ફોટાઓ-વિડીયો સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરતા શખ્સ વિરૂધ્ધ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી યુવકને કમરે રિવોલ્વર લટકાવીને ઈન્સ્ટાગ્રામની રીલમાં ફિલ્મી ડાયલૉગ ફટકારીને ‘રોલો’ મારવાનું ભારે પડી ગયું છે.
સોસીયલ મિડીયાના વધતા પ્રભાવ વચ્ચે આજે તેમાં સીનસપાટા માટે મુકાતી પોસ્ટ ક્યારેક તમને પોલીસ મથકે પણ પહોંચાડી શકે છે. આવીજ એક ધટનામાં પોતાની પરવાના વાડી બંદુક સાથે સીનસપાટા કરતા યુવાન સામે કાર્યવાહી કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. રેન્જ આઇજી ચિરાગ કોરડીયા તથા પચ્છિમ કચ્છ જીલ્લા પોલીસવડા વિકાસ સુંડાની સુચના મુજબ અમુક ઇસમો સોશ્યલ મીડીયા એકાઉન્ટમાં લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથીયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા હોય તેની સામે કાર્યવાહી માટે સુચના આપી હતી જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા,પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી.પો.હેડ.કોન્સ. સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, તથા મહીપાલસિહ પુરોહીતનાઓ સોશ્યલ મિડીયામાં વોચમાં હતા. દરમ્યાન એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મોદીશા જમાનશા શેખ રહે. અનિશા પાર્ક, ભુજ વાળાએ હથીયાર સાથે પોતાના ફોટાઓ અપલોડ કરેલા હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. જેની તપાસ કરી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હથીયાર પધ્ધર પોલીસ સ્ટેશને જમા કરાવી કાર્યવાહી કરી હતી મોદીશા જમાનશા શેખ સામે અગાઉ જુગારધારા સહિત અન્ય ગુન્હાઓ પણ ભુજ શહેરમાં નોંધાયેલા છે.તો આરોપીના પરવાના વાડા હથિયાર મામલે કાર્યવાહી માટે કલેકટર કચેરીમાં પણ જાણ કરી તેનુ લાઇસન્સ રદ થાય તે માટે કાર્યવાહી શરૂ કરાઇ છે.યુવકે ઈન્સ્ટાગ્રામમાં એક રીલ પોસ્ટ કરી હતી. જેમાં તે ફિલ્મી ડાયલૉગ ફટકારતો જણાય છે કે ‘કિરદાર દેખકર લોગ દિવાને હો જાતે હૈ મેરે ભાઈ, હમ જબરદસ્તી દિલોં પર કબજા નહીં કરતેં”
પોલીસની સાવચેતી માટે અપિલ
હથીયાર લાયસન્સ ધારકો પોતાના હથીયારનું જાહેરમાં પ્રદશિત કરશે અથવા તો શોશીયલ મીડીયામાં વેપન સાથે રીલ બનાવશે તેઓ વિરૂધ્ધ આર્મ્સ એક્ટની જોગવાઇઓ તેમજ આર્મ્સ એક્ટ રૂલ્સ ૨૦૧૬ ની ધારા ૩૨(૩) મુજબ સખ્ત કાર્યવાહી કરાશે. પોલીસ દ્વારા તમામ હથીયાર લાયસન્સ ધરાવતા વ્યક્તિઓને અપીલ કરવામાં આવે છે કે, હથીયાર બાબતે જાહેરમાં પ્રદશન, શોશીયલ મીડીયામાં રીલ બનાવાશે તો હથીયાર નિયમ અનુસાર જમા લેવામાં આવશે.
હથિયારોની મંજુરીમાં ગોટાળા થાય છે?
પચ્છિમ કચ્છ પોલીસે કરેલી આ કાર્યવાહી સુચક છે. પરંતુ છાસવારે ગેરકાયદેસર હથિયારો સાથે કાયદેસર હથિયારો રાખનારને પાડવાના નિયમોનુ પાલન થતુ નથી તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. સાથે હથિયાર લાઇસન્સ મેળવવાની પ્રક્રિયામાં ક્યાક વહિવટ થતો હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે. ભુતકાળમાં આરટીઆઇ હેઠળ મંગાયેલી આવી માહિતીમાં અધુરી માહિતી આપવા સહિત અનેક ગોટાળાઓ સામે આવ્યા હતા જે મામલાઓ દબાઇ ગયા હતા. પંરતુ તેની પુર્ણ તપાસ થતી નથી તે પણ એટલુજ સત્ય છે.અગાઉના કેટલાક કિસ્સામાં તો કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે પણ સવાલો ઉભા થયા હતા. ત્યારે તેના માપદંડો અને તેમાં શુ વજન લઇને છુટછાટ તો નથી અપાઇ ને તેની તપાસ થાય તો ધણા કિસ્સામાં ગોટાળા સામે આવે તેમ છે તેવો સુર જાણકારોએ વ્યક્ત કર્યો હતો. પણ જો તપાસ થાય તો….