વ્યજખોરીના દુષણ સમાજમાં એટલુ ફેલાઇ ગચુ છે કે તેના માટે પોલીસની ખાંસ ઝુંબેસ છંતા તે અટકવાનુ નામ લેતા નથી અને તેમાં મુખ્ય કારણ છે કે ફરીયાદી ડરમા ફરીયાદ કરવા આગળ આવતા નથી અગાઉ પુર્વ-પચ્છિમ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમા પોલીસે ખાસ ઝુંબેસ શરૂ કરી લોક દરબાર સહિતના ખાસ કાર્યક્રમો આયોજીત કર્યા હતા. જો કે વ્યજખોરીના પગલે કોઇ મોટી ધટના બને ત્યારે સામાન્ય ત આવી સામુહીક કાર્યવાહી થતી હોય છે જો કે તાજેતરમાં પુર્વ કચ્છ પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજાર-ભચાઉના ત્રણ વ્યાજખોર સામે કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ હવે સ્થાનીક ભચાઉ પોલીસ પણ આગળ આવી છે. અને કોઇ ફરીયાદ વગર બાતમીના આધારે વ્યાજે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા 3 શખ્સો સામે કાર્યવાહી કરી છે. જીલ્લા પોલીસવડા સાગર બાગમારની સુચના મુજબ કાર્યવાહી માટે સક્રિય છે ત્યારે ભચાઉ પી.આઇ એસ.જી.ખાંભલાની આગેવાનીમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે હકીકત મળેલ કે (૧) નિશારઅહમદ અયુબ હાલે રહે મકાન નં-૧૧ અંબાજીનગ૨ વર્ષામેડી તા.અંજાર મુળ રહે ગુડલુર તા.જી.નીલગીરીસ તમીલનાડુ તથા (૨) કિરૂબાકરન રવિચંદ્રન હાલે રહે પાણીના ટાંકા પાસે સુંદરપુરી ગાંધાધામ મુળ રહે દિંડકલ તા.જી વેમ્બરપટ્ટી તમીલનાડુ તથા (૩) શેખ ફરીદ મહંમદ ઈસ્માઈલ હાલે રહે પાણીના ટાંકા પાસે સુંદરપુરી ગાંધીધામ મુળ રહે પલ્લાપટ્ટી તા.જી કરૂર તમીલનાડુ ના 3 શખ્સો નાણા ધીરનારનું લાયસન્સ મેળવ્યા વગર વ્યાજ વટાવનો ધંધો કરે છે છુટક મજુરી કરતા નાના ગરીબ માણસો તથા છુટક વેપાર કરતા વેપારીઓ તથા રીક્ષાચાલક તેમજ રેડી વાળાઓને જરૂરીયાતમંદ લેણદારોને ડાયરી પર રૂપિયા આપી ખુબ જ ઉંચુ વ્યાજ વસુલ કરે છે અને માથાભારે હોઇ કોઇ લેણદાર ફરીયાદ કરતા ન હોઈ અને જે હાલે જુના બસ સ્ટેશન પાસે બપોરના સમયે ઉઘરાણી કરે છે.અને હાલે તે કોઇ માણસ સાથે વાતચીત કરી રહેલ છે જે બાતમી આધારે જગ્યાએ જઈ ત્રણેય શખ્સોને ઝડપી પાડ્યા હતા.તેની પાસેથી મળી આવેલ ડાયરી બાબતે પુછપરછ કરતાં જાણવા મળ્યુ હતુ કે ત્રણે શખ્સોના શેઠ મુસ્તાક અલી અનમ રહે નહેરૂ પાર્કની સામે ભારતનગર ગાંધીધામ વાળો જરૂરીયતમંદ લેણદારોને ઉંચા વ્યાજે ડાયરી પર ધીરાણ આપે છે અને ત્રણેયને તેની ઉઘરાણી કરવા માટે પગાર આપી મોકલે છે. વ્યાજખોરીના ચક્રમાં ફસાઇ આપધાત કર્યા સુધીના બનાવો પણ ભુતકાળમાં બન્યા છે. જો કે પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે પરંતુ હજુ આવા અનેક લોકો છે જે વ્યાજના ચક્રમાં ફસાયેલા છે ત્યારે પોલિસ ફરીયાદી બની આવા કિસ્સા હજુ ઉજાગર કરે.