Home Social હવે આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ(AI) દ્વારા તૈયાર થયુ કચ્છનું સ્વર્ગ “રોડ ટુ હેવન !”

હવે આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ(AI) દ્વારા તૈયાર થયુ કચ્છનું સ્વર્ગ “રોડ ટુ હેવન !”

1485
SHARE

સમગ્ર વિશ્ર્વ અને ખાસ કરીને ભારતમા AI (આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ) ની ચર્ચા છે પ્રતિભાશાળી વ્યક્તિથી લઇ પ્રસિધ્ધ સ્થળ અને ભવિષ્યની કલ્પના સાથે તૈયારી થતી અનેક તસ્વીરો હાલ ખુબ ટ્રેન્ડમાં છે ત્યારે કચ્છમા પ્રથમ વખત કોઇ સ્થળને AI દ્વારા તૈયાર કરાયુ છે જે તસ્વીરો અનેક લોકોને રોમાચીંત કરી રહી છે પ્રસ્તુત નિચેની તસવીરો AI દ્વારા નિર્મિત કરાઇ છે જે કચ્છના પ્રસિદ્ધ રોડ ટુ હેવન તથા સાંસ્કૃતિક રહેઠાણ સ્ટ્રકચર એવા ભુંગાને રજૂ કરે છે. જે ઇન્સ્ટાગ્રામ યુઝર soloyolo.in એ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ ઉપરાંત પણ કચ્છના અનેક સોસીયલ મિડીયા યુઝર્સ એ આ તસ્વીરો શેર કરી છે

એ.આઇ ની મદદથી નિર્મિત ખડીરના દૂરના રણ ટાપુની આસપાસ કચ્છની સફેદ અનંતતા અને તેના ભવ્ય ખારા પાણીના લેન્ડસ્કેપ્સનું પુનરાવર્તિત સંસ્કરણ આ તસ્વીરોમા જોઈ શકાય છે સ્પષ્ટ ક્ષિતિજ અને અવિશ્વસનીય સફેદ રણના લેન્ડસ્કેપ્સથી આશ્ચર્યચકિત કરતી આ તસ્વીર ખુબ રોમાંચક અનુભવ કરાવે છે

ફોટો સાથે યુઝર્સ દ્વારા લખાયુ છે કે જ્યારે પૂરનું પાણી અરબી સમુદ્રમાં ફરી જાય છે અને ચારે બાજુ સફેદ અને ચળકતી મીઠાની કાર્પેટનો સ્થાયી પડ છોડી દે છે. ત્યારે કઇંક આવુ દ્રશ્ર્ય ફેલાય છે ઉલ્લેખનીય છે કે એ.આઇ નો ન માત્ર ઉદ્યોગ ક્ષેત્રે પરંતુ મનોરંજનની દુનિયામાં ઉપયોગ વધવા લાગ્યો છે જે ઇમેજ, વિડિયો અથવા કન્ટેન્ટ જનરેટ કરી આપીને વાસ્તવિક વાતાવરણ ઉભુ કરવા તરફ ગતિ રજૂ કરે છે.

10 થી વધુ તસ્વીરો કચ્છની અલગ અલગ સંસ્કૃતિ અને ભવ્યતા દર્શાવતી બનાવાઇ છે ક્યાંક તેના ભવિષ્યને લઇને ચિંતા પણ થઇ રહિ છે પરંતુ હાલ તેના દ્વારા તૈયાર થતી તસ્વીરો લોકોને એક નવો રોમાંચ કરાવી રહિ છે