Home Crime તુણા નજીક ખાણખનીજની ફલાઈંગ સ્કવોડ પર હુમલો ! પોલીસ ફરીયાદ થશે?

તુણા નજીક ખાણખનીજની ફલાઈંગ સ્કવોડ પર હુમલો ! પોલીસ ફરીયાદ થશે?

4907
SHARE
કચ્છમાં બેફામ રીતે થતી ખનીજચોરીથી હવે સૌ કોઇ વાકેફ છે. ભલે સરકારી વિભાગ કાર્યવાહી કરીને સંતોષ માને છે. પરંતુ બેફામ ખનીજ ચોરી અવીરત છે તેવામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓએ અંજારના તુણા નજીક ખાણખનીજ વિભાગની ફ્લાઇગ સ્કોડ પર હુમલો કર્યો છે. જો કે ખાણખનીજ વિભાગે વાહનો છોડાવી ભાગવાનો પ્રયત્ન કરતા ચાર વાહનો જપ્ત કર્યા છે. પંરતુ હજુ સુધી આ મામલે ફરીયાદ થઇ નથી.
કચ્છમાં ખાણખનીજ વિભાગ તેમની કામગીરીના ગમે તેવા મોટા અને દેખાડા પુરતા આંકડાઓ રજુ કરે પરંતુ કચ્છમાં બેફામ ખનીજ ચોરી થાય છે. તે વાસ્તવીકતા છે. અને એટલેજ ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. નાના-નાના લોકો સામે કાર્યવાહી કરી તેના આંકાઓ સુધી ખાણખનીજ વિભાગ હજુ સુધી પહોંચી શક્યુ નથી તે નરી વાસ્તવીકતા છે. આ ક્ષેત્રના જાણકારો સ્પષ્ટ સુર વ્યક્ત કરે છે કે ખાણખનીજ વિભાગ જે પકડે છે તેના કરતા કેટલુય ખનીજ બારોબાર પગ કરી જાય છે. તેવામાં ખનીજ માફીયાઓના કારનામાનો વધુ એક ચોંકવનારો બનાવ સામે આવ્યો છે. કચ્છમાં બેફામ થતી ખનિજ ચોરી અટકાવવા માટે પ્રયત્નશીલ રહેતી ફલાઈંગ સ્કવોડની ટુકડી અંજાર વિસ્તારમાં આકસ્મીક ચેકીંગ કરી હતી ત્યારે તુણા રોડ પર ખનીજ ભરીને જતા વાહનોને અટકાવવામાં આવ્યા હતા. જો કે કાર્યવાહીથી ઉશ્કેરાયેલા અમુક શખ્સોએ ફલાઈંગ સ્કવોડની ટુકડીના અધિકારી અને સિક્યુરીટી ગાર્ડ પર હાથાપાઈ કરી હુમલો કર્યો હતો સમગ્ર ધટના વિડીયોમાં પણ કેદ થઇ હતી. ધટનાના મુડમાં ઓવરલોડ લઇ જવાતા વાહનો હતા આ અંગે ખાણખનીજ વિભાગના અધિકારી મેહુલ શાહનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યુ હતુ કે ગઇકાલે રાત્રે આ બનાવ બન્યો હતો જેમાં બ્લેકટ્રેપ ઓવરલોડ લઇ જવાતા વાહનો પકડ્યા હતા જે બાદ ઝપાઝપી થઇ હતી અને વાહનો લઇ જવાના પ્રયાસો થયા હતા પરંતુ ખાણખનીજ વિભાગે ચાર વાહનો જપ્ત કરી તેને સિઝ કર્યા છે. અને કંડલા પોલીસ મથકે રાખવામાં આવી છે.
શુ ફરીયાદ થશે ? કે પછી….
ખાણખનીજ વિભાગે રોયલ્ટી કરતા વધુ બ્લેકટ્રેપ ખનિજ લઇ જતા વાહનો સીઝ કરી કંડલા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખ્યા છે. પરંતુ હજુ સુધી આ મામલે ટીમ પર હુમલો કરનાર સામે કોઇ કાર્યવાહી કરી નથી તે અનેક સવાલો ઉભા કરે છે. કેમકે ખનીજ ટીમ સાથે રીતસરની હાથાપાઇ થઇ હોવાનુ વિડીયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે તેવામાં પોલીસ મથકે ફરજ રૂકાવટ કે હુમલાની ફરીયાદ કેમ આટલા કલાકો બાદ પણ નથી થઇ તે શંકા પ્રેરે તેવી બાબત છે.જો કે આ અંગે મેહુલ શાહે જણાવ્યુ હતુ કે રાત્રે હુમલાનો બનાવ બન્યો હતો તેથી કર્મચારીઓ સાથે ચર્ચા બાદ આ મામલે કાર્યવાહી અંગે નિર્ણય કરાશે જો કે કેટલી ઉગ્ર બબાલ થઇ હતી તે વિડીયોમાં દ્રશ્યમાન થાય છે. જો કે કોના વાહનો હતા? કોના દ્રારા વાહનો લઇ જવાના પ્રયત્ન થયા? બ્લેડટ્રેપ ક્યાથી લવાયો ? તે સહિતની વિગતો પણ સ્પષ્ટ થઇ નથી.
કચ્છમાં ખનીજ ચોરો કેટલા બેફામ છે. તેનો વધુ એક લાઇવ પુરાવો સામે આવ્યો છે. એક તરફ જ્યા ખાણખનીજ વિભાગની ચોક્કસ વિસ્તારોમાં કામગીરી હાલ ચર્ચામાં લાંબા સમયથી ચર્ચા છે. તેવામાં જે ટીમો કામ કરી રહી છે તેના પર હુમલાઓ થઇ રહ્યા છે. ત્યારે ગાંધીનગર કક્ષાએ આવા મામલાની નોંધ લઇ કચ્છમાં બેફામ થઇ રહેલી ખનીજ ચોરી પર ધાક બેસાડતી કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
હુમલાનો લાઇવ વિડીયો