Home Crime લ્યો બોલો તસ્કરો જખૌ પોલીસ સ્ટેશનમાંજ હાથ મારી ગયા !

લ્યો બોલો તસ્કરો જખૌ પોલીસ સ્ટેશનમાંજ હાથ મારી ગયા !

3772
SHARE
કચ્છમાં ચોરીના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. ઘરફોડ સાથે કિંમતી વાયરોની ચોરી સહિતના બનાવો સતત બની રહ્યા છે. તે વચ્ચે તસ્કરોએ જખૌ પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાંજ હાથ મારી પોલીસને પડકાર ફેંક્યો છે. અજાણ્યા તસ્કર સામે ફરીયાદ
કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉભા કરે તેવા આમતો અનેક બનાવો બની રહ્યા છે. ઘરફોડ ચોરી સહિતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તે વચ્ચે તસ્કરોએ પોલીસને જાણે પડકાર ફેંક્યો હોય તેમ પોલીસ મથકની અંદર જ મોટો હાથ મારી ચોરીને અંજામ આપ્યો છે. બનાવ જખૌ પોલીસ સ્ટેશનની અંદર બન્યો છે. જ્યા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાંજ આવેલ મુદ્દામાલ રૂમમાં પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ કોઇ અજાણ્યા ચોરો લઇ ફરાર થઇ ગયા છે. જે મામલે જખૌ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. ચોરીના બનાવ 2 તારીખ પહેલા કોઇપણ સમયે બન્યો હોવાનો અનુમાન છે. જો કે ગઇકાલે પોલીસના ધ્યાને આ મામલો સામે આવ્યો હતો જેમાં પોલીસે વિવિધ ગુન્હામાં કબ્જે કરેલ કોપર કેબલનો અલગ-અલગ જથ્થો કિંમત રૂપીયા 45,000 ની ચોરી કરી ફરાર થઇ ગયા છે. પોલીસના ધ્યાને મામલો આવ્યા બાદ જખૌ પોલીસ મથકના પીએસઆઇ હીરા મઠીયાએ ફરીયાદી બની અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવી છે. અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જખૌ પોલીસના બી.પી.ખરાડી એ વધુ તપાસ હાથ ધરી છે. પચ્છિમ કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં તાજેતરમાં અનેક ઘરફોડ ચોરીના બનાવો સામે આવ્યા છે. પરંતુ ત વચ્ચે હવે તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ પોલીસ મથકના મુદ્દામાલ રૂમમાં હાથ મારી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.