સમગ્ર દેશ આજે આઝાદી પર્વની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે કચ્છમા પણ ઠેરઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ હતી જેમા જીલ્લાકક્ષાનો કાર્યક્રમ માંડવી ખાતે યોજાયો હતો આ ઉપરાંત પણ કચ્છમા અનેક જગ્યાએ નોખી-અનોખી રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઇ હતી યુવા ભાજપ દ્વારા કચ્છના રોડ ઓફ હેવન સ્વર્ગ સમાન રસ્તા પર તિરંગાયાત્રા યોજાઇ હતી જેમા 1000 થી વધુ બાઇક સવારો જોડાયા હતા ખાવડાથી શરૂ થયેલી આ યાત્રામા સ્થાનીક લોકો પણ જોડાયા હતા આજુબાજુ અફાટ રણ અને વચ્ચેથી પસાર થતો આ માર્ગ હાલ પ્રવાસીઓમા ખૂબ પ્રખ્યાત છે ત્યારે રાષ્ટ્રભક્તિ સાથે આ માર્ગનો પ્રવાસન તરીકે વધુ પ્રચાર થાય તે ઉદ્દેશથી આ યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરટ તથા જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ દેવજી વરચંદ,મહામંત્રી ધવલ આચાર્ય તથા રાહુલ ગોર,તાપસ શાહ સહિત મોટી સંખ્યામા ભાજપના કાર્યકરો જોડાયા હતા અને દેશભક્તિના નારાથી રોડ પર તિરંગા લહેરાતા અદ્દભુત દ્રશ્ર્યો સર્જાયા હતા રાષ્ટ્રધ્વજ સાથે બાઇક પર નિકળેલી યાત્રાથી વાતાવરણ દેશભક્તિમય બન્યુ હતુ કચ્છમા તાજેતરમા ગાંધીધામ અંજાર અને છેલ્લે ભુજમા યોજાયેલી યાત્રા એ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ અને લોકો સ્વેચ્છાએ તેમા જોડાયા હતા ત્યારે વધુ એક કુદરતી સૌંદર્ય સાથેના માર્ગ પર દેશભક્તિની યાત્રાએ ભારે ઉત્સાહ જગાવ્યો છે અને સાથે પ્રવાસન ક્ષેત્રના ઉત્સાહી લોકો માટે આ વિડીયો ચોક્કસ આકર્ષણ ઉભુ કરશે.