંડણી માંગવાના કેસમાં અંજાર પોલિસે બે મહિના બાદ ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ અંગે વેપારીની ફરીયાદ બાદ તેની પુત્રી ભુજ નજીકથી મળી આવી હતી અને પચ્છિમ-પુર્વ કચ્છ પોલિસે સાથે મળી અપહરણકારો પર દબાણ ઉભુ કરતા વેપારી પુત્રી સહીસલમત મળી આવી હતી. હવે આ ધટનામાં વેપારીની પુત્રીનુ અપહરણ કરનાર 4 શખ્સો બે કાર સાથે અંજાર પોલિસના હાથે લાગી ગયા છે. ઝડપાયેલ આરોપી પૈકી ઉપેન્દ્ર વિશ્ર્વક્રમાં અગાઉ ભોગ બનનાર વેપારીને ત્યા કામ કરતો હતો રવજી અને હિતેશને પૈસાની જરૂર હોતો અપહરણ ખંડણીનો પ્લાન બનાવાયો હતો. જો કે તે સફળ રહ્યો ન હતો તો 4 શખ્સોની પુછપરછ દરમ્યાન ઝડપાયેલા આરોપી પૈકી હિતેશ,હસમુખ અને ઉપેન્દ્ર ની ભુજ શહેર બી-ડીવીઝન પોલિસની હદ્દમા વેપારીની આંખમાં મરચુ નાંખી થયેલી લુંટમાં પણ સંડોવણી ખુલી છે ઉપેન્દ્ર હજુ આ કેસમા ફરાર છે
રેકી કરી અપહરણ ખંડણીનો પ્લાન બનાવ્યો
15 જાન્યુઆરીના બનેલા દિકરીના અપહરણ પહેલા આરોપીઓએ તેની રેકી કરી હતી અને વેપારીની પુત્રી ક્યારે ટ્યુશન જાય છે. ક્યા રસ્તે જાય છે. તેની વહોંચ ગોઠવી હતી. જો કે વેપારીને 10 કરોડની ખંડણી માટે ફોન આવ્યા બાદ પોલિસે ચારેબાજુ તપાસ તેજ કરતા અપહત વેપારી પુત્રીને છોડી આરોપીઓ નાશી ગયા હતા. જો કે તપાસ દરમ્યાન કેટલાક શંકાસ્પદ નામો સામે આવતા પોલિસે પુછપરછ શરૂ કરી હતી જેમાં હિતેશ ઉર્ફે રાજ કાતરીયા કે જે ફિલ્મ માર્કેટીંગ કામ સાથે સંકડાયેલો છે તે રવજી ઉર્ફે રવી ખીમજી સોરઠીયા, વિકાસ દયારામ કાતરીયા તથા હસમુખ બાબુ માળીની સંડોવણી બહાર આવતા તેની અંજાર પોલિસે ધરપકડ કરી છે અપહરણ માટે 4એ લોકોએ એક મહિના પહેલાથી રેકી કરી હોવાનુ પણ તપાસમા ખુલ્યુ છે જ્યારે ભુજમા થયેલી એક લુંટમા પણ ઝડપાયેલા પૈકી 3 ની સંડોવણી ખુલી છે
લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટુકડીઓ આ અપહરણના કેસમાં કામે લાગેલી હતી. જો કે અંજાર પોલિસે 2 મહિના જુના અપહરણ તથા 10 કરોડની ખંડણીના કેસમાં ગુન્હાનો ભેદ ઉકેલવા સાથે 4 શખ્સોની ધરપકડ કરી ભુજની લુંટનો ભેદ પણ ઉકેલ્યો છે. અને ઝડપાયેલા શખ્સોએ પૈસાની જરૂરીયાત માટે આવી અન્ય કોઇ ધટનાને અંજામ આપ્યો છે. કે નહી તેની પણ તપાસ શરૂ કરી છે. અંજાર પોલિસના પી.આઇ એમ.એન.રાણા સહિતનો સ્ટાફ કાર્યવાહીમા જોડાયો હતો