Home Crime Breking; ધુણઇ ખાતર કૌભાંડ મામલે ખેતીવાડી વિભાગની મોટી કાર્યવાહી; 5 સ્થળના પરવાના...

Breking; ધુણઇ ખાતર કૌભાંડ મામલે ખેતીવાડી વિભાગની મોટી કાર્યવાહી; 5 સ્થળના પરવાના રદ્દ

3869
SHARE
ગુજરાત સહિત અનેક સ્થળો પર રાસાયણીખ ખાતરની ધટ વચ્ચે માંડવીના ધુણઇ નજીકથી કોડાય પોલિસે પકડેલ શંકાસ્પદ રાસાયણીક ખાતરના જથ્થા મામલે હવે કાર્યવાહી શરૂ થઇ છે. આ મામલે કોડાય પોલિસે 38.64 લાખનો રાસાયણીક ખાતરનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરી હતી ત્યાર બાદ ખેતીવાડી વિભાગ પણ આ તપાસમાં જોડાયુ હતુ. અને નારાણપર,દહિસરા સહિતના ડેપોમાં તપાસ હાથ ધરવામાં આવી રાસાયણીક ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ભારતીય કિસાન સંધએ પણ આ મામલે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે પ્રાથમીક તપાસ બાદ ખેતીવાડી વિભાગે આ જથ્થાનો સંગ્રહ કરનાર વેપારીનો પરવાનો રદ્દ કરવાનો હુકમ કર્યો છે.
5 સ્થળના પરવાના રદ્દ કરાયા
એક તરફ ખેડુતોને પુરતો જથ્થો મળતો નથી તેવામાં આ શંકાસ્પદ જથ્થા મામલે મોટા કૌભાડની આંશકાએ તપાસ શરૂ કરાઇ હતી જેમાં રાસાયણીક ખાતરના સેમ્પલ સાથે રજીસ્ટ્રરની તપાસ સાથે પરવાનેદારની પુછપરછ કરી નિવેદન નોંધવામાં આવ્યા હતા ત્યારે તપાસ બાદ પોલિસ તપાસના અહેવાલ,ખેતીવાડી વિભાગની તપાસ અને શૈલેશ ડાભીની પુછપરછ બાદ રજીસ્ટ્રર મેઇન્ટેન ન કરી સંગ્રહ કરવા,એકથી વધુ જગ્યાએ ખાતરનો સંગ્રહ કરવા તથા ભેળસેળવાડુ ખાતર સંગ્રહ કરવા બદલ 5 સ્થળોના પરવાના રદ્દ કરવાનો હુકમ ખેતીવાડી વિભાગ દ્રારા કરવામાં આવ્યો છે. જેમાં શૈલેશ ડાભી તથા તેની ભાગીદારી વાડા નારાણપર,હોલસેલ-રીટેલ, દહિંસરા,રામપર વેકરા અને દશરડીના રાસાયણીક ખાતર વહેંચાણનો પરવાનો રદ્દ કરી દેવાનો હુકમ કરાયો છે. આમ પ્રાથમીક તપાસમાં ભેળસેળ તથા સંગ્રહખોરીનો મામલો સ્પષ્ટ થઇ ગયો છે.
આ અગાઉ ખેતીવાડી વિભાગે સંગ્રહ કરેલા જથ્થા મામલે વિવિધ સ્થળો પર તપાસ કરી હતી. અને ત્યાર બાદ 5 સ્થળોએ પરવાના રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે સાથે 30 દિવસમાં આ અંગે કોઇ વાંધો હોય તો જણાવવા પણ કહ્યુ છે. ખેતીવાડી વિભાગની કાર્યવાહી બાદ હવે પોલિસ પણ આ મામલે આગળની કાર્યવાહી કરી શકે છે. જો કે હજુ ખાતરના ઉપયોગ સાથે તેના સુવ્યવસ્થીત નેટવર્કની કડીઓ મેળવવી બાકી છે જે બાદ વધુ નવા ખુલાસાની શક્યતા છે.