સરહદી કચ્છ જીલ્લાની ચિંતાની વાત હમેંશા રાજ્ય સરકાર કરતી હોય છે. પરંતુ મહત્વની કહી શકાય તેવી પચ્છિમ કચ્છ પોલીસવડાની દોઢ મહિના કરતા વધુ સમયથી જગ્યા ખાલી છે ત્યા નિમણુંક થઇ શકી નથી કચ્છની નબળી નેતાગીરી રજુઆતની વાત તો કરે છે પરંતુ તેમની રજુઆત અસરકારક રહી નથી તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.
કચ્છમાં સરકાર દ્રારા અપાતી કરોડો રૂપીયાના ગ્રાન્ટ અને વિકાસની વાતો વચ્ચે હમેંશા કચ્છના રાજકીય નેતાઓ યસ ખાટવામાં આગળ પડતા હોય છે અને તેમની રજુઆત અસરકારક સાબિત થઇ તેવી તેમની યાદી પરથી લાગતુ હોય છે પરંતુ વાસ્તવીકતા એ પણ છે કે મહત્વના પ્રશ્ર્નો બાબતે ક્યાક કચ્છના નેતાઓની રજુઆતનો યોગ્ય પ્રત્યુતર સરકારમાંથી મળતો નથી અથવા રજુઆત પછી પણ તેમાં વિલંબ થાય છે. અને એટલેજ વિપક્ષ કોગ્રેસ આક્ષેપ કરતુ હોય છે. અને સામાન્ય નાગરીકોના મુખે ચર્ચા હોય છે. કે કચ્છની નેતાગીરી ધણા કિસ્સામા ગાંધીનગરમાં રજુઆત કરવામાં નબળી પડે છે. તાજેતરમાંજ એક કિસ્સા પરથી એવુજ ચિત્ર ઉપસી રહ્યુ છે કે કચ્છના નેતાઓની વાત ઉપરકક્ષાએ ગંભીરતાથી સંભળાતી નથી.વાત એમ છે કે રાજકોટ અગ્નીકાંડ બાદ પચ્છિમ કચ્છના પોલીસવડા તરીકે કાર્યરત મહેન્દ્ર બગડીયાની રાજકોટ ખાતે બદલી થઇ અને તે બદલીના હુકમને આજે બે મહિના થવા આવ્યા પરંતુ પચ્છિમ કચ્છમાં નવા એસ.પીની નિમણુંકનો હુકમ થયો નથી અને મહત્વની કહી શકાય તેવી જગ્યા લાંબા સમયથી ઇન્ચાર્જ એસ.પીના ભરોશે ચાલી રહી છે. ડ્રગ્સની હેરફેર,મહત્વના ઓદ્યોગીક એકમો,સરહદી જીલ્લો તેવામાં જીલ્લા પોલીસવડાની પોસ્ટ મહત્વની કહેવાય પરંતુ તેના પર કોઇ નિમણુંક હજુ સુધી અપાઇ નથી.અને બે જીલ્લાનુ ભારણ પુર્વ કચ્છ એસ.પીના શીરે છે. તેવામાં નિષ્ણાંતો આ ધટનાને અલગ રીતે જોઇ રહ્યા છે. થોડા સમય પહેલા જ કચ્છના અન્ય કોઇ નેતા નહી પરંતુ પુર્વ મંત્રી વાસણ આહિરે આ અંગે રજુઆત કરી તેનો પત્ર જાહેર કર્યો હતો.જો કે એવુ નથી કે અન્ય નેતાઓએ રજુઆત કરી નથી આ અંગે જ્યારે પચ્છિમ કચ્છ પોલીસ વિભાગમાં આવતા વિસ્તારના ધારાસભ્યને પુછાયુ ત્યારે તેઓએ રજુઆત ઉચ્ચ કક્ષાએ કરી હોવાનુ જણાવ્યુ હતુ. અને ટુંક સમયમાં પચ્છિમ કચ્છને એસપી મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
જાણીએ કચ્છના ક્યા નેતાએ શુ કહ્યુ….
પચ્છિમ કચ્છમાં લાંબા સમયથી એસપી ની જગ્યા ખાલી છે તે અંગે ધારાસભ્ય અનીરૂધ્ધ દવેનો સંપર્ક કરાતા તેઓએ કહ્યુ હતુ કે કચ્છના તમામ નેતાઓ સાથે તેમણે પણ આ અંગે ગાંધીનગર રજુઆત કરી છે. હાલ ઇન્ચાર્જ એસપી છે તેથી કામ પર કોઇ અસર થતી નથી તો ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાએ પણ એજ સુર પુરાવ્યો હતો અને તેઓએ તાત્કાલીક આ જગ્યા ભરવા માટે રજુઆત કરી હોવાનુ કહ્યુ હતુ. જો કે આટલા મહત્વના જીલ્લામાં એસપીની ખાલી જગ્યા કેટલી ગંભીર બાબત છે તેના પર તેઓએ વધુ પ્રકાશ પાડવાનુ ટાળ્યુ હતુ.તો ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલે બે વાર લેખીત રજુઆત કરી હોવાનુ જણાવ્યુ હતુ સાથે ગાંધીનગર રૂબરૂ પણ આ અંગે રજુઆત કરી હોવાનુ તેઓએ ઉમેર્યુ હતુ જગ્યા શા માટે નથી ભરાઇ તે અંગે પ્રકાશ પાડતા તેઓએ રાજ્યભરની થનારી બદલીમા કચ્છનુ નામ પણ હશે તેમ જણાવ્યુ હતુ અને તેનો નિર્ણય ટુંક સમયમાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ અંગે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રીનો સંપર્ક કરાયો હતો પરંતુ તેમનો ફોન સ્વીચઓફ હતો.
શુ ક્રેટીડનો મુદ્દો નિમણુંકમા નડી ગયો ?
જો સુત્રોનુ માનીએ તો સરકાર આ મુદ્દે ગંભીર જ હતી અને મહેન્દ્ર બગડીયાની બદલીના થોડા દિવસોમાંજ સીગલ ઓર્ડરમાં એસપી ની નિમણુંક થઇ જાય તેવી પુરી તૈયારી હતી પરંતુ તે વચ્ચે જ પુર્વ મંત્રી વાસણ આહિરની માંગણીનો પત્ર વાયરલ થઇ જતા કોકડુ ગુંચવાયુ હતુ. જો વાસણ આહિરના પત્ર પછી સરકાર તાત્કાલીક નિમણુંક કરે તો ક્રેડીટ પુર્વ મંત્રીને મળે તે સ્વાભાવીક છે.અને એટલે તેમાં વિલંબ થયો ત્યાર બાદ હાલ પચ્છિમ કચ્છમાં કોને નિમણુંક આપવી તેને લઇને પણ લોબીંગ ચાલી રહ્યુ છે.જેથી આ મુદ્દો ગંભીરતાથી લેવાતો નથી બાકી કચ્છના તમામ ચુંટાયેલા પ્રતિનીધી એક સુરે રજુઆત કરે તો તેની અસર થવી જોઇએ કેમકે તેમની રજુઆત સાચી પણ છે. અને કચ્છના હિતમાં પણ.. એટલે ક્યાક રાજકીય દાવેપેચ આ જગ્યા ન ભરાવા પાછળ હોય તેવુ જાણકારોનુ અનુમાન છે. જો કે બે મહિના સુધી એસપી જેવા મહત્વના પદ્દની જગ્યા ખાલી રહે તે બાબત ગંભીર તો ચોક્કસ છે. તો સત્તાપક્ષ સાથે વિપક્ષ પણ કચ્છનુ નબળુ પુરાવાર થયુ છે. અને ગંભીર પ્રશ્ર્ને માત્ર રજુઆત અને પ્રેસનોટ આપી સંતોષ માન્યો છે.
કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ ધણા પ્રશ્નોના ઉકેલ મેળવવામા સફળ રહ્યા છે તે નકારી શકાય નહી પરંતુ મહત્વના કિસ્સામાં તેમની રજુઆત નિષ્ફળ ગઇ હોય તેવા કિસ્સાઓ પણ છે. તેમાં એસપીની જગ્યા ભરવાનો મુદ્દો ઉમેરવોજ રહ્યો.. ભલે તેઓએ રજુઆત યોગ્ય જગ્યાએ અને ગંભીરતાથીજ કરી હશે પરંતુ તેનુ પરિણામ હજુ મળ્યુ નથી તે પણ એટલી વાસ્તવિકતા છે. જો કે વિવાદોથી પર રહી વાત કરીએ તો સરહદી જીલ્લામાં એસપીની ખાલી જગ્યા ઉડીને આંખે વળગે તેવી વાત છે…જે અંગે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને કચ્છના નેતાઓએ અસરકારક અને પરિણામલક્ષી રજુઆત કરવાની…