એક તરફ ભુજની અદાણી સંચાલીત હોસ્પિટલોમાં સુવિદ્યા ન મળતી હોવાની ફરીયાદો છે ત્યા બીજી તરફ હોસ્પિટલમાં પ્રેરણાબળ અને દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં કારગત નિવળી નવજીવન આપી રહી છે.આવોજ એક પ્રેરક કિસ્સો ભુજ તાલુકાના કાલી તલાવળી ગામના લશ્ર્મીબેનની કાલી તલાવડીના લક્ષ્મીબેન આહીર કહે છે કે, ૭૦ વર્ષની ઉંમરમાં કોઈ દિવસ બીમારીના લીધે ખાટલે સુવાનો વખત નથી આવ્યો પણ કોરોનાએ દસ દિવસ માટે પથારીવશ કરી દીધા હતા.ઉંમરના લીધે મેં આંખે મોતિયાનો ઓપરેશન કરાવ્યો છે અને છેલ્લા 3 વર્ષથી ડાયાબિટીસ છે. પણ જીવલેણ બીમારી કોરોનાથી સંક્રમિત થઈ ત્યારે અફસોસ સાથે મનમાં સવાલ થતો કે, શું મારું મૃત્યુ કોરોનાથી થશે? હું હંમેશા પ્રાર્થના કરતી કે મને મારા સંતાનોની સેવા ચાકરી લેવાનો વારો ન આવે એવી રીતે પ્રભુ શરણની પ્રાપ્તિ થાય. હું જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ તેના બીજા જ દિવસે મારા દીકરાને કમળો થઈ ગયો અને તેણે પણ હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. તે વખતે મારી ચિંતાઓ વધી ગઈ હતી. પરંતુ હરિ ઈચ્છાએ બધું થતું હોય છે, મને અહીંયા મનોબળ મજબૂત કરી સાજા થવાનું હતું. કોરોનાની બીમારી એવી છે જ્યાં પોતાનાં સંતાનો સેવાચાકરી કરી શકતા નથી પરંતુ અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલના નર્સિંગ અને સક્ષમ સ્ટાફએ મારા બાળકોની જેમ જ મારી સેવા કરી છે. હું જરા પણ ઉદાસ દેખાતી તો સ્ટાફમાંથી ‘માજી, શું થયું?’ કરતા દોડી આવે. સમયસર સાફ – સફાઈ કરે, જમવાનું પહોંચાડે, અશક્તિના લીધે જમી ન શકતી હોય તો કોળિયા મોઢે ધરી દે, ચા – પાણીની નિયમિત વ્યવસ્થા લોકોએ જાળવી રાખી હતી. એ દસ દિવસ દરમિયાન તો મેં મારા બાળકોને જોયા ન હતા, પણ આ કર્મયોગીઓના રૂપમાં મેં મારા સંતાનો જેવી લાગણી મહેસૂસ કરી અને સફળતાપૂર્વક દસ દિવસમાં સાજી થઈને હોસ્પિટલમાંથી રજા લીધી. કરેલા સારા કર્મો એળે જતા નથી, આ દેવદૂતોને પણ મારા શ્રીકૃષ્ણ સારા ફળ આપે એવા ખોબલે ખોબલે આર્શીવાદ.