Home Crime ભુજના ડાંડા બજારમાં હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણનુ કારસ્તાન ઝડપાયુ !

ભુજના ડાંડા બજારમાં હાથીદાંતની બંગડીઓ બનાવી વેચાણનુ કારસ્તાન ઝડપાયુ !

4628
SHARE
મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાંથી ચોરી છુપીથી વહેંચાણ થતુ હતુ બાતમી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વહેંચવાનુ કારસ્તાન પકડી તપાસ આરંભી ત્રણ સામે કાર્યવાહી બાદ વધુ તપાસ માટે વનવિભાગને જાણ કરાઇ
પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મહત્વપુર્ણ સફળતા મળી છે. બાતમી આધારે ભુજના ડાંડા બજારમાં આવેલી મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 10 જેટલી શંકાસ્પદ બંગળીઓ પોલીસ દ્રારા જપ્ત કરવામાં આવી હતી. પોલીસને શંકા હતી કે આ બંગળીઓ હાથી દાતમાંથી બનેલી છે. જેથી પોલીસે બંગળીઓ જપ્ત કરી એફએસએલમાં તપાસ માટે રાજકોટ મોકલી હતી. જેના પુર્થકરણમાં સાત જેટલી બંગળીઓ હાથીદાંતમાંથી બનેલી હોવાનુ સ્પષ્ટ થતા પોલીસે ચાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ આરંભી છે. સમગ્ર બનાવ બાબતે ડોક્ટરી અને એફએસએલ અભિપ્રાય બાદ પોલીસે આ સમગ્ર બનાવ અંગે વનવિભાગને જાણ કરી વધુ તપાસ આરંભી છે. આઇજી ચિરાગ કોરડીયા તથા એસ.પી વિકાસ સુંડા દ્રારા જીલ્લામાં ચોરી છુપી રીતે કે છળકપટથી વન્ય પ્રાણી જીવોના અવશેષોના વેપાર પર વોચ રાખવા અને આ પ્રકારની ગેરકાયદેસર થતી પ્રવૃત્તીઓ અટકાવવા માટે સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી હતી અને સમગ્ર કારસ્તાન ઉજાગર કર્યુ હતુ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વનવિભાગને જાણ કરાઇ છે. જેથી હાથદાંતની વસ્તુઓનુ વહેંચાણ તથા તેને બનાવવા માટેની વસ્તુઓ ક્યાથી આવતી તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ
નિષ્ણાંતોએ કહ્યુ વસ્તુઓમાં હાથીદાંતનો ઉપયોગ
તા.૧૬/૧૧/૨૦૨૪ના ભુજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમાને બાતમી મળી હતી કે ભુજ બજાર ચોકી આગળ ડાંડા બજારમાં આવેલ મણિયાર બેંગલ્સ નામની બંગડીઓની દુકાનમાં હાથીદાંતની અમુક બંગડીયો ચોરી છુપીરીતે બનાવી તેનુ વેચાણ કરે છે.જે બાદ પશુ ચિકિત્સક સાથે મણીયાર બેન્ગલ્સમાં તપાસ કરાઇ હતી. જે દરમ્યાન આસીમ અહમદ મણિયાર રહે. મુન્સી શેરી મણિયાર ફળીયુ.સોનીવાડ. પાસેથી દુકાનમાં લાકડાના ટેબલના ખાનામાં પડેલ એક બોક્સમાં કુલ ૧૦ નંગ હાથીદાંતની શંકાસ્પદ બંગડીઓ મળી આવી હતી જે એફએસએલ તપાસ કરાવતા તેમાંથી 7 બંગળીઓમાં હાથીદાંતનો ઉપયોગ થયો હોવાનુ સ્પષ્ટ થતા ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે આરોપીને સોપવામાં આવ્યા હતા જેમાં આસીમ અહમદ મણિયાર રહે. મુન્સી શેરી મણિયાર ફળીયુ, સોનીવાડ. ભુજ,અહમદ સુલેમાન મણિયાર રહે. મુન્સી શેરી મણિયાર ફળીયુ, સોનીવાડ, ભુજ,અલ્તાફ અહમદ મણિયાર રહે. મુન્સી શેરી મણિયાર ફળીયુ, સોનીવાડ, ભુજ,અઝરૂદીન નીઝામુદીન મણિયાર રહે. મુન્સી શેરી મણિયાર ફળીયુ, સોનીવાડ, ભુજ સામે કાર્યવાહી કરી ત્રણ શખ્સોની આ મામલે ધરપકડ કરી છે.
લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વનવિભાગને જાણ કરાઇ છે. જેથી હાથદાંતની વસ્તુઓનુ વહેંચાણ તથા તેને બનાવવા માટેની વસ્તુઓ ક્યાથી આવતી તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે અને ત્યાર બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે જો કે ભુજમાં હાથીદાંતના ઉપયોગથી બનેલી વસ્તુઓની વહેંચાણની બાબત સ્પષ્ટ થતા કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.