ગણેશ વિસર્જન દરમ્યાન સરકાર અને સ્થાનીત તંત્રની સ્પષ્ટ સુચના છંતા તળાવો ડેમોમાં ગણેશ વિસર્જન દરમ્યાન ડુબવાના બનાવો બનતા હોય છે ત્યારે આજે આદિપુર અંતરજાળ પાસે આવેલા હનુમાન મંદિર પાસેના તળાવમા ગણેશ વિસર્જન દરમ્યાન દુર્ધટના સર્જાઇ છે. ગણેશ વિસર્જન દરમ્યાન 5 લોકો તળાવમાં ડુબ્યા હતા જેને સ્થાનીક લોકો તથા બાદમાં ફાયર દ્રારા બચાવવા પ્રયત્નો કરાયા હતા પરંતુ ત્રણ લોકોના ડુબી જવાથી મોત થયા હતા મૃત્ક તમામ સ્થાનીક જ હોવાનુ આદિપુર પોલિસના તપાસ અધિકારીએ જણાવ્યુ હતુ. એક 20 વર્ષ તથા 2 35 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના ડુબી જવાથી મોત થયાની પુષ્ટિ કરી પોલિસે વધુ તપાસ હાધ ધરી છે. બનાવ તારીખ 23 ના મોડી સાંજે બન્યો હતો ધટનાની જાણ થતા ગાંધીધામ ફાયર વિભાગની ટીમ દોડી ગઇ હતી તો 108 પણ સ્થળ પર પહોચી હતી હાલ બનાવ સંદર્ભે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ તહેવારો સમયે 3 યુવાનના ડુબવાની ધટનાથી પરિવારમાં મામત છવાયો છે અને વિસ્તારમા અરેરાટી પ્રસરી છે. પરિવાર આક્રદમાં હોવાથી હજુ નામ જાણી શકાયા નથી. પરંતુ નજર સામેજ સ્વજનો ગુમાવવાની ધટનાએ સમગ્ર પંથકમા અરેરાટી ફેલાવી છે.
પાકિસ્તાની ધુસણખોર ધુવડ સાથે ઝડપાયો
કચ્છની સૌથી સંવેદનશીલ બોર્ડર પૈકીની એક એવી કચ્છના કોટેશ્ર્વર નજીકની હરામીનાળા બોર્ડર પાસેથી આમતો અવારનવાર પાકિસ્તાની ધુસણખોરો ઝડપાય છે. જો કે મોટાભાગના કિસ્સામાં તેઓ માછીમાર હોવાનુ તપાસમાં ખુલ્લે છે. બી.એસ.એફ દ્રારા હાલ આ અટપટી બોર્ડર પર સુવિદ્યા વધતા વધુ સચેતતાથી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે. અને તે વચ્ચે એક પાકિસ્તાની ધુસણખોર ત્યાથી ઝડપાયો છે. બી.એસ.એફ ની પેટ્રોલીંગ પાર્ટીએ તેને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. મહેબુબ અલી યુસુફ અલી નામનો 30 વર્ષીય યુવાન સિંધના બદીન વિસ્તારનો હોવાનુ પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે. જો કે યુવકની તપાસ દરમ્યાન તેની પાસેથી એક ધુવડ પક્ષી પણ મળી આવ્યુ છે. જેને લઇને એજન્સીઓ સચેત બની યુવકની તપાસ કરી રહી છે. જો કે યુવક પાસે ધુવડ ક્યાથી આવ્યુ અને ક્યા ઉદ્દેશ સાથે તે ભારતીય સીમામા ધુસ્યો હતો તે અંગે બી.એસ.એફ વિશેષ પુછપરછ કરશે. અને વધુ તપાસ માટે પોલિસને સુપ્રત કરાશે તેવુ બી.એસ.એફના સત્તાવાર સુત્રોએ જણાવ્યુ હતુ જડપાયેલા યુવકે ખુલાસો કર્યો છે કે પક્ષી અન કેકડા પકડવા માટે તે ભારતીય ક્ષેત્રમાં ધુસ્યો હતો.