Home Crime અંજારમાં વિજકરંટથી માસુમ બાળકના મોતની જવાબદારી કોની? લોકોએ અગાઉ ચેતવ્યા હતા

અંજારમાં વિજકરંટથી માસુમ બાળકના મોતની જવાબદારી કોની? લોકોએ અગાઉ ચેતવ્યા હતા

2055
SHARE
શહેરના વોર્ડ નંબર ૮ અંજલિ વિહાર સોસાયટીમાં રહેતા દર્શીલ સુરેશભાઈ બાંભણીયા (ઉ.વ.૮ ) નો અહીંના પીજીવીસીએલ અને અંજાર નગર પાલિકાની બેદરકારીના કારણે ફૂલ જેવા બાળકનો અકાળે ભોગ લેવાયો હોવાની હ્દય ને હચમચાવી નાખે તેવી ઘટના બહાર આવી છે.આ બનાવની વિગત એવી છે કે રાત્રે ૮ વાગ્યાની આસપાસ સોસાયટીના બાળકો રાબેતા મુજબ રમત ગમતમાં મસ્ત હતા,રમત દરમિયાન દર્શીલ પીજીવીસીએલના પોલ પાસે હતો ત્યારે તેનો હાથ અજાણતા અર્થીંગ વાયરના સંપર્કમાં આવી જતાં શોક નો જોરદાર ઝટકો લાગતા તે નીચે પટકાઇ ગયો હતો, સોસાયટીના રહેવાસીઓ તેને તરત જ સારવાર હેતુ જનરલ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ દુઃખદ ઘટના ના સમાચાર વાયુવેગે પ્રસરતા સગા સ્નેહીઓ કલ્પાંત સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. થોડા દિવસો પહેલાં જ અખબારી યાદી દ્વારા પીજીવીસીએલ તેમજ અંજાર નગરપાલિકા તંત્રને આ બાબતે ચેતવવામાં આવ્યા હતા કે દીવાબત્તીના સીધા જોડાણને કારણે ગમે ત્યારે ગંભીર જીવલેણ અકસ્માત થઈ શકે છે પરંતુ નિર્ભર તંત્ર જાગ્યું નહિ અને આજે એક માસૂમ બાળકનો ભોગ લેવાઈ ગયો, ત્યારે આ ગંભીર અકસ્માતની જવાબદારી કોણ લેશે ? પીજીવીસીએલ કે અંજાર નગરપાલિકા ? એવો સવાલ કરતાં પૂર્વ વિપક્ષી નેતા જીતેન્દ્ર ચોટારાએ જણાવ્યું હતું કે, દર્શીલ ત્રણ બહેનોનો એક જ લાડકવાયો વીરલો હતો, તંત્રની બેદરકારીને કારણે તેની અકાળે વિદાયથી આખો પરિવાર આધાતમાં શોકમગ્ન થઈ ગયો છે.આ દુર્ઘટના પછી નિંદ્રામાં પોઢેલું તંત્ર હવે જાગશે કે હજુ પણ માસૂમ બાળકોના ભોગ લેવાશે ? તેવો વેધક સવાલ કર્યો હતો જો કે હવે જોવુ એ રહ્યુ કે આ ઘટના માટે કોઈની જવાબદારી નક્કી કરી તેની સામે પગલાં ભરવામાં આવશે કે પછી તંત્ર અને લોકો સમય જતાં આ કરૂણ ઘટના ને પણ વિસરી જશે ?