Home Crime પોલીસ કલાકો જંગલમાં પગે ચાલી અને કચ્છની મંદિર ચોર “ગરાસીયા ગેંગ પકડાઇ...

પોલીસ કલાકો જંગલમાં પગે ચાલી અને કચ્છની મંદિર ચોર “ગરાસીયા ગેંગ પકડાઇ !

3088
SHARE
કચ્છની સામુહીક મંદિર ચોરી સહિત ૩૪ ગુનામાં સામેલ “ગરાસીયા ગેંગ ગીરફ્તમાં આવી ગઇ છે. કચ્છમાં સામુહિક મંદિર ચોરીના બનાવોથી પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી હતી આ સાથે આસ્થાના કેન્દ્રો પર તસ્કરોના આક્રમણથી લોકોમાં નારાજગી હતી તે વચ્ચે પુર્વ કચ્છ પોલીસને મહત્વની સફળતા મળી છે. રાજસ્થાનની કુખ્યાત “ગરાસીયા ગેંગના પાંચ સાગરીતો સહિત ૬ ને પુર્વ કચ્છ પોલીસે દબોચ્યા છે
પુર્વ કચ્છમાં ઘરફોડ ચોરીના વધતા બનાવો વચ્ચે પુર્વ કચ્છના રાપર વિસ્તારના ગામોમાં મંદિરોને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ૨ અલગ-અલગ ઘટનામાં ૧૯ જેટલા મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપીયાની મત્તાની ચોરી કરતા પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી હતી પુર્વ કચ્છ પોલીસવડાએ પણ સ્થળ મુલાકાત બાદ સમગ્ર ધટનાની તપાસ માટે ટીમનુ ગઠન કર્યુ હતુ. જેને આ તમામ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. બનાવની વિગતે વાત કરીએ તો તા.૦૬-૦૭/૧૧/૨૦૨૪ ના રાત્રના ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ કુલ-૧૧ મંદિરોના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી,છતર,રામ૨મી,મુગુટ,ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિં.રૂ. ૮૧૦૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૧૬૦૦૦/- મળી કુલે રૂ. ૯૭૦૦૦/- ની મંદિર ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ધટના સ્થળે દોડી ગયા હતા જો કે પોલીસ એની તપાસમા કોઇ કડી મેળવે તે પહેલા જ તા.૧૨/૧૧/૨૪ ના રોજ કાનમેર ગામમાં આવેલ અલગ- અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા,છતર,મુગટ, પાદુકા એમ અલગ-અલગ દાગીના કિ.રૂ. ૧,૪૩,૫૦૦/- તથા દાનપેટીના રોકડા રૂ. ૬૭૦૦/- મળી કુલે કિ.રૂ.૧,૫૦,૨૦૦/- ની ચોરી કરી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવી ફરીયાદીને પકડી મુઢ માર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલે રૂ. ૧૧૪૦૦/- ની લુંટ કરેલ. તે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો પ્રકાશમા આવ્યો હતો. બનાવ સબંધે પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા ચોરીના સ્થળે મુલાકાત કરવામાં આવી હતી અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ સીટની રચના કરવામાં આવી હતી જેમાં સીટના અધ્યક્ષ તરીકે સાગર સાંબડા એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ,વી.એ.સેંગલ પોલીસ ઈન્સપેકટર ગાગોદર પોલીસ સ્ટેશન ,જે.એમ.વાળા પોલીસ ઇન્સપેક્ટર આડેસર પોલીસ સ્ટેશનનો સમાવેશ કરાયો હતો જે તપાસના અંતે પોલીસે ચોરીનો મુદ્દામાલ રાખનાર અમદાવાદના સોની વેપારી સહિત ૬ ની ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી વિશેષ પુછપરછ શરૂ કરી છે. આજે પુર્વ કચ્છ પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી બનાવની સીલસીલા બંધ વિગતો આપી હતી. ચોરીના વિસ્તારનુ સર્વેલન્સ તથા બાતમીદારની મદદથી પોલીસે રાજસ્થાન સુધી ચોરનુ પગેરૂ દબાવ્યુ હતુ. અને આરોપીને રાજસ્થાન જઇ જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આજે તેની વિધીવીત ધરપકડ કરી તપાસ આરંભાઇ હતી આરોપીએ રાપરના કાનમેર,ચિત્રોડમા થયેલી સામુહીક ચોરીની કબુલાત કરી છે. પોલીસે ગુન્હામા સામેલ ફરાર બે શખ્સોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. પુર્વ કચ્છ પોલીસવડાએ મંદિર ચોરી અને લુંટના ગુન્હાનો ભેદ ઉકેલનાર ટીમને ઇનામ પણ જાહેર કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ચિત્રોડ,કાનમેર ઉપરાંત નખત્રાણા,ભાભર,થરા,રાધનપુર,દિયોદર,ડીસા પોલીસ મથકના ગુન્હાના ભેદ પોલીસે ઉકેલ્યા છે. આરોપી મેધલારામ મોતીરામ ગરાસીયા વિરૂધ્ધ રાજસ્થાનમાં ૯ જેટલા ગુન્હા નોંધાયા છે તો સુરેશ શંકર ઉર્ફે ડાકુ ગોરસીયા સામે રાજસ્થાનમાં છ જેટલા ગુન્હા નોંધાયેલા છે. આરોપી પાસેથી પોલીસે ચિત્રોડ કાનમેર ચોરીમાં ગયેલ આભુષણો તથા અન્ય મુદ્દામાલ સહિત ૩.૬૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે
કલાકો જંગલમાં ચાલી પાર પડાયુ ઓપરેશન..
બાતમી મળતાજ રાજસ્થાન ગયેલી ટીમે સ્થાનીક પોલીસની મદદ મળી હતી. જો કે જંગલ વિસ્તારમાં આરોપીઓ હોવાની માહિતી બાદ રાજસ્થાન ગયેલી કચ્છ પોલીસની ટીમે 3 વાગ્યે ઓપરેશન શરૂ કર્યુ હતુ અને સવારે 7 વાગ્યે આરોપીઓ હાથ લાગ્યા હતા પોલીસે મોટા ભાગના આરોપીને પકડવા માટે ગાઢ જંગલમાં પગે ચાલીને આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. સાગર સાંબડા, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ,એન.એન.ચુડાસમા, પોલીસ ઈન્સપેકટર એલસીબી, વી.એ.સેંગલ પોલીસ ઇન્સપેકટર ગાગોદર જે.એમ.વાળા પોલીસ ઇન્સપેક્ટર આડેસર,એમ.વી.જાડેજા સહિત 40 થી વધુ લોકો ટીમમાં સામેલ હતા જે ગુન્હો ઉકેલાયા બાદ પોલીસ વડા સાગર બાગમારે ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા જો કે રાજસ્થાનના દુર્ગમ જંગલમાં કલાકો સુધી પગે ચાલી પોલીસે આ કુખ્યાત ગેંગના સાગરીતોને દબોચ્યા હતા.
રાજસ્થાનની કુખ્યાત “ગરાસીયા ગેંગના ગીરફ્તમાં
૧૯ જેટલા મંદિરમાં બે દિવસમાં ચોરી થતા રીતસરની પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્‌યા હતા તેવામાં ૪૦થી વધુ સભ્યોની અલગ-અલગ ટીમોનુ ગઠન કરવામા આવ્યુ હતુ જેને તપાસ શરૂ કરતા રાજસ્થાન આરોપી હોવાની બાતમી મળતા પોલીસે ત્યા પહોંચી (૧) કમલેશ અનારામ ગરાસીયા,ઉ.વ.૨૪, ૨હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી.ઉદેપુર રાજસ્થાન (૨) રમેશ બાબુરામ ગરાસીયા,ઉ.વ.૨૨, ૨હે.માલવા ચોરા,તા.દેવલા,થાના-બેકરીયા જી.ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન (૩) જીતેન્દ્ર સુનારામ ગરાસીયા,ઉ.વ.૨૧, ૨હે. સીમલા થલા,થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન (૪) સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા,ઉ.વ.૨૫,૨હે.માલેરા,થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન (૫) જયરામ ઉર્ફે જેનીયા સ/ઓ નોનારામ ગરાસીયા,ઉ.વ.૩૦, રહે. માલેરા થાના-પીંડવાળા તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન (૬) સુરેશકુમાર શાંતીલાલ સોની ઉ.વ.૪૮ રહે. શુભગ્રીન ફ્લેટ, વસ્ત્રાલ અમદાવાદ મુળ રહે. ગામ ગોયલી તા.જી.શિરોહી રાજસ્થાનને ઝડપી પાડ્યા હતા.(૧) મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા, રહે.ડાલીબોર,તા.બાલી,જી.પાલી રાજસ્થાન (૨)૨મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા કા ચોરા થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન કે જેઓ આજ ગેંગના સાગરીત છે તેના નામ સામે આવ્યા છે જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
મંદિર નિર્માણ સમયથીજ ચોરીનો પ્લાન
રાજસ્થાનનાં જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી ગરાસીયા ગેંગના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જો કે સૌથી અગત્યનુ આ ગુન્હેગારની ચોરી કરવાની એમઓ હતી આરોપીઓની ગુનો કરવાની રીતની વાત કરીએ તો આરોપીઓ પથ્થર કોતરણી કામના જાણકાર છે. જેથી તેઓ કચ્છ તથા અન્ય જીલ્લાઓમાં અલગ અલગ મંદિરો બનતા સમયે પથ્થર કો૨તરણી કામ કરતા અને ત્યારેજ વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતીની માહિતી મેળવતા અને બાદમાં પોતાની ગેંગ બનાવી જે વિસ્તારના મંદિરોમાં પથ્થર કોતરણી કામ કરલુ હોય તે વિસ્તારના મંદિરોમાં રાત્રીના સમયે નિશાન બનાવી ચોરીને અંજામ આપતા
પોલીસે તમામના પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા છે. દરમ્યાન તેઓ કુખ્યાત ગેંગની કુંડણી સાથે ફરાર બે શખ્સો તથા તેઓએ અન્ય કઇ કઇ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે તે સહિતની વિગતો મેળવશે