દારૂ સહિત માદ્દક વસ્તુઓ ધુસાડવા માટે હવે નવીનવી ટેકનીક ઉપયોગ કરાઇ રહી છે ત્યારે પુર્વ કચ્છ એસઓજીએ ઔડીસાથી ગાંજાનો મોટો જથ્થો કુરીયરમાં મંગાવનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય લોકોની સંડોવણી પ્રાથમીક તપાસમાં ખુલ્લી છે.
પોલીસને ચકમો આપવા માટે આજે ગુન્હેગારો નવાનવા કિમીયા તો અજમાવે છે પરંતુ પોલીસ પણ આજે સચેત બની છે. પુર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં માદ્દક પ્રદાર્થ ધુસાડવા માટે અલગ જ રસ્તો અપનાવાયો હતો પરંતુ સચેત બ્રાન્ચે મોટા જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બનાવની વિગતે વાત કરીએ તો પુર્વ કચ્છની સ્પેશીયલ ઓપરેશન બ્રાન્ચને બાતમી મળી હતી કે ગાંધીધામના બિઝનેશ આર્કેડ સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરીયરમાં કાઇક શંકાસ્પદ વસ્તુ આવવાની છે જે આધારે વોંચ ગોઠવવામાં આવી હતી અને તેમાં તપાસ કરતા ઔરીસ્સાથી આવેલા એક પાર્સલમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો બાતમી આધારે તપાસ કરતા રાજીવ વિન્દેશ્વર રાય ઉ.41 રહે.પીએસએલ કાર્ગો મુળ રહે બિહાર તથા સુભાષ દાહોર જાદવ રહે શાંતિધામ હરિઓમ નગર ગાંધીધામ મુળ બિહારને ઝડપી પાડ્યા હતા કુરીયલ ઓફીસમાંથી પાર્સલ લઇ બહાર નિકળતાજ એસઓજીએ તેને ઝડપી પાડ્યા હતા તેની પાસેથી 1.21 લાખની કિંમતનો 12 કિ.લોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો 1.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તેને વધુ તપાસ માટે ગાંધીધામ એ ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. એસઓજીની તપાસમાં ઓરીસ્સાના અજય શાવ તથા ગાંજાની ડીલેવરી લેનાર એક વ્યક્તિના નંબર સામે આવ્યા છે. જેથી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. તપાસ દરમ્યાન કેટલા સમયથી આ રીતે જથ્થો મંગાવાતો હતો અને ગાંધીધામમાં ક્યા-ક્યા સપ્લાય થતો હતો તે સહિતની તપાસ કરવામાં આવશે જો કે અગાઉ પણ કચ્છમાં કુરીયર દ્રારા માદક વસ્તુઓ ધુસાડવાના મામલા સામે આવી ચુક્યા છે. પરંતુ આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. નો ડ્રગ્સ ઇન ઇસ્ટ કચ્છ કેમ્પેન અતર્ગત પુર્વ કચ્છની સ્થાનીક પોલીસ ઉપરાંત સ્પેશીયલ બ્રાન્ચ માદક પ્રદાર્થ ધુસાડવાના તમામ પ્રયત્નો નિષ્ફળ બનાવી રહી છે.