ભુજના એરપોર્ટ રોડ પરથી કરોડોની કિંમતી જમીન નિયમ વિરૂધ્ધ આપી દેવાના દોઢ દાયકા પહેલાના કેસમાં CID ક્રાઇમમા પુર્વ કલેકટર પ્રદિપ શર્મા તત્કાલીન નિવાસી કલેકટર તથા બિલ્ડર સંજય શાહ સામે ફરીયાદ નોંધાયા બાદ સંજય શાહ તથા પ્રદિપ શર્માની ધરપકડ કરી ભુજ કોર્ટમાંથી બે દિવસના રીમાન્ડ લેવાયા હતા જે આજે પુર્ણ થતા બન્નેને કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં પ્રદિપ શર્માને ફરી એક વાર પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે કેસની ગંભીરતાને ધ્યાને લેતા ખ્યાતનામ બિલ્ડર સંજય શાહના વધુ રીમાન્ડની માંગ કરાઇ હતી. જે કોર્ટે ગાહ્ય રાખી વધુ 4 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. આ કેસમાં સંજય શાહ સિવાય નિવાસી કલેકટર સહિત કોની સંડોવણી છે તથા દસ્તાવેજને લગતા મહત્વના સવાલો હજુ વણઉકેલાયા હોય તે સહિતની તપાસ બાકી છે ત્યારે આજે કોર્ટમાં સંજય શાહના વધુ રીમાન્ડ મંગાયા હતા. કોર્ટે 29 તારીખના 11 વાગ્યા સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે.
કોર્ટમાં વિવાદીત નિવેદનથી હોબાળો
આજે સાંજે 4 વાગ્યે પ્રદિપ શર્મા તથા સંજય શાહના રીમાન્ડ પુર્ણ થતા તેને ફરી ભુજની ખાસ એસ.એમ.કાનાબારની કોર્ટમાં રજુ કરાયા હતા. જો કે સંજય શાહના ફરી રીમાન્ડ માંગવા મામલે બચાવ પક્ષના વકીલે પાકિસ્તાની ન્યાય વ્યવસ્થાને સરખાવતા વિવાદીત શબદોનો પ્રયોગ કરતા કોર્ટે કેસ ચલાવવાનો ઇન્કાર કર્યો હતો. ન્યાય પાલિકામા આ પ્રકારના શબ્દ પ્રયોગ બાદ ઉભા થયેલા વિવાદનો મામલો ઉપર સુધી પહોચ્યો હતો અને વિવાદીત નિવેદન મામલે બચાવ પક્ષના વકિલે માફી માંગ્યા બાદ મામલો અન્ય કોર્ટમાં ચલાવાયો હતો. જ્યા કોર્ટે સંજય શાહના 29 તારીખ સુધીના વધુ રીમાન્ડ મંજુર કર્યા હતા. જો કે કોર્ટમાં થયેલી આ પ્રકારની ટીપ્પણીનો મામલો વકિલ આલમ સહિત ચર્ચાનો વિષય બન્યો હતો
સંજય શાહનો તપાસમાં સહકાર નહી
શુક્રવારે મોડી રાત્રે સંજય શાહની ધરપકડ બાદ તેને ભુજ લવાયા હતા અને કોર્ટમાંથી તેના બે દિવસના રીમાન્ડ મેળવાયા હતા જો કે અત્યાર સુધીની તપાસમાં તે સહકાર ન આપતા હોવાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. જેમા ખાસ તો જમીનના દસ્તાવેજો ક્યા છે.? જમીનના પ્લોટ પાડી વહેચાયા છે તો કોને વહેંચાયા છે?. કઇ રીતે અને કોની મદદથી આ જમીન મંજુર કરાવી? આવા તમામ બાબતોના પ્રશ્ર્નોના તે યોગ્ય જવાબ આપાતા નથી જો કે તપાસમાં આ તમામ સવાલોના જવાબ મેળવવા અગત્યના હોય આજે તેના વધુ રીમાન્ડ મંગાયા હતા જે મંજુર કરાયા છે દરમ્યાન કેસમાં મહત્વની કડીઓ મેળવવા પ્રયત્નો કરાશે અત્રે નોંધનીય છે કે અત્યાર સુધી સરકારના મહત્વના પ્રોજેક્ટમા સંજય શાહના અનેક કામો ચાલતા હતા જો કે અચાનક દોઢ દાયકા જુના કેસમાં તેની સંડોવણી ખુલતા કેસની ચર્ચા કચ્છથી લઇ ગાંધીનગર સુધી છે. જો કે હવે જોવુ અગત્યનુ રહેશે કે રીમાન્ડ દરમ્યાન મોટા બિલ્ડર પાસેથી તપાસ એજન્સી કેવી માહિતી કઢાવી શકે છે.