Home Current અદાણી પોર્ટ મુંદ્રા પર ભારતના સૌથી મોટા 100282 મેટ્રીક ટન ફર્ટિલાઇઝર શિપમેન્ટનો...

અદાણી પોર્ટ મુંદ્રા પર ભારતના સૌથી મોટા 100282 મેટ્રીક ટન ફર્ટિલાઇઝર શિપમેન્ટનો વિક્રમ !

1549
SHARE
ભારતના અગ્રણી પોર્ટ પૈકી એક અદાણી મુંદ્રા પોર્ટ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.અદાણી મુન્દ્રા પોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા ફર્ટિલાઇઝર શિપમેન્ટને લાંગરવામાં આવ્યું છે. આ અભૂતપુર્વ ઘટના ભારતવર્ષના કોઈ પણ બંદર પર પહેલીવાર થઈ રહી હોવાથી નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. અદાણી પોર્ટની તોતીંગ કાર્ગો ક્ષમતા હેન્ડલ કરવાની અસરકારક ક્ષમતા દર્શાવે છે. ભારતના સૌથી વ્યસ્ત વાણિજ્ય બંદરોમાંનું એક મુંદ્રા અદાણી પોર્ટસ ફરી એકવાર ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યુ છે. મોરક્કોના જોર્ફ લાસ્ફર પોર્ટથી ભારે કન્સાઇનમેન્ટ સાથે મહાકાય MV પેટ્રિશિયા ઓલ્ડેન્ડ્રોફ જહાજ રવાના કરવામાં આવ્યું હતું. જહાજમાં 100282 MT ડી-એમોનિયમ ફોસ્ફેટ (DAP -ખાતર) લોડ કરવામાં આવ્યું હતું. કોઈપણ ભારતીય પોર્ટ પર હેન્ડલ કરાયેલ અત્યાર સુધીનો તે સૌથી મોટો જથ્થો છે. અગાઉ અદાણી મુંદ્રા પોર્ટ પર 2 જુલાઈ 2023ના રોજ સૌથી લાંબા જહાજ MV MSC હેમ્બર્ગ લાંગરવામાં આવ્યું હતું. આ મહાકાય જહાજ 4 ફૂટબોલના મેદાન જેટલી લંબાઈ ધરાવે છે. 20 ઓક્ટોબર, 2023ના રોજ મુન્દ્રા પોર્ટ 4 મિલિયન ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ (TEUs) કન્ટેનર સફળતાપૂર્વક હેન્ડલ કરવાનો વિક્રમ સર્જયો હતો. દરિયાઈ વેપાર ક્ષેત્રે કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતા અને ભારતના વિકાસ માટે મુન્દ્રા પોર્ટની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિત શાહે, જણાવ્યું હતું કે “ અદાણી પોર્ટસ મુન્દ્રા ઉત્કૃષ્ટ કામગીરી દ્વારા અવિરત વિક્રમોની હારમાળા સર્જી રહ્યું છે. તાજેતરમાં જ અમારા ફ્લેગશિપ પોર્ટ મુન્દ્રાએ સફળ કામગીરીના 25 વર્ષ પૂર્ણ કર્યા છે તેમજ એક જ મહિનામાં 16 MMT કરતા વધુ કાર્ગો હેન્ડલ કરનાર દેશના પ્રથમ બંદર તરીકે માઈલસ્ટોન રેકોર્ડ કર્યો છે. ભવિષ્યમાં પોર્ટ તેની કામગીરીમાં ઉત્તરોત્તર પ્રગતિના સોપાનો સર કરતું રહેશે“. ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી જૂથનો એક ભાગ અદાણી પોર્ટસ દેશના વિકાસ માટે બંદરીય સુવિધાઓને સર્વોત્તમ બનાવવા સતત પ્રયત્નશીલ છે. પોર્ટનું વિશ્વ સ્તરીય અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રકચર ભારતના વિકસતા દરિયાઈ ઉદ્યોગ અને વેપાર-વાણિજ્યના વિકાસનું પ્રતિબિંબ છે. અદાણી પોર્ટસ મુંદ્રાની 24 કલાકમાં 40 જહાજની મુવમેન્ટ હેન્ડલ કરવાની નોંધપાત્ર સિદ્ધિ તેની અસામાન્ય ઓપરેશનલ ક્ષમતાઓ અને ઉત્તમ કાર્યદક્ષતા દર્શાવે તેમ જણાવ્યુ હતુ.