Home Crime ગાંધીધામના એ ‘તરૂણા’ સભર કિસ્સામાં કોર્ટે ચતુરાણીના પતિને આપી સજા

ગાંધીધામના એ ‘તરૂણા’ સભર કિસ્સામાં કોર્ટે ચતુરાણીના પતિને આપી સજા

1216
SHARE
ન્યુઝ4કચ્છ: યાદ છે 20 જૂન 2015ની વહેલી સવારે વડોદરાથી યુવાન ગાંધીધામમાં આવે છે. ભાજપના અનેક ફંકશનમાં રાજ્ય તેમજ જીલ્લા કક્ષાના નેતાઓથી માંડીને ધારાસભ્ય સાથે તસ્વીરોમાં ચમકનારા તરૂણા ચતુરાણીના ઘરે જાય છે. અને બપોરે 12 વાગ્યા સુધીમાં તો વાયુવેગે શહેરમાં ખબર ફેલાઇ જાય છે. કે શહેરના મશહુર ટ્રાન્સપોર્ટર એવા હરીશ ટ્રાન્સપોર્ટ કંપનીના પરિવારની વહુના ઘરમાં ખુનથી લથપથ લાશ પડી છે. અને પછી શરૂ થાય છે પોલિસ અને રાજકીય હલચલનુ એક રહસ્યમય ચક્ર. જેમાં વડોદરાના શિવસેના સાથે સંકડાયેલા પહોળી છાતીવાળા તેવા ઉંચા કદાવર મનજીત રાજકુમાર જ્ઞાનચંદાણી નામના યુવાનનુ ખુન થઇ જાય છે. મનજીત અને ભાજપની કાર્યકર તરૂણા ચતુરાણી વચ્ચે કેવા સંબધ હતા તેની જે તે વખતે લોકોએ અનેક અટકળો કરી હતી. ફેસબુક જેવા સોશ્યલ મિડીયામાં તરૂણા અને મનજીતના ફોટો પણ વાયરલ થયા હતા
ગાંધીધામ પોલિસ માટે પણ આ કેસ જેટલો  હાઇપ્રોફાઇલ હતો એટલો જ રહસ્યમય પણ હતો આ મર્ડર મિસ્ટ્રીની અમુક વાતો બહુ ક્લીયર હતી તેમ છંતા પોલિસ તેના વિષે કશુ બોલવા તૈયાર ન હતી. જેતે સમયે મીડીયામાં પણ આ કેસ બહુ ચગ્યો હતો. કારણ કે તરૂણા અને મનજીતના સંબધો ઉપરાંત તરૂણાના ઘરની જ એક વ્યક્તિનુ નામ પણ આ કેસમાં ઉછળ્યુ હતુ  છેવટે તમામ કેસમાં થાય છે. તેમ વાતો ચર્ચાતી બંધ થઇ અને તરૂણાના પતિ રાજેશ પરસોતમ ચતુરાણીને મનજીતની હત્યાના કેસમાં જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. જો કે લોકોની સ્મૃતિમાંથી ધીમેધીમે વિલુપ્ત થઇ ગયેલા આ કેસમાં હવે એટલા માટે લોકોને ફરી એકવાર રસ પડ્યો છે કે તેમા કોર્ટ દ્વારા મનજીતના મર્ડરમાં ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં તરૂણા ચતુરાણીના પતિ રાજેશ ને કોર્ટે 10 વર્ષની સજા અને 1 લાખનો દંડ ફટકાર્યો છે.

તરૂણાએ જ બોલાવી હતી પોલિસને

વહેલી સવારે મનજીત જ્યારે વડોદરાથી કારમાં ખાસ તરૂણાના ઘરે આવ્યો હતો ત્યારે તેનો પતિ રાજેશ તથા ઘરના અન્ય સભ્યો પણ હાજર હતા. તે દરમ્યાન આડાસંબધોને લઇને બન્ને વચ્ચે પહેલા બોલાચાલી અને પછી મારામારી થઇ હતી. જેમાં વકિલ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદીમા કરવામાં આવેલા દાવા પ્રમાણે રાજેશ પોતાના તથા તેના પરિવારના સ્વબચાવ કરવા જતા મનજીતનુ ખુન થઇ ગયુ હતુ. ખુન કરવાનો તેનો કોઇ આશય ન હતો તેવુ કોર્ટની સુનવણી દરમીયાન પુરાવાર થયુ હતુ જેને કારણે રાજેશને આઇપીસીની કલમ 302 હેઠળ નહી પરંતુ 304 પાર્ટ(2) તળે સજા કરી હતી. આ સમગ્ર કિસ્સામાં રસપ્રદ વાત એ હતી કે મનજીતના ખુનની જાણ પોલિસને અન્ય કોઇએ નહી પરંતુ ખુદ તરૂણાએ જ કરી હતી. જો કે પોલિસ તરૂણાના ઘરે આવે તે પહેલાજ રાજેશ ફરાર થઇ ગયો હતો અને ત્યાર બાદ તે પોલિસને શોધખોળ બાદ મળી આવ્યો હતો. પ્રણય ત્રિકોણ સમા આ રહસ્યમય હત્યા કેસમાં ગાંધીધામની કોર્ટના જજ વિરાટ એ. બુધ્ધા દ્વારા ચુકાદો જાહેર કરવામા આવ્યો હતો જેમા સરકારી વકિલ કુમારી હિતેષી પી.ગઢવીએ સરકાર તરફથી દલીલો કરી હતી જેને ગ્રાહ્ય રાખી કોર્ટે 10 વર્ષની સજા સાથે મનજીતના પરિવારને 1 લાખ રૂપીયા વળતર ચુકવવાનો પણ આદેશ આપ્યો હતો.