Home Current ભુજની વ્હાઇટહાઉસ સ્કૂલમા વાલીઓનો ડખ્ખો : જાણો શુ છે વિવાદ ?

ભુજની વ્હાઇટહાઉસ સ્કૂલમા વાલીઓનો ડખ્ખો : જાણો શુ છે વિવાદ ?

1825
SHARE
સમગ્ર રાજ્યની વિવિધ શાળામાં હાલ ફી વધારા મુદ્દે ધમાસાણ ચાલી રહ્યુ છે. ત્યારે ભુજની વ્હાઇટ હાઉસ પબ્લીક સ્કુલમાં ફી વધારા સામે મંગળવારે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ચાલુ વર્ષથી શાળામાં બાળકોની ફીમાં 30 ટકા વધારો કરાયો છે જેને લઇનેે વાલીઓએ સુત્રોચાર સાથે શાળા સંચાલકોને રજુઆત કરી આકરો ફી વધારો શાળા સંચાલકો ઘટાડે તેવી માંગ કરી હતી. ૩૦ હજારની વાર્ષીક ફી વસુલતી શાળા દ્વારા નવા સત્રથી ફી ૪૨ હજાર જેટલી કરી દેવાઇ છે. જેને લઇને વાલીઓમાં રોષ છે. ફી વધારા સામે નારાજ વાલીઓ મોટી સંખ્યામા એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.જો કે, શાળા સંચાલકોએ ટ્રસ્ટ સાથે વાત કરી ઘટતું કરવાની ખાતરી આપી છે. જો ફી નહી ઘટે તો હજુ ઉગ્ર વિરોધ્ધ કરશે તેવી ચીમકી પણ રજુઆત સમયે વાલીઓએ ઉચ્ચારી હતી. હાલ શાળા સંચાલકોએ સ્પષ્ટ જણાવ્યુ છે. કે જ્યા સુધી કોઇ નિર્ણય નહી આવે ત્યાં સુધી વાલીઓએ ફી નિયત કરેલી છે,તેટલીજ, ભરવી પડશે તો બીજી તરફ વાલીઓએ સ્પષ્ટ જણાવ્યુ છે. કે જ્યા સુધી કોઇ નિર્ણય નહી આવે ત્યા સુધી વાલીઓ પણ ફી નહી ભરે. જો કે, આગામી દિવસોમાં આ અંગે ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાશે જેમાં પણ વાલીઓ આ મુદ્દે રજુઆત કરી ૩૦ટકા ફી વધારો ઘટાડવામાં આવે તેવી માંગણી કરશે. તો સ્કુલમાં રજુઆત બાદ વાલીઓએ શિક્ષણ અધિકારીની કચેરીએ પણ રજુઆત કરીને ફી વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો. જો કે વાઇટ હાઉસ સ્કુલમાં વાલીઓનો વિરોધ એ કોઇ નવુ નથી અગાઉ પણ ફી વધારા મુદ્દે વાલીઓ અને ખુદ શાળાના બાળકોએ પણ લડત કરી હતી. ત્યારે જોવુ રહ્યુ કે બાળકોના ભવિષ્યને લઇને આગામી દિવસોમાં ફી વધારા મુદ્દે શુ નિર્ણય આવે છે?