ઉદ્યોગ,પ્રવાસન અને સ્થાનીક 120 જેટલા ગામોની અવરજવર માટે મહત્વનો એવો રૂદ્રમાતા પુલ ભારે વાહનો માટે બંધ કરાતા અનેક ગામો અને લોકોને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે એ સમસ્યા ઉકેલાય તે પહેલા વધુ એક બ્રીજ પર મસમોટા ગાબડા પડતા આગામી દિવસોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જો કે રસ્તા પર પડેલા ગાબડાની જે તસ્વીરો સામે આવી છે તે ચોક્કસ નેશનલ હાઇવે દ્રારા બનાવાયેલ રોડના કામની ગુણવત્તા સામે સવાલો ઉભા કરે છે. હજુ દોઢ વર્ષ પહેલાજ આ પુલ બનાવાયો હતો. વાત છે વેકરીયા રણ નજીક આવેલા પુલની કે જે આજે જર્જરીત બન્યો હતો અને રસ્તાની વચ્ચેજ મોટુ ગાબળુ પડતા સળીયા દેખાવા મંડ્યા હતા જો કે સ્થાનીક પોલિસ તથા તંત્ર દ્રાર રસ્તા પર બેરીકેટ મુકી સલામતી પુર્વક વાહનો પસાર કરવાની તજવીજ હાથ ધરાઇ હતી
સી.બી.આઇ તપાસની માંગ
જે પુલ જર્જરીત બન્યો છે તે હજુ એક વર્ષ પહેલાજ બન્યો હતો. જો કે એક વર્ષ પહેલા બનેલા આ રસ્તાની ગુણવત્તા સામે અગાઉ પણ સવાલો ઉઠ્યા હતા અને રોડ બન્યાના થોડા દિવસમાંજ ખાવડા નજીક રસ્તો બિસ્સાર બન્યો હતો તો ઓવરલોડ વાહનોને કારણે રસ્તો અનેક જગ્યાએ બેસી ગયો હતો. ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન વિરમ આહિરે અગાઉ કરેલી અરજીનો ઉલ્લેખ કરી સમગ્ર રસ્તાના કામની CBI દ્રારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. 1-11-2022 ના પત્રને ટાંકી વિરમ આહિરે જણાવ્યુ હતુ કે અનીશ ઇન્ફ્રા કોન ઇન્ડીયા પ્રા.લી દ્રારા થયેલ ભષ્ટ્રાચાર અગે અગાઉ મે તપાસની માંગણી કરી હતી અને રોડના કામની ગુણવત્તા નબળી હોવાનુ લેખીત સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધીઓને પણ જણાવ્યુ હતુ પરંતુ તે તપાસ થઇ નથી અને આજે પુલમાં ગાબળા પડ્યા ત્યારે ખરેખર આવા કામની તપાસ થવી જોઇએ
સંભવત રસ્તાની મરામંત કરી ટુંક સમયમાં રસ્તો ફરી શરૂ થઇ જશે પરંતુ થોડા વર્ષ પહેલાજ બનેલા રસ્તાની આવી સ્થિતી થઇ જતા ચોક્કસથી કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થાય છે. ત્યારે સ્થાનીક લોકોએ પણ અહીથી પસાર થતા ગેરકાયેદસેર ઓવરલોડ વાહનો સાથે નબળુ કામ કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે. તો રૂદ્રામાતા પુલ બંધ થવાની વૈકલ્પીક શરૂ થયેલા રસ્તા પર ટ્રાફીકજામ સાથે સ્થાનીક ગ્રામજનો અને ટ્રકચાલકો વચ્ચે ધર્ષણના બનાવો પણ વધુ રહ્યા છે.