સામાન્ય રીતે કોઇ ચર્ચાસ્પદ કે અન્ય મોટો ગુન્હો હોય તો પોલિસ ગુન્હેગાર સાથે તેની મદદ કરનાર સામે પણ કાર્યવાહી કરતી હોય છે અને તેવા ધણા કિસ્સા બનેલા છે પરંતુ પેરોલ જમ્પ કરી નાશી જતા નાસતા ફરતા આરોપીઓના કિસ્સામા આવુ ક્યારેય થતુ નથી પણ પચ્છિમ કચ્છ ભુજ પેરોલ ફર્લો સ્કોડે પ્રથમવાર પેરોલ જમ્પ કરી ફરાર થયેલા એક ગુન્હેગાર ને ઝડપવા સાથે ફરાર થયા બાદ તેની મદદગારી કરનાર સામે પણ કાર્યવાહી કરી છે…વચગાળાના જામીન મેળવી ફરાર થતા ગુન્હેગારોને મદદ કરનાર ને આવી કોઇ કલ્પના પણ નહી હોય પણ ભુજ પેરોલ ફર્લો સ્કોડે જુનાગઢ હત્યાના કેસમા પેરોલ પર ફરાર એક શખ્સને પકડવા સાથે તેને મદદ કરનાર 4 વ્યક્તિ સામે ભુજ બી-ડીવીઝન પોલિસ મથકે મદદગારી બદલ ગુન્હો નોંધ્યો છે જે કદાચ પ્રથમવાર છે
શુ હતો સમગ્ર બનાવ જાણો વિગતો
ઇરફાન હનીફ આરબ ઉ.વ.૨૪ રહે,કેમ્પ એરીયા વાઘેશ્વરી ચોક,ભુજ વાડો 2019 મા જુનાગઢમા થયેલ એક હત્યાના કેસમા રાજકોટ જેલમા કાચા કામના કેદી તરીકે બંધ હતો અને ત્યાર બાદ તા.૧૫/૦૪/૨૦૨૩ ના ઉપલી કોર્ટના આદેશથી ૧૪ દિવસના વચગાળા જામીન રજા પર રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા મુક્ત કરાયેલ અને તેને તા.૩૦/૦૪/૨૦૨૩ ના મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ તે હાજર ન થઇ છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો હતો ભુજ પેરોલ ફર્લો સ્કોડને બાતમી મળી હતી કે તે ભુજના માધાપર ગાંધી સર્કલ નજીક છે જેથી ટીમે તેની ઝડપી પાડ્યો હતો હાલ તેને માધાપર પોલિસને સુપ્રત કરી રાજકોટ મધ્યસ્થ જેલ મોકલી આપવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે પાંચ મહિના દરમ્યાન તે અલગ-અલગ જીલ્લામા ફર્યાની વિગતો પણ સામે આવી છે
પેરોલ ફર્લો સ્કોડે પ્રથમવાર આ કર્યુ
સામાન્ય રીતે આવા જેલમા બંધ કેદીઓ વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર થઇ જતા હોય છે અને પેરોલ ફર્લો સ્કોડ તેને ઝડપતી હોય છે પરંતુ પ્રથમવાર પેરોલ જમ્પ કરનાર જુનાગઢ હત્યાના આરોપી એવા ભુજના ઇરફાન આરબને ઝડપ્યા બાદ તેની પાંચ મહિના દરમ્યાન મદદગારી કરનાર 4 લોકો સામે પેરોલ ફર્લો સ્કોડ ભુજના PSI એન.ડી.જાડેજા એ સરકાર તરફી ફરીયાદ નોંધવા કાર્યવાહી કરી છે આરોપી ઇરફાન આરબને આશરો આપનાર તેમજ આર્થીક અને સાધનોની મદદ પુરી પાડનાર ચાર ઇસમો તથા તપાસમા નીકળે તે તમામ વિરૂધ્ સરકાર તરફે ભુજ શહેર બી ડિવિઝન પોલિસ સ્ટેશનમા IPC કલમ ૨૧૨,૧૧૪ મુજબની કાયદેસરની કાર્યવાહી કરાઇ છે જે પ્રથમવાર ગુન્હેગાર અને તેને મદદ કરનાર ને સંદેશ આપતી છે
સામાન્ય રીતે પેરોલ જમ્પના અસંખ્ય કિસ્સા ગુજરાતભરમા બનતા હોય છે પરંતુ રૂટીન પ્રક્રિયામા તેની મદદગારી કરનાર સુધી કાર્યવાહી થતી નથી પરંતુ આજે હાઇટેક થઇ રહેલા ગુન્હેગારો ને કાયદાની હંગામી રાહતમા મદદ કરનાર સામે ધાક બેસાડતી કાર્યવાહીનો પ્રયાસ થયો છે તે સરાહનીય છે ટુંકમા હવે આવી હંગામી રાહતના મામલામા ફરાર શખ્સની મદદ કરતા તમે પણ 100 વાર વિચાર કરજો કેમકે નહી તો તમે પણ કાયદેસર કાર્યવાહીમા ફસાઈ શકો છો…સમગ્ર કાર્યવાહી દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડ ભુજના એ.એસ.આઇ શૈલેંદ્રસિંહ જાડેજા પો.હેડ.કોન્સ ધર્મેદ્ર રાવલ,કનકસિંહ ગોહિલ,વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.હેડ.કોન્સ સુરેશભાઇ ચૌધરી વગેરે જોડાયા હતા..