Home Crime ગાંધીધામમાં ‘નકલી ઇડી’ બની સાચી રેડ કરનાર ટોળકી ગીરફ્તમાં !

ગાંધીધામમાં ‘નકલી ઇડી’ બની સાચી રેડ કરનાર ટોળકી ગીરફ્તમાં !

2450
SHARE
ગુજરાતમાં જ્યા નકલી વસ્તુઓની ભરમાર છે તે વચ્ચે કચ્છમાં ઇડીના નામે ખોટી રેડ કરી લાખો રૂપીયાની ચોરીને અંજામ આપનાર ટોળકી પોલીસની ગીરફ્તમા આવી છે. એક મહિલા સહિત 12 શખ્સો પોલીસે પકડ્યા રાધીકા જવેલર્સ તથા તેના મકાને ઇડી બની તપાસ કરી આવ્યા
ગુજરાત અને દેશભરમાં ભેજાબાજો એવી એવી રીતે લોકોને ઠગી રહ્યા છે કે તેની કલ્પના પણ કોઇ ન કરી શકે તેમાય ગુજરાતમાં તો તાજેતરમાં પ્રકાશમાં આવેલા નકલી વસ્તુઓના કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે નકલી કચેરીથી લઇ અધિકારી અને નકલી જજ સુધીના કિસ્સાઓ ગુજરાતમા પ્રકાશમાં આવ્યા છે તેવામાં હવે ઇડીના નામે ઠગાઇનો ગંભીર કહી શકાય તેવો મામલો ગાંધીધામમાં પ્રકાશમાં આવ્યો છે. આમતો ગઇકાલેજ આ મામલે દિવસભર સમાચારોમાં ચર્ચામા રહ્યો હતો પરંતુ પુર્વ કચ્છ પોલીસે સત્તાવારી રીતે આજે તેની સીલસીલા બંધ વિગતો જાહેર કરી હતી જેમાં એક મહિલા સહિત 12 જેટલા લોકોએ ભેગા મળી ગાંધીધામની રાધીકા જવેલર્સને નિશાને બનાવી હતી અને ઇડીના અધિકારીઓ બની તેની દુકાન ઘર સહિતના સ્થળોએ તપાસ કરી ચોરીની ધટનાને અંજામ આપ્યો હતો પોલીસે સમગ્ર ધટનામાં ગયેલો મુદ્દામાલ ઇડીનુ નકલી આઇડી કાર્ડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજી બનાવની સંપુર્ણ વિગતો જાહેર કરી હતી બનાવની વિગતે વાત કરીએ તો તા.૦૨/૧૨/૨૦૨૪ ના રોજ ઝડપાયેલા આરોપીઓએ ગાંધીધામ ખાતે આવેલી રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી રચી ઇડીની રેઈડ દર્શાવી ફરીયાદીના મકાનમાં સોના-ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ચેક કરી જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિ.રૂ.૨૫,૨૫,૨૨૫/- ની ચોરી કરી હતી ફરીયાદીને કાઇ અજુગતુ લાગતા તેને આ અંગે પોલીસને જાણ કરી હતી જેથી ગાંધીધામ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે બી.એન.એસ.કલમ-૩૦૫,૨૦૪, ૬૧(૨) (એ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તપાસ આરંભાઇ હતી અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ આધારે ગુનામાં સંડોવાયેલ શખ્સોની ઓળખ મેળવી તેઓને શોધવા માટે અલગ અલગ ટીમો ભુજ,અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ માટે રવાના કરાઇ હતી જેમાં સંડોવાયેલ આરોપીઓને રાઉન્ડઅપ કરી પુછપરછ કરતાં તેઓએ ગુનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી જેથી નકલી ઈ.ડી ના અધિકારી બનેલ તથા તેના સાગરીતો મળી ૧૧ આરોપી તથા એક મહિલા આરોપીને ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુનામાં ઉપયોગમાં લીધેલા વાહનો સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. જો કે વિપીન શર્મા રહે.અમદાવાદ હજુ આ ગુન્હામાં ફરાર છે જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે તપાસ દરમ્યાન સોનાનું બિસ્કીટ,સોનાના લેડીઝ બ્રેસલેટ નંગ-૬,ઈ.ડી.નુ નકલી આઈકાર્ડ,મોબાઈલ ફોન નંગ-૧૩ ચાર વાહનો મળી કુલ રૂ. ૪૫,૮૨,૬૦૯/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝડપાયેલા આરોપીઓમાં અબ્દુલસતાર ઈશાક માંજોઠી અગાઉ જામનગરના પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણી સાથે ખુનનો ગુનો તથા ભુજ સીટી પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિષના ગુન્હામા સંડોવાઇ ચુક્યો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.બનાવના દિવસે 11 વાગ્યે અમદાવાદ રહેતા આરોપીઓ અલગ અલગ બે વાહનથી ગાંધીધામ ખાતે આવી સ્થાનિક આરોપીઓને ગાંધીધામ બસ સ્ટેશનની નજીક મળી અલગ અલગ વાહનોમાં બેસી ફરીયાદીની રાધિકા જવેલર્સ પર જઈ આરોપી શૈલેન્દ્ર દેસાઈએ ઈ.ડી.ના અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી તેણે બનાવટી ઇડીના અધિકારી અંકિત તિવારીના નામનો નકલી આઈ.કાર્ડ બતાવી રાધિકા જવેલર્સ ખાતે ખોટી રેઈડ દર્શાવી ત્યાર બાદ તેના મકાન પ૨ તથા તેમના ભાઈઓના મકાન પર વધુ તપાસ ક૨વાનો ઢોંગ કરી તેના મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી મકાનમાં સર્ચ કરી ફરીયાદીનાં મકાનમાં મળી આવેલા સોનાના દાગીના તથા રોકડ રકમ અલગ તારવી સાહેદની નજર ચુકવી આરોપી નિશા મહેતાએ સોનાના દાગીના માંથી કેટલાક દાગીનાની ચોરી કરી ગુનાને અંજામ આપ્યો હતો જો કે પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે.આ કામગીમાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં એન.એન.ચુડાસમા, એમ.ડી.ચૌધરી,એમ.વી.જાડેજા, એમ.એચ.જાડેજા, એસ.વી.ડાંગર, તથા અલગ-અલગ ટીમમાં સામેલ પોલીસ સ્ટાફ જોડાયો હતો.
નકલી ઇડી ગેંગના સાગરીતો..
(૧) ભરત શાંતીલાલ મોરવાડીયા (સોની),ઉ.વ.૪૦ રહે.મ.નં-૧૦૨,ડી.સી.-૫,આદિપુર તા.ગાંધીધામ(૨) દેવાયત વીસુ ખાચર(કાઠી),ઉ.વ.૩૮,૨હે.મ.નં-૬૭, સાંઈનાથ સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર(3) અબ્દુલસતાર ઈશાક માંજોઠી,ઉ.વ.૫૪,૨હે.મ.નં-૧૯૫, રોયલસીટી, લખુરાઈ ચાર રસ્તાની બાજુમાં, ભુજ-કચ્છ (કચ્છ મશાલ વીકલી ન્યુઝના પત્રકા૨ તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાત ના ડાયરેકટર)(૪) હિતેષ ચત્રભુજ ઠક્કર,ઉ.વ.૪૯, ૨હે.ફ્લેટ નં-૬, ઘનશ્યામ સીટી એપાર્ટમેન્ટ,પારેશ્વર ચોક,ડબીરબાગની સામે,ભુજ-કચ્છ(૫)વિનોદ ૨મેશ ચુડાસમા(મોચી),ઉ.વ.૪૬, રહે.મ.નં-૧૫૭,સિધ્ધી વિનાયકનગર, સરકારી વસાહત, પ્રમુખસ્વામી નગર,ભુજ-કચ્છ (૬)ઈયુઝીન અગસ્ટીન ડેવીડ (કિશ્ચન),ઉ.વ.૬૩,૨હે.મ.નં-૧૨૨,મારૂતીનગર,મોઘપર(બો) તા.અંજાર(૭)આશિષ રાજેશ મિશ્રા,ઉ.વ.૩૧,રહે.૩૧,ડી-૯૦૧, સા૨ન્સ એમ્બીયન્સ,ડો.જીવરાજ મહેતા હોસ્પિટલની સામે, અમદાવાદ(૮)ચન્દ્રરાજ મોહન નાયર,ઉ.વ.૪૬,૨હે.ઈ-૫૦૧,યશ એવન્યુ, આઈ.ઓ.સી. રોડ,ચાંદખેડાઅમદાવાદ(૯) અજય જગન્નાથ દુબે,ઉ.વ.૨૭, ૨હે. ૪૭૩-એ,ન્યુ રેલ્વે કોલોની, સાબરમતી અમદાવાદ(૧૦)અમિત કિશોર મહેતા,ઉ.વ.૪૫,૨હે.ઈ-૩૦૧,યશ એવન્યુ,આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા,અમદાવાદ(૧૧) શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ,ઉ.વ.૪૩, ૨હે.એ-ઠ,રેવતી ટાવર, રામદેવનગર, અમદાવાદ(૧૨)નિશા અમિત કિશોર મહેતા,ઉ.વ.૪૨,૨હે.ઈ-૩૦૧,યશ એવન્યુ, આઈ.ઓ.સી.રોડ, નો સમાવેશ થાય છે.
નકલી ઇડીએ આપ્યો અસલી રેડને અંજામ !
સ્પેશીયલ 26 ફિલ્મની જેમ ગાંધીધામમાં કરાયેલી આ અસલી રેડને આ રીતે અંજામ અપાયો હતો આરોપી ભરત મોરવાડીયાએ તેના મિત્ર દેવાયત ખાચરને રાધીકા જવેલર્સમાં અગાઉ પાંચ-છ વર્ષ પહેલા IT ની રેઇડ પડી ત્યાં પુષ્કળ પ્રમાણમાં સોના-ચાંદી તથા રોકડ રકમ મળી હોવાની જાણકારી આપી હતી. ત્યાર બાદ પ્લાન શરૂ થયો હતો હાલમાં પણ રાધિકા જવેલર્સના માલીક પાસે ૧૦૦ કરોડથી વધારે પ્રમાણમાં મિલકતો હોવા અંગેની માહિતી આપી જે માહિતી આરોપી દેવાયત ખાચરે તેના મિત્ર અબ્દુલસતાર માંજોઠીને આપી અને અબ્દુલસતાર માંજોઠીએ આ માહિતી તેના મળતીયા હિતેષ ઠકકર, વિનોદ ચુડાસમાને આપી જે બાદ ભુજમાં મળી ઈ.ડી.ની રેઇડ કરવાની પ્લાનીંગ કરવામાં આવી હતી બાદમાં દેવાયત ખાચર,અબ્દુલસતાર માંજોઠી,હિતેષ ઠકકર ,વિનોદ ચુડાસમા સાથે બનાવના પંદરેક દિવસ અગાઉ સાંજના સમયે આદિપુર બસ સ્ટેશન સામે આવેલ રજવાડી ચા ની હોટલે ભેગા થયા હતા અને નકલી રેઈડ કરવા માટે પ્લાન બનાવ્યુ હતુ આ પ્લાનને સફળ બનાવવા માટે વિનોદ ચુડાસમાએ અમદાવાદના આશિષ મિશ્રાનો સંપર્ક કરી તેને રેઇડ કરવા માટે ટીપ્સ આપી તે ટીપ્સ પર કામ કરવા માટે આશિષ મિશ્રાએ તેના શેઠ ચંદ્રરાજ નાયર સાથે મળી તેની સાથે કામ ક૨તા અજય દુબે, અમિત મહેતા,નિશા મહેતા તથા વિપીન શર્મા નાઓએ સાથે મળી ઈ.ડી.ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવીઝન રેલ મેનેજર (DRM) ની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા શૈલેન્દ્ર દેસાઈ ને સાથે રાખી રેઈડ ક૨વાની જગ્યા તેમજ તેના મકાને રેઈડ દરમ્યાન મહિલાઓ હોવાનુ જણાવી ઈ.ડી. ના અધિકારી તરીકેનો પહેરવેશ તૈયાર કર્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓએ શુટ પહે૨વાનો નક્કી કર્યુ હતુ તેમજ રેડ દરમ્યાન મહિલાઓને સર્ચ કરવા માટે નિશા મહેતા ને પણ સાથે રાખવામાં આવી હતી.
સરહદી જીલ્લા કચ્છમાં આ પ્રકારનો બનાવ ગંભીર છે. ભલે પોલીસે આ ધટનામાં તાત્કાલીક ભેદ ઉકેની નાંખ્યો હોય પરંતુ પુર્વ કચ્છ પોલીસવડા સહિત મહત્વની બ્રાન્ચની કચેરીઓ જ્યા ગાંધીધામમાં આવેલી છે ત્યા પોલીસને અંધારામાં રાખી નકલી ઇડી ટોળકી ગુન્હાને અંજામ આપી જાય તે પોલીસ માટે આત્મમંથનનો વિષય છે.