Home Current સંધર્ષ અને મંગળમય વિજય…અંતે 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજુરો બહાર આવ્યા.

સંધર્ષ અને મંગળમય વિજય…અંતે 17 દિવસથી ટનલમાં ફસાયેલા 41 મજુરો બહાર આવ્યા.

981
SHARE
12 નવેમ્બરથી ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં ફસાયેલા 41 મજૂરને બહાર કાઢવાની કામગીરી અંતે સફળ રહી છે 17 દિવસ સુધી સતત અલગ-અલગ ટીમોએ કામ કરી આજે મજુરોને બહાર લાવવામા સફળતા મળી છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ તમામ 41 કામદારોને બહાર કાઢી લેવાયા છે. બચાવ માટે ટનલમાં નાખવામાં આવેલી પાઇપ કામદારો સુધી પહોંચી હતી અને ત્યાર બાદ NDRFની ટીમ આગળ બે મીટર સુધી પાઈપ નાંખી હતી અને મજુરો સુધી પહોચ્યા હતા. ધીમેધીમે 17 દિવસથી ફસાયેલા 41 મજૂરને સુરંગમાંથી બહાર લાવવામાં સફળતા મળી હતી. કામદારોને સ્ટ્રેચર પર સુવડાવી અને દોરડાની મદદથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા.પ્રત્યેક કામદારને ટનલમાંથી બહાર કાઢવામાં 3થી 5 મિનિટનો સમય લાગ્યો હતો. તેવુ ઓપરેશન ટીમના સભ્યોએ વાતચીત દરમ્યાન જણાવ્યુ હતુ. મજુરોને બહાર કઢાયા બાદ એક ગ્રીન કોરિડોર બનાવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે ટનલમાંથી બહાર આવેલા શ્રમિકોનું સ્વાગત કર્યું હતુ શરૂઆતમાં 2 શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેના નામ વિજય હોરો અને ગણપતિ છે.પરિવહન મંત્રી નિતીન ગડકરીએ એક નિવેદનમાં કામદારોના બહાર આવવા પર ખુશી વ્યક્ત કરી રાહતકામમાં મદદ કરનારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે દુર્ધટનામાંથી શીખ લઇ સરકાર આયોજન કરશે તેમ પણ જણાવ્યુ હતુ. પુષ્કર સિંહ ધામીએ બચાવ કામગીરી કરી રહેલા કર્મચારીઓના મનોબળ અને હિંમતની ખૂબ પ્રશંસા કરી હતી.સાથે કામદારોના સંધર્ષને વધાવ્યો હતો. 41 મજૂરો માત્ર આશાના આધારે જીવી રહ્યા હતા તેઓને બહાર કાઢવા માટે બચાવ કામગીરીમાં વારંવાર મુશ્કેલીઓ પણ આવી હતી..પરંતુ આજે 17 દિવસે તેઓને બહાર કાઠવામાં સફળતા મળી હતી.
સરકારે કરી હતી આ તૈયારી
સરકારે તૈયારી રૂપે 41 બેડની વિશેષ હોસ્પિટલ, એમ્બ્યુલન્સ સાથે સ્પેશિયલ ડોકટરની ટીમ. તાત્કાલિક ચિનૂક હેલિકોપ્ટર તહેનાત કરી એરલિફ્ટ કરીને ઋષિકેશ AIIMS લઈ જવાની તૈયારી રાખી હતી.મુખ્યમંત્રી સહિત નિષ્ણાંતોની ટીમ અને તમામ તંત્ર ખડેપગે હતુ 418 કલાકથી અંદર ફસાયેલા મજુરો માટે અલગ-અલગ મેડીકલ ટીમ,રેસ્કયુ ટીમ તથા તેમના સ્વાગત માટે પણ પરિવારજનો હાજર હતા તો ટનલ બહાર પરિવારજનો અને અન્ય લોકો દ્રારા પ્રાથમા પણ કરાઇ રહી હતી. આજે ઓપરેશન બાદ બહાર નિકળેલા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બહાર નીકાળેલા કામદારો સાથે વાત કરી હતી. એમ્બ્યુલન્સ સહિત તમામ પ્રકારની સજ્જતા સ્થળ પર સવારથી ખડેપગે હતી. તો મિડીયાએ પણ સતત કવરેજ આપી દેશને અપડેટ રાખ્યા હતા
બહાદુરોની મહેનત દેશની પ્રાથના ફળી
ટનલમાં ફસાયેલા 41 મજૂરને બચાવવા વર્ટિકલ અને હોરિઝોન્ટલ ડ્રિલિંગ એકસાથે કરવામાં આવ્યું હતુ PM મોદીએ સોમવારે સાંજે દેશવાસીઓને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજૂરો માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.તો ટનલ બહાર પણ પરિવારજનો અને સ્થાનીક લોકો દ્રારા પ્રાથનાનો દોર શરૂ કરવામા આવ્યો હતો ત્યારે આજે 17 દિવસે લોકોની પ્રાથના અને ખાસ કરીને બચાવ ટીમના તમામ સભ્યોની મહેનત રંગ લાવી હતી અને તમામ હેમખેમ પાછા આવ્યા હતા બનાવ સમયથી સરકાર અને ખાસ ટીમે પહેલા મજુરો સુધી ભોજન પહોચાડ્યુ હતુ અને ત્યાર બાદ ટીમે આજે તમામને હેમખેમ પાછા કાઢ્યા હતા પરિવરજનો સહિત તમામ દેશવાસીઓ આ દુર્ધટનામાં ફસાયેલા લોકો માટે પ્રાથના કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કરી ભાવુક પોસ્ટ લખી હતી અને દેશવાસીઓને શુભેચ્છા આપી હતી સાથે વડાપ્રધાન મોદીએ ટનલમા ફસાયેલા કામદારોની ધેર્ય-સૌર્યની પ્રસંશા કરી હતી.
સમગ્ર દેશમાં દિવાળી જેવી ખુશી
આજે 41 કામદારો બહાર આવતાજ પરિવારમા ખુશી ફેલાઇ હતી અને ટનલ બહાર જ પરિવાજનો ઉજવણી કરી હતી. તો રાજકીય-સામાજીક આગેવાનો પણ સ્થળ પર ઉપસ્થિત હતા તમામ દેશના વડાપ્રધાન,વર્તમાન સરકાર અને ઓપરેશનમા સામેલ તમામ લોકોની જયજયકાર બોલાવી હતી. અને સફળ રીતે બહાર નિકળેલા લોકો અને તેનુ મદદ કરનારનુ સ્વાગત કર્યુ હતુ. અલગ-અલગ ઓપરેશન કરી 17 દિવસના સંધર્ષ કરી બહાર કઢાયા હતા જેમા પરિવારજનોની આંખમા હર્ષના આંસુ દેખાયા હતા શ્રમિકો બહાર આવવાની સાથે જ તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોમાં બિહારના 5, ઝારખંડના 15, ઉત્તરપ્રદેશના 8, ઓડિશાના 5, પશ્ચિમ બંગાળના 3 અને ઉત્તરાખંડ-આસામના 2-2, જ્યારે હિમાચલ પ્રદેશના 1 શ્રમિકનો સમાવેશ થાય છે. આજે બહાર આવતા વિવિધ રાજ્યના જવાબદારોએ ધટના અંગે પ્રતિક્રીયા આપી હતી.કેન્દ્ર અને રાજ્ય સરકાર ની જયકાર પણ લોકોએ બોલાવી હતી…