Home Crime મુન્દ્રાના યુવાનની શાસ્ત્રી મેદાનમાંથી નિર્મમ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર!

મુન્દ્રાના યુવાનની શાસ્ત્રી મેદાનમાંથી નિર્મમ હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર!

3557
SHARE

ગાંધીધામમા ગઇકાલે એક 15 વર્ષીય શગિરાની પિતાએ હત્યા કરી હોવાનો બનાવ તાજો છે ત્યા પચ્છિમ કચ્છના પેરીસ ગણાતા મુન્દ્રામા એક યુવાનની હત્યા કરાયેલી લાસ મળતા ચકચાર ફેલાઇ છે આજે વહેલી સવારે મુન્દ્રાના શાસ્ત્રી મેદાનમાંથી તિક્ષ્ણ હથિયારના ધા મારી હત્યા નિપજાવેલી લાશ મળી આવી હતી બનાવ સ્થળે જાગૃત નાગરિકોએ જાણ કર્યા બાદ મુન્દ્રા પોલિસની ટીમ તપાસ માટે પહોચી હતી પોલિસની પ્રાથમીક તપાસમા મરણજનાર યુવક નિપુણ મહેશભાઇ ઠક્કર ઉં-25 વર્ષ હોવાનુ સામે આવ્યુ છે નિપુણ મુન્દ્રાના વર્ધમાન નગરમા રહે છે ગઇકાલે રાત્રે 8 વાગ્યે કોમ્પ્યુટર સેન્ટર પરથી આવ્યા બાદ છેલ્લે રાત્રે 10 વાગ્યા બાદ તેની માતા સાથે વાત થઇ હતી ત્યાર બાદ તેનો સંપર્ક થયો ન હતો સ્થળ પર પહોચેલી પોલિસને બનાવ સ્થળ પરથી એક બાઈક મળી આવી છે જ્યારે એક ધડીયાળ તથા માળાના કેટલાક અવશેષ મળ્યા છે જેના આધારે પોલિસે તપાસ હાથ ધરી છે જો કે હત્યાનુ ચોક્કસ કારણ હજુ સામે આવ્યુ નથી પરંતુ યુવકની કેટલીક વસ્તુઓ હજી સ્થળ આસપાસ કરતા ગુમ હોવાનુ સામે આવ્યુ છે બનાવની જાણ થતા મુન્દ્રા પોલિસના અધિકારી સ્ટાફ સહિત ભુજથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી પણ સ્થળ પર પહોચી છે અને બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે મુન્દ્રામા હત્યાના બનાવની વાત ફેલાતા ચકચાર ફેલાઇ છે શહેરના પ્રતિષ્ઠીત વ્યક્તિના પુત્રની હત્યા બાદ પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે જોડાયા છે. બનાવની તપાસમાં યુવકનો ફોન હજુ તપાસ દરમ્યાન મળ્યો નથી.