Home Social દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામમાં અવરોધ દુર કરવા ખેડુતો લડી લેવાના મુડમાં...

દુધઈ સબ બ્રાન્ચ કેનાલના કામમાં અવરોધ દુર કરવા ખેડુતો લડી લેવાના મુડમાં !

903
SHARE
દુધઇ સબબ્રાન્ચ કેનાલના નક્કી થયેલા કામોમાં અંસતોષ વ્યક્ત કરી ખેડુતોએ લાંબી લડાઇ કરી કેનાલ બનાવવા માટેની માંગણી સંતોષાવી હતી જો કે ત્યાર બાદ તેનુ કામ લાંબા સમયથી આગળ ન વધતા ફરી ખેડુતો સક્રિય થયા છે. જે મામલે ખેડુતોએ મહિનાના આખરી દિવસે સાંસદ વિનોદ ચાવડા,ધારાસભ્ય કેશુ પટેલ, ત્રિકમ છાંગા સહિત કલેક્ટર સાથે સંકલન કરીને એક મિટિંગનું આયોજન કર્યુ હતુ. જેમાં નર્મદા નિગમના અધિકારીઓ પણ જોડાયા હતા મિટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અબડાસા ધારાસભ્ય પધુમનસિંહ જાડેજા કિસાન સંઘ જિલ્લાના પ્રમુખ શિવજી બરડીયા,પ્રદેશ ઉપપ્રમુખ શામજી મયાત્રા, જિલ્લા મંત્રી વાલજી લીંબાણી ,સહમંત્રી ભીમજી કેરાસીયા ઉપપ્રમુખ રામજી કારા જિલ્લા સદસ્ય શિવદાસ પટેલ જિલ્લાના વાલી કરમણ ગાગલ ભુજ તાલુકા પ્રમુખ કાનજી કેરાસીયા ની હાજરીમાં દુધઈ કેનાલની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં વારંવાર ટેન્ડર પ્રક્રિયા શા માટે લંબાવવામાં આવે છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કિસાન સંઘના હોદ્દેદાર દ્વારા ધારદાર રજૂઆત બેઠકમાં કરાઇ હતી.સાથે નિગમના ડાયરેક્ટર વ્યાસ સાથે ધારાસભ્યો-ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા ટેલિફોનિક વાતચીત કરાઇ હતી. જેમાં ચાર પાંચ દિવસની અંદર કચ્છમાં બેઠક બોલાવીને નિગમના સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને ઉકેલ લાવવાની ચર્ચા કરાઇ હતી. ને કરછ કલેક્ટર, ભાજપ પ્રમુખ દેવજી વરચંદ‌,સાંસદ,ધારાસભ્યઓ દ્વારા આ પ્રશ્ર્નનો સુખદ અંત આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી જો કે બેઠક બાદ કિસાન સંઘ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે જો સુખદ ઉકેલ નહી આવે તો ટૂંક સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે ભારતીય કિસાન સંઘ હમેશા સકારાત્મમાં માને છે પણ કચ્છના ખેડૂતો સાથે રમત રમવામાં આવશે અથવા એમના હકના પાણી ઉપર તરાપ મારવામાં આવશે તો ક્યારે ચલાવી લેવામાં આવશે નહી જેથી ટુંક સમયમાં મામલો નહી ઉકેલાયો તો સંપૂર્ણ કચ્છના ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.