રોણા શેરમાંથી ફેમસ બનેલા કચ્છી લોકગાયક ગીતાબેન રબારી લોકડાઉનના સમયનો સદ ઉપયોગ કરી વિવિધ થીમ પર શોંગ તૈયાર કરી રહ્યા છે. પાછલા મહિનાઓમા તેઓએ 4 થી વધુ શોંગ વિવિધ થીમ આધારીત રીલીઝ કર્યા છે. ત્યારે સરહદ પર તૈનાત જવાનના બહેન સાથેના પ્રેમને વર્ણન કરતુ કચ્છી કોયલના કંઠે ગવાયેલુ સોંગ વીરા ઓ મારા યુ-ટ્યુબ પર રીલીઝ કરાયુ છે. જેમાં બાળપણથી જવાની સુધીના ભાઇ-બહેનના પ્રેમને વર્ણવાયો છે. વીરા ઓ મારા બેનીને તારી આવીને મળજે જરૂર ગીતને આજે રીલીઝ કરાયુ હતુ અને જેને અત્યાર સુધી અનેક લોકો નિહાળી ચુક્યા છે.