Home Social શુ બુધવારે કચ્છ કોંગ્રેસ બે પંચાયતો ગુમાવશે? જાણો ચર્ચીત મુદ્દા પર બન્ને...

શુ બુધવારે કચ્છ કોંગ્રેસ બે પંચાયતો ગુમાવશે? જાણો ચર્ચીત મુદ્દા પર બન્ને પાર્ટીએ શુ કહ્યુ

2073
SHARE
તાજેતરમાંજ યોજાયેલી ધારાસભ્યની ચુંટણીમાં કચ્છ કોગ્રેસ પાસે રહેલી એકમાત્ર રાપર વિધાનસભા બેઠક આંચકી ભાજપે કચ્છમાંથી કોગ્રેસના વિધાનસભામાં સુપડા સાફ કરી નાંખ્યા હતા. કોગ્રેસ પાસે 4 બેઠકો જીતવાની તકના દાવા વિધાનસભા ચુંટણી વખતે થતા હતા પરંતુ ભાજપે તે શક્ય બનવા દીધુ ન હતુ. તો સ્થાનીક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં કરછમાં ભાજપે સપાટો બોલાવ્યો હતો પરંતુ આ કેસરિયા માહોલ વચ્ચે પણ પશ્ચિમ કરછના સરહદી વિસ્તાર અબડાસા અને લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સતા મેળવી પોતાને સત્તામાં જીવંત રાખી હતી. પણ હવે જયારે સ્વરાજ સંસ્થાઓમાં અઢી વરસ પછી નવા સુકાનીઓ પસંદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસનો આંતરિક ક્લેહ કહો કે, અસંતોષ ગણો પણ બંન્ને તાલુકા પંચાયતની સતા ખોવાનો વારો બે દિવસમાં આવે તેવુ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યુ છે. આ અંગે સોસીયલ મીડિયામા અનેક મેસેજ પણ વહેતા થયા છે. વાત અબડાસાની કરીએ તો હાલ કોંગ્રેસના ૧૦ અને ભાજપના ૮ સભ્યો છે, આ પૈકી બે કે તેથી વધુ સભ્યો ભાજ૫ને સમર્થન આપે કે પછી બુધવારે પ્રમુખ વરણી સમયે ગેરહાજર રહે તેવી પ્રબળ સંભાવના જોવાઇ રહી છે. જો કે કોગ્રેસના સીનીયર આગેવાનો આ ડેમેજકન્ટ્રોલ કરવા માટે ખાસ આવ્યા હોવાની ચર્ચા છે. જ્યારે લખપત તાલુકા પંચાયતમાં ૧૬ પૈકી ૯ કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા છે અને ભાજપના ૭ પરંતુ નવા સુકાનીની વરણી પહેલાં જ ત્રણ સભ્યો કોઇ નવા જુની કરે તો નવાઇ નહી અને જો આમ થાય તો કોંગ્રેસ પાસે માત્ર ૬ નું સંખ્યાબળ રહે તેવી પરિસ્થિતી નિર્માણ પામી શકે છે. આ જોતાં બુધવાર તા. ૧૩મી એ કચ્છ કોંગ્રેસ સત્તામુક્ત બનવાની વાતો સોસીયલ મિડીયામાં વહેતી થઇ છે
ભાજપ કોગ્રેસના પક્ષપ્રમુખે જાણો શુ કહ્યુ 
જો કે કોગ્રેસના જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાને આ અંગે પુછાતા તેઓએ તમા્મ વાતો અફવા હોવાનુ જણાવી જે નાની-મોટી મુશ્કેલી કે પ્રશ્ર્નો છે તે સાંભળવા 3 નેતાઓ કચ્છ આવ્યા છે. અને તેઓ બન્ને તાલુકા પંચાયત જાળવી જશે આજે દિવસભર ઇમરાન ખેડાવાલા,ગ્યાસુદીન શેખ,નુસરત પંજાએ વિવિધ જગ્યાએ બેઠકો કરી હતી. બીજી તરફ જાણકારો અને રાજકીય પાર્ટીઓમાં ચર્ચા છે કે ધારાસભ્ય ને કોગ્રેસમાંથી ભાજપમાં સમાવનાર શુ બે તાલુકા પંચાયતમાં પરિવર્તન ન લાવી શકે? જો કે સોસીયલ મિડીયામાં ફરી રહેલી વાતો અંગે જ્યારે જીલ્લા ભાજપના પ્રમુખ દેવજી વરચંદને પુછવામા આવ્યુ ત્યારે તેઓએ આ તમામ વાતોને નકારી ભાજપ તરફથી આવી કોઇ કાર્યવાહી ન થતી હોવાનુ કહી અફવાઓનુ ખંડન કર્યુ હતુ. અને જીલ્લા ભાજપ સુધી આવી કોઇ વાત પહોંચી ન હોવાનુ કહ્યુ હતુ. જો કે 13 તારીખ હવે નજીક જ છે ત્યારે અબડાસા અને લખપતમા શુ નવાજુની થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.