Home Social વાગડમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડતો એક વિડીયો વાયરલ : પોલિસ અંધારામાં

વાગડમાં કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડતો એક વિડીયો વાયરલ : પોલિસ અંધારામાં

3917
SHARE
કચ્છના રાપર વિસ્તારમાં એક આધેડ શખ્સને ભુંડી ગાળો આપતો અને બેરહેમી પુર્વક માર મારવાનો એક વીડીયો  સોસીયલ મીડીયામાં વાયરલ થયો છે. વાયરલ વીડીયોમાં એક આધેડને ત્રણ શખ્સો બેરહેમી પુર્વક મારા મારતા દેખાય છે. સાથે સેલારી નાકા પાસેથી પસાર ન થવાની ધમકી પણ આપી રહ્યા છે. દોરડા વડે અજ્ઞાત સ્થળ પર આધેડને બાંધી રખાયો છે. અને ત્યાર બાદ હથિયારો વડે તેને માર મરાઇ રહ્યો છે. તો વીડીયોમાં બંધુક સાથે પણ એક શખ્સ દેખાય છે. લોહીલુહાણ હાલતમાં ભોગ બનનાર તેને વિવિધ ભગવાનની પ્રતિજ્ઞાએ માર ન મારવા આજીજી કરી રહ્યો છે.  1 મિનિટ 24 સેકન્ડ ના એ વીડીયોમાં પૈસાની ઉઘરાણી કરતા પણ સંભળાઇ રહ્યુ છે. આમ ફરી રાપરના એક વાયરલ વીડીયોએ ત્યાની કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કર્યા છે. જો કે માર મારનાર શખ્સો કોણ છે. તેની યોગ્ય ઓળખ થઇ શકી નથી. તો ભોગ બનનાર પણ કોણ છે. તે જાણી શકાયુ નથી. પરંતુ વીડીયો જોતા કૃત્યુ ક્રુર હોવાનુ ચોક્કસ દેખાઇ આવે છે.

પોલિસ હજુ પણ અજાણ 

હજુ શુક્રવારેજ ભચાઉના કટારીયા ગામના યુવાનના અપહરણ થયાનો મુદ્દે પોલિસને ગ્રામજનોએ રજુઆત કરી કાયદો વ્યવસ્થા જાળવવા અરજી કરી હતી. ત્યારે આજે ફરી રાપર વિસ્તારના એક વીડીયોથી કાયદો વ્યવસ્થા સામે સવાલ સર્જાયો છે . જો કે સોસીયલ મીડીયામાં વાયરલ વીડીયો બાદ આ અંગે રાપર પોલિસ મથકના પી.એસ.આઇ એ.બી.ચૌધરીને પૂછતાં તેમણે આવો વિડિઓ વાયરલ થયો હોવાની વાત તેમના સુધી આવી હોવાનું જણાવીને પોતે એ વિડિઓ જોયો નથી કે તેમની પાસે પહોંચ્યો નથી તેમ જણાવ્યું હતું
વાગડ વિસ્તારમાં કાયદાના ભય વગર હત્યા મારામારી અને પૈસાની લેતીદેતી જેવા મુદ્દે અનેકવાર પોલિસ સામે સવાલો ઉભા થતા આવ્યા છે. પરંતુ જાણે  કાયદાનુ ભાન કરાવવામાં પોલિસ લાચાર રહી હોય તેમ બેખોફ રીતે ખનીજ માફીયા વ્યાજ માફીયા અને લુખ્ખા તત્વો પોતાના અસ્તિત્વનો પરિચય આપતા રહ્યા છે. જો કે જોવુ એ રહ્યુ કે વાયરલ વીડીયોમાં દેખાતા શખ્સો સુધી પોલિસ પહોંચી શકે છે કે નહીં ?