Home Crime ખુલ્લી તલવાર સાથે ભુજમાં ડર ઉભો કરનાર બે લુખ્ખાને CCTV ના આધારે...

ખુલ્લી તલવાર સાથે ભુજમાં ડર ઉભો કરનાર બે લુખ્ખાને CCTV ના આધારે પોલિસે દબોચ્યા

4523
SHARE
ખુલ્લી તલવાર સાથે બે દિવસ અગાઉ રવાણી ફળીયા જેવા રહેણાકી વિસ્તારમાં આંતક મચાવનાર બે લુખ્ખાઓની પોલિસે અંતે ધરપકડ કરી છે. તારીખ 23 ના મોડી રાત્રે એ ડીવીઝન પોલિસને આ અંગે જાણ કરાઇ હતી કે બે શખ્સો ખુલ્લી તલવાર સાથે રહેણાકી વિસ્તારમા ફરી લોકોમાં ડર ઉભો કરી રહ્યા છે. પોલિસની ટીમ રાત્રે ગઇ હતી પરંતુ તે નાશી ગયા હતા. જો કે ત્યાર બાદ પોલિસે બાજુમા આવેલા CCTV ની તપાસ કરી હતી. જેમા બન્ને શખ્સોની હરકત કેદ થઇ હતી આજે સોસીયલ મિડીયામા આ વિડીયો વાયરલ પણ થયો હતો પરંતુ પોલિસે 24 તારીખેજ બન્ને શખ્સોને દબોચી લીધા હતા. પોલિસે જ્યારે બન્નેની ઓળખ કરી ધરપકડ માટે ગઇ ત્યારે એક શખ્સ તો પીધેલી હાલતમાં હતો જેથી પોલિસે પ્રોહીબીશન એક્ટનો ગુન્હો પણ તેમની સામે નોધ્યો છે. ઝડપાયેલા શખ્સોમા એક શખ્સ સાજીદ ઉર્ફે ભુરો સાલેમામદ શેખ ઉં.29 દાદુપીર રોડ નજીક રહે છે. જ્યારે જાબીર અબ્દુલ મોખા ઉ.21 ભીડનાકા બહાર આઝાદ નગરમા રહે છે. લોકોમાં ડર ઉભો થાય તે રીતે બન્ને શખ્સો ખુલ્લી તલવાર સાથે લોકોમાં ડર ઉભો કરતા CCTV માં સ્પષ્ટ દેખાય છે. ભુજ શહેર અને તેમા પણ પોષ વિસ્તારમાં બનેલા આ બનાવની ગંભીરતા લઇ પોલિસે કાર્યવાહી કરી હતી. તલવાર વડે ડર ઉભો કરવા સાથે અપશબ્દોનો મારો પણ મોડી રાત્રે બન્ને શખ્સોએ ચલાવ્યો હતો. જો કે CCTV ના આધારે પોલિસે ઓળખ કરી વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી એ ડીવીઝન પોલિસે બન્નેની ધરપકડ કરી છે.