તાજેતરમાંજ રાજ્યની સાથે કચ્છમાં સ્થાનીક પાલિકા-પંચાયત ના નવા હોદ્દેદારોની વરણી માટેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં પહેલાથીજ કોગ્રેસ લખપત-અબડાસા તાલુકા પંચાચય ગુમાવશે તેવો વર્તારો હતો. કોગ્રેસના પ્રદેશ આગેવાનોના પ્રયત્ન છંતા નારાજ કોગ્રેસી સભ્યો માન્યા ન હતા અને અંતે કોગ્રેસને કચ્છમાંથી સત્તા વિમુખ થવુ પડ્યુ હતુ હવે કોગ્રેસ પાસે સ્થાનીક પાલિકા-પંચાયતમાં ક્યાક સત્તા નથી જો કે ધટનાના આટલા દિવસો બાદ હવે કોગ્રેસે અબડાસા-લખપતમાં પક્ષવિરોધ્ધી પ્રવૃતિ કરવા બદલ 5 લોકોને પદ્દ પરથી સસ્પેન્ડ કર્યા છે. ટુંક સમયમાં તમામ સભ્યો સામે પક્ષાતંર ધારા બેઠળ કાર્યવાહી કરી પ્રાથમીક સભ્ય પદ્દ પર રદ્દ કરાશે તેવુ જીલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યુ છે કોગ્રેસે લખપતના બે જ્યારે અબડાસાના 3 સભ્યો સામે કાર્યવાહી કરી છે. જેમાં લખપતમાંદિનેશ સથવારા,તથા ભચી ખેંગાર રબારી જ્યારે અબડાસામાં શિવજી કાનજી મહેશ્ર્વરી, મહાવીરસિંહ રમુભા જાડેજા તથા હુરભાઇ અબ્બાસ માંજોઠીનો સમાવેશ થાય છે. ભાજપ કોગ્રેસમાં બળવો કરનાર મહાવિરસિંહ જાડેજા સહિતના લોકોને હોદ્દો પણ આપ્યો છે. પ્રદેશકક્ષાએથી થયેલી કાર્યવાહીને સ્થાનીક કોગ્રેસીઓએ આવકારી હતી. અને ત્વરીત વધુ કડક કાર્યવાહી થાય તેવી લાગણી દર્શાવી હતી. તેવુ કોગ્રેસના ગનીકુંભારે યાદીમાં જણાવ્યુ હતુ. જો કે કોગ્રેસે કાર્યવાહી ભલે કરી પરંતુ આંતરીક જુથ્થવાદ અને કાર્યક્રરોના મનની વાત ન જાણી શકનાર કોગ્રેસ પાસે કચ્છમાં માત્ર બે તાલુકા પંચાયત જ હતી. જે પણ ગુમવાવી પડી હતી કચ્છમાં કોગ્રેસ સત્તામુક્ત બની હતી. જે કચ્છના રાજકીય ઇતિહાસની મોટી ધટના છે.
ભાજપના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા
મુંદરા તાલુકા ના લાખાપર ગામમાં
આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ પ્રમુખ સંજય બાપટની અધ્યક્ષતા સભા યોજવામાં આવી હતી જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હોવાનો દાવો કરાયો છે. આ પ્રસંગે ભાજપના કાર્યકર્તાઓ રણછોડજી. ડી જાડેજા, દેવેન્દ્રસિંહ.એમ મોખા, પ્રવીણભાઈ ઠાકર, ખેતસી એમ મહેશ્વરી, વર્યા અબ્દુલ સતાર,પૃથ્વીસિંહ મોખા,મોસીન ખલીફા, નિલેશ મેઘજી ધેડા, કરણસિંહ જાડેજા, કરણસિંહ સોઢા, મનોજ મહેશ્વરી, રાજેન્દ્રસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા અને આવનાર પેઢીને જવાબ આપી શકાય એ માટે આમ આદમીમાં જોડાયા હોવાનુ યાદીમાં જણાવ્યુ હતુ.