બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથલીયા તથા સાગ૨ બાગમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ દ્વારા જીલ્લામાં SAFE KUTCH EAST CAMPAIGN અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓ.પી/બીટ વાઈઝ વધુ ભીડભાડ વાળા અને વધુ અવર જવર વાળા વિસ્તારમાં નાગરીકો સરળતાથી જોઇ શકે એ રીતે સજેશન બોક્ષ મુકવામાં આવ્યા હતા જે આધારે પોલિસની મહત્વની સફળતા મળી છે. પોલિસ દ્રારા ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ ચોકમાં, આમરડી ગામમાં, વોંધ ગામમાં તેમજ ચોબારી ઓ.પી ના ખારોઈ ગામના ત્રણ રસ્તા પર સજેશન બોક્ષ મુકવામાં આવેલ અને ગઇ કાલ તા.૨૯/૦૯/૨૦૨૩ ના રોજ ખારોઈ ગામના ત્રણ રસ્તા પર મુકેલ સજેશન બોક્ષમાં ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.જી.ખાંભલા નાઓ દ્વારા ખોલવામાં આવ્યુ હતુ. અને તેમાં એક જાગ્રુત નાગરીક દ્વારા લખેલ એક ચીઠી મળી આવેલ જે ખોલી વાંચતા તેમાં રમેશ વેલા કોલી રહે માય તા ભચાઉ વાળો દેશી દારૂનો ધંધો કરે છે.અને તેની પાસે બંદુક રાખે છે.તેવું સજેશન મળતાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે પો.સ.ઈ ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફે રમેશ વેલા કોલી રહે માય તા ભચાઉ વાળાના ઘરે જઇ ઝડતી તપાસ કરતાં તેના કબ્જાના રહેણાંક મકાનમાંથી દેશીદારૂ લીટ૨ ૧૦/- તેમજ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ ૦૨ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૨૦૦/- મળી આવેલ સાથે ઝીણવટપૂર્વક તપાસ કરતાં બાથરૂમ પાસેની જમીન શંકાસ્પદ લાગતાં જમીનમા ખાડો ખોદી ચેક કરતાં ખાડામાંથી દેશીહાથ બનાવટની નાળ વાળી બંદુક નંગ ૦૨ મળી આવી હતી. પડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા કલમ ૬૫(એ)(એ) ( એફ) ૧૧૬(બી) ૮૧ મુજબ તથા આર્મ એક્ટ ક્લમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાંચના કેસમાં ચાર વર્ષ કેદની સજા
વર્ષ 2015ના લાંચ કેસમાં ગઢશીસા પોલિસ મથકના બે કર્મચારીને ભુજ કોર્ટે 4 વર્ષ કેદની સજા ફટકારી છે. બનાવની વિગતે વાત કરીએ તો ગઈ તારીખ ૦૧/૦૯/૨૦૧૫ ફરીયાદીના રહેણાંક મકાન પર રેડ કરી પ્રોહીબીશનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે ફરિયાદીને રજૂ થઈ જવા અને મારઝૂડ નહીં કરી, લોકઅપમાં નહીં રાખી, હેરાન પરેશાન નહીં કરી, જલ્દીથી જામીન ઉપર છોડી મૂકવાની આવેજીમાં રૂ.૫૦૦૦/- વહેવાર પેટે ફરિયાદી સાથે તેમના મોબાઈલ ફોન ઉપર અવાર નવાર વાતચીત કરી ગેરકાયદેસર લાંચની માંગણી કરાઇ હતી , જે અનુસંધાને કચ્છ પશ્ચિમ એ.સી.બી.પો.સ્ટે., ભુજનાઓ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ની કલમ ૭, ૧૨, ૧૩(૧)(ઘ) મુજબનો ગુન્હો દાખલ કરેલ અને તપાસના અંતે પૂર્ત પુરાવાઓ હોય નામદાર અદાલત સમક્ષ ચાર્જશીટ કરેલ આ કેસ ભુજ(કચ્છ)ના નામદાર આઠમા અધિક સેસન્સ જજ એસ.એમ.કાનાબાર ની અદાલત સમક્ષ ચાલ્યો હતો જેમાં પ્રોસીક્યુશન તરફે ૫૮ દસ્તાવેજી પુરાવાઓ તથા ૦૬ સાક્ષી તપાસેલ આ કામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમ ૭, ૧૨, ૧૩(૧)(ઘ) મુજબ ગુનો સાબિત થતાં ૧) દામજી પચાણ વીઝોડા–અનાર્મ પોલીસ હેડ કોન્સટેબલ૨) હસમુખસિંહ રણજીતસિંહ જાડેજા –અનાર્મ પોલીસ કોન્સટેબલ ને ચાર વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૬,૦૦૦/- ના દંડનો હુકમ કરવામાં આવ્યો છે. અને જો દંડ ના ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો છે. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે એ.સી.બી. કાયદાના સરકારી વકીલ એચ.બી.જાડેજા એ હાજર રહી સાક્ષી તપાસેલ અને દલીલ કરી હતી.