Home Social પાકિસ્તાનમાં હિન્દૂ કોળી યુવક સાથે થયેલા ગેંગ રેપના કિસ્સાએ સર્જી ચકચાર

પાકિસ્તાનમાં હિન્દૂ કોળી યુવક સાથે થયેલા ગેંગ રેપના કિસ્સાએ સર્જી ચકચાર

825
SHARE
પાકિસ્તાનની પીપલ્સ પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રકાશ નામના હિન્દૂ કોળી યુવક પર સામુહિક
ગેંગ રેપ થયાનો વિડિઓ બુધવારે સોશ્યિલ મીડિયામાં વહેતો થતા પાકિસ્તાન સહીત
ભારતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા સુજાવાલ જિલ્લાના દારો ગામમાં બનેલી આ ઘટના પાકિસ્તાની મીડિયામાં પણ ચર્ચા સાથે ચકચાર સર્જિ છે બુધવારે વાયરલ થયેલા વિડીઓમાં પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના કેટલાક કાર્યકરોએ પ્રકાશ નામના પાકિસ્તાની હિન્દૂ યુવક પર દુષ્કર્મ અને અત્યાચાર કરતા દ્રશ્યો જોવા મળે છે પાકિસ્તાની મીડિયા અનુસાર આ ઘટનામાં પીપલ્સ પાર્ટીના અને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા સલીમ ઘઘુ,
સાલેહ મેમણ સહિતના સભ્યોએ આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું છે આ ઘટના બાદ ભોગ બનનાર યુવક તથા તેનો પરિવાર આ વિસ્તાર છોડીને પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેવા જતા રહ્યા છે. જોકે સુજાવાલ પોલીસે આ ઘટનામાં લિપ્ત બન્ને રાજકીય આગેવાનોની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલો અત્યારેતો પાકિસ્તાની રાજકીય પાર્ટીઓ માટે હોટ ટોપિક બન્યો છે.
પાકિસ્તાના સિંધપ્રાન્તના ચોક્કસ વિસ્તારોમાં હિન્દુઓ પર અત્યાચારની આ ઘટના પહેલી નથી  થોડા સમય પહેલાજ બે હિન્દુ યુવકોની હત્યાનો કિસ્સો હજુ તાજો જ છે. અને તેના પ્રત્યાઘાતો કચ્છમાં પણ પડ્યા હતા અને ગાંધીધામમાં આ હત્યાની ઘટના બાદ વિરોધ્ધ કરાયો હતો તેવામાં ફરી હિન્દુ યુવક સાથે અત્યાચારના સામે આવેલા આ કિસ્સાથી પાકિસ્તાન સહિત ભારતમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.