ન્યુઝ4કચ્છ: કચ્છના ભચાઉ નજીક લોધેશ્ર્વર પાસે આવેલી પાંજરાપોળમાં ભીષણ આગ લાગી છે. આ આગથી મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો બળી ગયો છે સોમવારે સાંજે 5:30 વાગ્યા બાદ આ આગ લાગી હોવાનુ અનુમાન છે. આગ લાગવાની વાત ભચાઉ પંથકમાં વાયુવેગે પ્રસરી હતી જેના પગલે ભચાઉ પાલિકાના ફાયર ફાઇટર સહિત આસપાસ આવેલી ખાનગી કંપની અને ગાંધીધામથી પણ ફાયર ફાઇટરો બોલાવાવની હાથ ધરાઈ હતી બનાવના પગલે પાંજરાપોળના ટ્રસ્ટ્રીઓ સહિત જીવદયા પ્રેમીઓ અને પાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ પણ આગ ચાલુ છે. અને ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. અંદાજે 1 કરોડથી વઘુનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનુ અનુમાન છે. જો કે આગ લાગવાનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ મામલતદાર સહિતનુ તંત્ર હાલ ઘટના સ્થળે છે. અને તેની તપાસ પણ કરી રહ્યુ છે. જો કે આગ પર સંપુર્ણ કાબુ બાદ તે બાબતે વધુ પ્રકાશ પડી શકે તેમ છે. જો કે એક તરફ ઘાસ અને પાણીની તિવ્ર તંગી ચાલુ વર્ષે થવાની છે. તેના વચ્ચે ભચાઉની સૌથી મોટી પાંજરાપોળમાં આગ લાગવાથી નુકશાન થયેલા ઘાસની ભરપાઇ કરવી મુશ્કેલ સાબીત થશે