Home Current સલમાનને સજા સાથે આમીરખાન સામે કચ્છમાં થયેલા ‘ચિંકારા’ કેસની યાદ તાજી થઇ.

સલમાનને સજા સાથે આમીરખાન સામે કચ્છમાં થયેલા ‘ચિંકારા’ કેસની યાદ તાજી થઇ.

1349
SHARE
ફિલ્મ ‘હમ સાથ સાથ હે’ ના શુટીંગ દરમીયાન રાજસ્થાનમાં કાળીયાર પ્રાણીના શિકાર મામલે કાયદાની ઝપટે ચડેલા સલમાન ખાનને અંતે રાજસ્થાન કોર્ટે દોષીત જાહેર કરી પાંચ વર્ષની સજા ફટકારી છે. સલમાનખાનને સજા સાથેજ કચ્છના લગાન ફિલ્મના શુટીંગ દરમીયાન આમીરખાન તથા તેમના ફિલ્મ પોડ્કશન પર થયેલી કેસની યાદ તાજી થઇ છે. આ કેસની છેલ્લી કાયદાકીય પરિસ્થિતી વિષે જાણીએ તે પહેલા શુ બન્યુ હતુ લગાનના શુટીંગ દરમ્યાન…..

લગાન ફિલ્મનુ એ દ્રશ્ર્ય શા માટે બન્યુ હતુ વિવાદનુ કારણ 

2001 પહેલા આમીરખાનની પત્ની અને આશુતોષ ગોવારીકરના પ્રોડ્કશન હાઉસ દ્રારા ભુજ નજીકના કુનરીયા ગામ પાસે ફિલ્મ લગાનનુ શુટીંગ કરાયુ હતુ. અને 15 જુન 2001માં ફિલ્મ લગાન રીલીઝ કરાઇ હતી. જો કે ત્યાર બાદ તેમાં દર્શાવાયેલ એક સીન બાબતે ફરીયાદ થઇ હતી. જેમાં આમીરખાન ફિલ્મ પોડ્કશન હાઉસ દ્રારા શુટીંગ દરમીયાન શીડ્યુઅલ 1 ના પ્રાણી ચિંકારાને પરેશાન કરવાનો મામલે તેના પર આરોપો ઘડાયા હતા એ અતર્ગત ફિલ્મ રીલીઝ થયા બાદ તેની સામે ભુજ કોર્ટમાં ફરીયાદ પણ થઇ હતી. અને ભુજ કોર્ટે આમીરખાન સહિતના આક્ષેપીતો સામે વોરન્ટ પણ ઇસ્યુ કર્યુ હતુ. મીડીયામાં આ મામલો ઉછળ્યા બાદ ફિલ્મ અભિનેતા આમીરખાન હાઇકોર્ટના શરણે ગયા હતા. ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યા બાદ હાલ હાઇકોર્ટે પુરાવાના અભાવે કેસ ડીસમીસ કર્યો છે. આ ફિલ્મમાં આમીરખાન આશુતોષ ગોવારીકર રીના દત્તા સહિત પાંચ વ્યક્તિઓ સામે આરોપો લાગ્યા હતા અને કોઇ મંજુરી વગર ચિંકારાનો ફિલ્મમાં ઉપયોગ કરી તેને હેરાન કરવાનો મામલે વનવિભાગે ફરીયાદ નોંધીને હાઇકોર્ટ સુધી લડત કરી હતી અત્યારે આ કેસની સ્થિતીની વાત કરીએ તો પુરાવાના અભાવે ગુજરાત હાઇકોર્ટે આમીરખાન સામેનો આ કેસ રદ્દ કર્યો છે.

મુંબઇ સુધી પહોંચ્યુ હતુ. વનવિભાગ

આ મામલે હાલ વનવિભાગના અધિકારી અને આ કેસ સાથે સંકળાયેલ ધારાશાસ્ત્રી વિપુલ પાઠક સાથે વાત કરતા તેઓએ આ કેસ હાઇકોર્ટે રદ્દ કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ જેતે સમયે કેસની ગંભીરતા અને કોર્ટના આદેશો છંતા આમીરખાન હાજર ન રહેતા છેક મુંબઇ સુધી વનવિભાગના અધિકારીઓ તેમના નિવેદન લેવા માટે ગયા હતા. જો કે ત્યાર બાદ કોઇ ચોક્કસ પુરાવા પણ આ કેસમાં વનવિભાગ રજુ કરી શક્યુ ન હતુ. જેથી કોર્ટે આમીરખાનને આરોપ મુક્ત કર્યો હતો એક સમયે ફિલ્મના આ દ્રશ્ર્યોથી કચ્છમાં વાઇલ્ડ લાઇફ પ્રત્યે પ્રેમ અને અભ્યાસ ધરાવતા લોકમાં ભારે નારાજગી ફેલાઇ હતી જો કે કેસ ચાલી ન શક્યો.. પરંતુ હવે જ્યારે સલમાનને આવાજ એક મામલે સજા થતા ફરી આમીરખાનની ફિલ્મ લગાન સમયે સર્જાયેલા આ વિવાદની યાદ તેમના માનસપટ પર તાજી થઇ છે.