Home Social ઇતિહાસમાં પહેલી વાર કચ્છમાં કોગ્રેસ સત્તા વિહોણુ લખપત-અબડાસા ભાજપે આંચકી

ઇતિહાસમાં પહેલી વાર કચ્છમાં કોગ્રેસ સત્તા વિહોણુ લખપત-અબડાસા ભાજપે આંચકી

1361
SHARE
હજુ બે દાયકા પહેલાનીજ વાત છે કચ્છમાં કોગ્રેસનો દબદબો હતો. ધારાસભ્ય હોય કે તાલુકા-જીલ્લા પંચાયત કોગ્રેસ બાજી મારતી હતી જો કે ભાજપે ધીમેધીમે મજબુત સંગઠન,રાજકીય કુનેહ અને તમામ રીતે કોગ્રેસને પરાસ્ત કરી આજે કચ્છના રાજકીય ઇતિહાસમાં ક્યારેય ન થયુ હોય તેવુ કરી બતાવ્યુ છે. સ્થાનીક સ્વરાજથી લઇ સંસદ સુધી કોઇ જગ્યાએ કોગ્રેસ સત્તામાં ન હોય તેવુ પ્રથમવાર બન્યુ છે. આમતો રાજકીય તોડજોડ માત્ર સ્થાનીક સ્વરાજમાં નહી ધારાસભ્ય સુધી ભાજપે કરી છે. પરંતુ આજે બે તાલુકા પંચાયત આંચકી ભાજપે કોગ્રેસને તમામ જગ્યાએ સત્તા વિમુખ કરી નાંખી છે. સ્થાનીક નેતાઓથી લઇ કોગ્રેસના હાઇ કમાન્ડમાંથી નેતાઓ આ મામલાના ઉકેલ માટે આવ્યા હતા પરંતુ આજે ભાજપે જે ધાર્યુ હતુ તેજ થયુ કચ્છના રાજકીય ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે
અને લખપત-અબડાસા પર ભગવો
રાજકીય હોદ્દો મેળવવા અને પાર્ટીથી નારાજ કેટલાક કાર્યક્રરો ભાજપને સમર્થન કરે તેવી વાત આમતો લાંબા સમયથી અંદર ચર્ચાતી હતી પરંતુ કદાચ કોગ્રેસ તેને પામવામાં થાપ ખાઇ ગઇ અને જ્યારે ડેમેજ કન્ટ્રોલ કરવાનુ આવ્યુ ત્યારે કોગ્રેસથી તે શક્ય ન બન્યુ કોગ્રેસ લખપતના બે સભ્ય દિનેશ સથવારા,તથા ભાડરા સીટના સભ્ય બચીબેન ખેંગાર રબારીએ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ. તો અબડાસાના મહાવીરસિંહ જાડેજા તથા પુરબાઇ અબ્બાસ માંજોઠીયા એ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ. તો કોગ્રેસના સભ્ય શિવજી મહેશ્ર્વરી પ્રક્રિયા દરમ્યાન ગેરહાજર રહ્યા હતા. જેને કારણે ભાજપે બાકી રહેતી બે પંચાયત પર પણ સત્તા મેળવી હતી.જીત બાદ કાર્યક્રરોમાં ભારે ઉત્સાહ હતો
કોગ્રેસી સભ્ય ચર્ચામા આવ્યા
એક તરફ કોગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા સાથે કચ્છમાં પોતાનુ સત્તામા અસ્તિત્વ ટકાવવા માટે ઝુઝુમી રહી હતી ત્યારે આજે કોગ્રેસના એક પીઢ આગેવાન કિશોરસિંહ જાડેજા અબડાસામાં જીત બાદ નિકળેલા વિજય સરધસ દરમ્યાન પૈસા ઉડાડતા નજરે પડ્યા હતા બની શકે કે કોગ્રેસના પુર્વ સાથી સભ્ય અને સમાજના લીધે તેઓ આ પ્રક્રિયામા જોડાયા હોય પરંતુ સોસીયલ મિડીયામાં કોગ્રેસી આગેવાનની ભારે ટીકા થઇ હતી જો કે ભુતકાળમાં કિશોરસિંહ ભાજપ-કોગ્રેસના આવા રાજકીય સમીકરણો સમયે હમેંશા ચર્ચામા રહે છે. આજે પૈસા ઉડાડતા ફોટો સાથે ભાજપના ઓપરેશનમાં કિશોરસિંહની ભુમીકા અંગે સોસીયલ મિડીયામાં સવાલો ઉભા કરતી કેટલીક પોસ્ટ ફરતી થઇ હતી.
ઓપરેશનનો યસ ખાટવા પ્રયાસ
સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓમાં પક્ષના વડાને આવી રાજકીય સિધ્ધીના સહભાગી ગણાવાતા હોય છે. તેમ જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ આ કામગીરી માટેના પ્રથમ શ્રેયી છે. પરંતુ લખપત-અબડાસાના સ્થાનીક આગેવાનો સાથે ભાજપના વર્તમાન ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ આ બન્ને તાલુકા પંચાયત કોગ્રેસ પાસેથી આંચકવામાં મુખ્ય ભુમીકા ભજવી હતી. જો કે કેટલાક નેતાઓએ જાણે પોતે ઓપરેશન પાર પાડ્યુ હોય તેવા ફોટા આ વિડીયો ઇરાદાપુર્વક વાયરલ કર્યા હોવાની ચર્યા ભાજપમાં સાંભળવા મળી હતી તેમાય લખપત સીટ ભાજપે અંકે કરી ત્યારે હાજર કેટલાક જીલ્લા કક્ષાના નેતાઓએ પોતે ઓપરેશન પાર પાડ્યુ હોય તેમ જસ ખાટવા પ્રયત્નો કર્યા હોવાની ચર્ચા ભાજપમાં સાંભળવા મળી હતી.
કોગ્રેસને આત્મમંથન કરવાની જરૂર
આમતો રાષ્ટ્રીય અને રાજ્ય લેવલે કોગ્રેસના ધણા લોકો ભગવો પહેલી રહ્યા છે. અને ધણી જગ્યાએ કોગ્રેસે વર્ષો સત્તા ભોગવી તે ગુમાવી રહ્યુ છે ત્યારે કચ્છમાં બે તાલુકા પંચાયત જાય તે બાબત આમતો સામાન્ય છે. પરંતુ સત્તા જાળવી શકવી એ ક્યાક નબળી વહીવટી સુજનો એક નમુનો છે. કદાચ તેના માટે જીલ્લા પ્રમુખને જવાબદાર ન ઠેરવી શકાય પરંતુ સંગઠનમાં કોગ્રેસના ફેરફાર કરવાની જરૂર છે તે સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. આમતો કોગ્રેસમાં લાંબા સમયથી આગેવાન થઇ બેઠેલા નેતાઓને બદલી નવાને તક આપવાની તથા જીલ્લા પ્રમુખ બદલવા સુધીની વાતો પ્રદેશકક્ષાએ પહોંચી છે. ત્યારે હવે જ્યારે કોગ્રેસને કાઇ કચ્છમાં ગુમાવવાનુ નથી ત્યારે આગામી લોકસભાને ધ્યાને રાખી પાર્ટીમાં જવો જોશ ભરવાનો કોગ્રેસ સામે પડકાર છે.
છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો કોગ્રેસના સંગઠન કરતા વ્યક્તિગત પ્રતિભાને કારણે કોગ્રેસને જીત મળી છે. પરંતુ સંગઠન સાથે કોગ્રેસે જીત મેળવી હોય તેવા દાખલા ઓછા છે જો કે આશા રાખીએ કે તમામ જગ્યાએથી સત્તા ગુમાવ્યા બાદ પણ કોગ્રેસ પ્રજાના પ્રશ્ર્નો બાબતે સક્રિય રહે….