કચ્છના પુર્વ કલકેટર પ્રદિપ શર્મા સાંકળતો વધુ એક કેસ સામે આવ્યો છે. સી.આઇ.ડી ક્રાઇમે આ મામલે તપાસ કરી પુર્વ કલેટકટ તત્કાલીન અધિક કલેકટર તથા ભુજના જાણીતા બિલ્ડર અને સરકારના માનીતા બિલ્ડર સામે ગુન્હો નોંધ્યા બાદ આ મામલે પ્રદિપ શર્માની ફરી ધરપકડ કરી છે. જ્યારે કિમંતી જમીન મેળવવાના બદ્દ દરાદો ધરાવતા બિલ્ડરની આ મામલે ધરપકડ કરી છે. આરોપીઓને આ મામલે રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે
શુ છે. સમગ્ર મામલો
પ્રદીપકુમાર નિરંકરનાથ શર્મા(આઇ.એ.એસ.હાલ નિવૃત) ભુજની સરકારી ટ્રા.સ.નંબર ૮૭૦ પૈકીની એકર ૧.૩૮ ગુંઠાના કાયદેસરના કસ્ટોડીયન હોઇ પોતાને સરકારના ઠરાવ ક્રમાંક-૩૯૯૭-૨૦૯૮-એ તારીખ ૨૫/૦૯/૧૯૯૭ની જોગવાઇની અમલવારી કરવાની જવાબદારી હોવા છતાં આરોપી સંજય છોટાલાલ શાહ, રહે. ભુજવાળા પ્રથમથી જ પોતે ખરીદેલ ખેતીની જમીનની બજાર કિંમત ઉંચી લાવવાના પોતાના મલીનઇરાદે ભુજની સરકારી ટ્રા.સ નંબર ૮૭૦ પૈકીની એકર ૧.૩૮ ગુંઠા જમીન રોડ ટચ આવેલ હોઇ, ખેતીના હેતુ માટે લાગુ તરીકે મળવા અરજી કરી હતી. જો કે જમીનનો રહેણાંક ઝોનમાં સમાવેશ થતો હોઇ, રહેણાંક હેતુ માટે જમીન મળવાપાત્ર છે તે અભિપ્રાયને ધ્યાને લીધા વગર સવાલવાળી જમીનની કિંમત રૂ. ૮૬/-(અંકે રૂપિયા છયાસી) પુરા પ્રતિ ચોરસ મીટર મુજબ આરોપી સંજય છોટુલાલ શાહ પાસે જમીનની બજાર કિંમત રૂ. ૬.૭૮ ૬૮૨૮- ભરાવી લેવાઇ હતી હુકમની નોંધ પ્રમાણિત થયાના ફકત એક માસ અને પાંચ દિવસ બાદ જ આરોપી સંજય છોટાલાલ શાહે મોજે ભુજ શહેર,તા. ભુજના સ.નં. ૭૦૯ની જમીન એકર ૫.૩૮ ગુંઠાને લાગુ સરકારી ટ્રા.સ.નંબર ૮૭૦ પૈકીની એકર ૧.૩૮ ગુંઠા મંજુર કરેલ જમીન કુલ્લ એકર ૭.૩૬ ગુંઠા (ચો.મી. ૩૨૩૦૭) રહેણાંકના હેતુ માટે બિનખેતી માગણી કરી, હતી અને તત્કાલીન કલેકટર પ્રદિપકુમાર એન. શર્માએ હુકમ નંબર એ-૩-લેન્ડ-વશી-૮૪૪/૨૦૦૪ તારીખ ૧૨/૦૮/૨૦૦૪ વાળાથી સરકારી ટ્રા.સ.નંબર ૮૭૦ પૈકીની એકર ૧.૩૮ ગુંઠા જમીન ખેતીના હેતુ માટે લાગુ તરીકે કરેલ હુકમની શરત નંબર (૧)નો ભંગ થતો હોવા છતાં શરત નંબર (૪) મુજબ સદરહુ સવાલવાળી જમીન સરકાર દાખલ કરવાના બદલે રહેણાંકના હેતુ માટે બિનખેતી પરવાનગી આપતો હુકમ કર્યો હતો
હાલ સમગ્ર મામલે પ્રદિપ શર્મા તથા સંજય શાહની સી.આઇ.ડી ક્રાઇમ દ્રારા ધરપકડ કરવામા આવી છે. અગાઉ પણ ભુજની કેટલીક કિંમતી જમીન મામલે સંજય શાહ ચર્ચામાં આવ્યા હતા. જાણીતી કન્સ્ટ્રકશન કંપનીના માલિક સામે અચાનક ફરીયાદ થતા સમગ્ર કચ્છમા આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. હોટલ,કન્સ્ટ્રકશન પેઢી સાથે સંકળાયેલ સંજય શાહ સામે અન્ય કિસ્સામાં પણ આગામી સમયમાં કાર્યવાહી થાય તેવી ચર્ચાએ ભુજ શહેરમાં જોર પકડ્યુ છે.