Home Crime Kutch; ને હવે કુખ્યાત ખંડણીખોર માથાભારે શખ્સ અફરોજ અંસારી પાસામાં ફીટ થયો!

Kutch; ને હવે કુખ્યાત ખંડણીખોર માથાભારે શખ્સ અફરોજ અંસારી પાસામાં ફીટ થયો!

1488
SHARE
પુર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં વેપારીઓને ધમકી આપી ખંડણીની ઉઘરાણી કરતા માથાભારે શખ્સની પાસા તળે એલ.સી.બી. તથા ગાંધીધામ બી ડીવી.પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે મૂળ પાણીપત (હરિયાણા)નો અને હાલમાં સપના નગર, ગાંધીધામ રહેતો અફરોજ સરફુદીન અંસારી પોતાના સાગરીતો સાથે મળી ગાંધીધામ કોમ્પલેક્ષમાં શાન્તિથી વેપાર ધંધો કરતા વેપારી/ઉધોગપતિઓને ધમકી આપી મોટી રકમની ખંડણીની ઉઘરાણી કરતો હતો અને માંગણીના સ્વીકારવામાં આવે તો પોતાના ગેંગના સાગરીતો મારફતે ડરાવી, ધમકાવી, ખુન કરાવી પોતાની ધાક જમાવતો હતો, તેની વિરુદ્ધ ગાંધીધામ પોલીસ મથકે જુદા જુદા દશ જેટલા ગુનાઓ નોંધાયેલા છે માથાભારે ગુન્હેગાર સામે અસરકારક પગલાંના ભાગ રૂપે તેની વિરૂધ્ધ પોલીસ અધિક્ષક સાગર બાગમારના સીધા માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી.ડીવી. પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા તેણે આચરેલ ગુનાઓ સબબ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ, જે પાસા દરખાસ્ત જીલ્લા કલેક્ટર દ્વારા મંજુર કરી પાસા વોરંટ ઇશ્યુ કરતા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ તથા એલ.સી.બી.ટીમ દ્વારા અફરોજ ની પાસા તળે ધરપકડ કરી સાબરમતી સેન્ટ્રલ જેલ (અમદાવાદ) હવાલે કરાયો છે આ કામગી૨ી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેક્ટર એમ.એમ.જાડેજા, ગાંધીધામ બી.ડીવી.ના પી.આઇ.એમ.ડી.ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરાઇ હતી
એક દાયકામા 10 થી વધુ ગુન્હા 
અફરોજ સરફુદીન અંસારીનો ગાંધીધામમા ત્રાસ હતો 2011 થી તેના વિરૂધ્ધ 10 થી વધુ ખંડણી,હત્યા ધાકધમકી સહિતના 10 ગુન્હા નોંધાયેલા છે અને ગાંધીધામ વિસ્તારમા કેટલાક વેપારીઓ ડરના કારણે ફરીયાદ માટે પણ આગળ આવતા ન હતા ગત મહિનેજ એક વેપારી પાસેથી ખંડણી માંગવાના ગુન્હામા તેના સાગરીતો સાથે તે ઝડપાયા બાદ પોલિસ દ્રારા જાહેર જનતાને ફરિયાદ માટે અપિલ કરાઇ હતી અને ત્યાર બાદ વધુ એક ગુન્હો પણ નોંધાયો હતો અગાઉ ગાંધીધામના વેપારી પાસે ખંડણી માંગી તેની હત્યા કરવાથી ચર્ચામા આવેલ અફરોજના નામનો વેપારીઓમા ખોફ હતો પરંતુ પોલિસે હવે પાસામા તેને ફીટ કર્યો છે