Home Current આજે પણ ક્યાંક તો માનવતા જીવે છે…કચ્છના યુવાનનુ પ્રેરણાદાયી કામ

આજે પણ ક્યાંક તો માનવતા જીવે છે…કચ્છના યુવાનનુ પ્રેરણાદાયી કામ

988
SHARE
વર્તમાન સમયમાં ક્રમશઃ લુપ્ત થતી જતી માનવતા વચ્ચે, મુંગા જીવ પ્રત્યેની કરૂણતા અને લાગણી દર્શાવતી એક અનોખી ઘટના સામે આવી છે. વાત છે એક અકસ્માતે જીવ ગુમાવી ચુકેલા વાનરની વિધીવત અંતિમ વિધી કરી તેની સમાધી નિર્માણ કરવાના સંકલ્પની, આજના સ્વલક્ષી થતા માનવીને આ ઘટનાનું કેટલું ઔચિત્ય છે તે વાંચકો પર છોડી અહીં ઘટનાને “કેટ ગાર્ડન” નું નિમાણ કરી ચુકેલા એક જીવદયા પ્રેમીને તેમના જ શબ્દોમાં મમળાવીએ…”હું ઉપેન્દ્રપૂરી ગોસ્વામી આજ રોજ તારીખ ૨૫/૧૧ શનિવારના રોજ સવારે ૮ કલાકે મારા વતન વડગામ તાલુકાના ઐદરાણા ગામના ચોરે આકસ્મિક વીજ કરંટ લાગતા વાનર મહારાજ દેવલોક પામેલ જેની મને જાણ થતાં તરતજ સ્થળ ઉપર જઈ વાનર મહારાજને વંદન કરી સ્પર્શ કરતા ખ્યાલ આવ્યો કે વનાર મહારાજ દેવલોક પામેલ છે.જે જગ્યાએ વાનર મહારાજનો દેહ પડેલ હતો એની આજુબાજુમાં વાનરોનો સમુહ ભેગો થઈ ગયો હતો, અને લોકોની હાજરીમાં લોક પામેલ વાનર મહારાજને ગળે લગાવી મારા ફાર્મ હાઉસ પર લઈ જઈ એક નિર્ધારિત જગ્યાએ વિધિવત સમાધિ આપી.મારા ફાર્મને પવિત્રતા આપી અને એજ જગ્યાએ મેં સંકલ્પ કર્યો છે કે દર મહિને વાનર મહારાજની તિથિ નિમિતે ભજન કિર્તન કરી જગ્યાની પવિત્રતા જાળવી રાખવા હું સતત પ્રયત્ન કરીશ અને આવનારા સમયમાં એક વાનર મહારાજ ની સમાધિનું નિર્માણ કરીશ”આ અનોખી જીવદયા પ્રવૃતિમાં તેમના સાથી મિત્રો, દેવભાઈ અને એકતાબેન ગોસ્વામી સહયોગી રહ્યા હતા
ઉપેન્દ્રભાઇ કચ્છમાં કેટગાર્ડન બનાવ્યુ
ઉપેન્દ્ર ગોસ્વામીનુ મુળ વતન ભલે ઐદરાણા ગામ હોય પરંતુ તેઓ વર્ષોથી કચ્છમા રહે છે. તેઓએ ગાંધીધામમા કેટ ગાર્ડન ની શરૂઆત 2017 માં કરી હતી.ત્યારે 128 બિલાડી હતી અને અત્યારે 200 થી પણ વધુ બિલાડી કેટ ગાર્ડન માં રહે છે. કેટ ની સુવિધા માં કેટ ને રહેવા માટે આલીશાન મકાન છે. અને તમામ પ્રકારની સુવિધા અહી અબોલ જીવને આપવામા આવે છે ઉપેન્દ્રભાઇ અને તેના પરિવારે 500 વારમાં 1.40 કરોડના ખર્ચે આ કેટગાર્ડન તૈયાર કર્યુ હતુ અને તેમનો પરિવારજ આ જીવોની સેવા કરે છે. આમ જીવદયા પ્રેમીએ વધુ એક પ્રેરણાદાયી કાર્ય કરી અન્ય માટે સારા કાર્ય માટે નુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે ગોસ્વામી પરિવારે તેના ઘરના એક સભ્યના મૃત્યુ બાદ આ ગાર્ડન તથા જીવદયાની પ્રેરણા મળી હતી અને જે આજે પણ અવીરત ચાલુ છે.
ધણીવાર આપણે રસ્તામાં અકસ્માતે અબોલ જીવને મૃત્યુ પામતા જોઇએ છીએ પરંતુ કદાચ તેને યોગ્ય સ્થાને ખસેડવાની પણ આપણે તસ્દી લેતા નથી તેવામાં જીવદયાનો આ કિસ્સો પ્રેરણારૂપ છે. ચોક્કસ કચ્છની વાત કરીએ તો મોર,ધોડા સહિત અનેક ને ભાવપુર્ણ અંજલિના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વાનરના મૃત્યુ બાદ થયેલી જીવદયા પ્રવૃતિ ચોક્કસ અન્યને પ્રેરણા આપશે…