Home Crime રાપરમાં ધોળા દિવસે લૂંટ ! પેટ્રોલપંપ કર્મચારી પાસેથી 12 લાખની લૂંટ કરી...

રાપરમાં ધોળા દિવસે લૂંટ ! પેટ્રોલપંપ કર્મચારી પાસેથી 12 લાખની લૂંટ કરી લુંટારૂ ફરાર

3792
SHARE
રાપરમાં રૂ. 12.79 લાખની લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વાગડ પંથકમાં ચકચાર ફેલાઇ છે. રાપરના મોરબીયા પેટ્રોલ પમ્પના બે કર્મીઓ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી લૂંટારુઓ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા છે બનાવ આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ બન્યો હતો. રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખથી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ કરી બે અજાણ્યા બુકાનીધારી શખ્સો ફરાર થઇ ગયા છે. જો કે સી.સી.ટી.વી ફુટેજમાં બન્ને શંકાસ્પદો દેખાતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આરંભી હતી. પેટ્રોલપંપ પર કામ કરતા લાલુભા દોલુભા જાડેજા નામનો યુવાન પર ત્રણ રસ્તા નજીકના સ્મશાન રોડ પાસેથી જઇ રહ્યો હતો ત્યારે આ ધટનાને અંજામ અપાયો હતો. લાલુભા દોલુભા જાડેજા પંપના પૈસા બેંકમા જમા કરવવા માટે નિકળ્યા હતા પરંતુ અજાણ્યા શખ્સોએ છરી વડે ઇજા પહોંચાડી તેની પાસેથી લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.ધટનાની જાણ થતાં ડીવાયએસપી સાગર સાબડા એલ.સી.બી પી.આઈ એન.એન.ચુડાસમા રાપર પી.આઈ વી.કે,ગઢવી,આડેસર પી.એસ.આઈ બી.જી.રાવલ સહિત સ્ટાફ તપાસ, માટે દોડી આવ્યો હતો. હાલ પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ માટે લુંટ થઇ તેની આસપાસ ના સીસીટીવી કેમેરા ની તપાસ હાથ ધરી લુંટારૂ સુધી પહોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.લુંટને અંજામ આપનાર બે શંકાસ્પદ વ્યક્તિ કેમેરામાં કેદ પણ થયો છે. સાથે પેટ્રોલપંપના અન્ય કર્મચારી સહિતના લોકોની પુછપરછ પણ પોલીસ દ્રારા શરૂ કરવામા આવી છે.