કચ્છમાં જીવલેણ અકસ્માતનો સીલસીલો આજે પણ ચાલુ રહ્યો હતો માનકુવા નજીક આજે બપોરે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના જીવ ગયા છે. જ્યારે અન્ય છ ને ઇઝા પહોંચી છે સાંજે પણ ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાયો
કચ્છમાં વિકાસની સાથે અકસ્માતોના બનાવો પણ ચિંતાજનક રીતે વધ્યા છે. ગઇકાલે ધાણેટી સહિત રાપરમાં સર્જાયેલા અકસ્માતોમાં 2 ના જીવ ગયા હતા ત્યારે આજે પચ્છિમ કચ્છના માનકુવા નજીક સર્જાયેલા એક અકસ્માતમાં બે લોકોના જીવ ગયા છે. શુક્રવારે બપોરે સામત્રાથી મુસાફરોને લઇ જતો છકડો માનકુવા નજીક પહોચ્યો ત્યારે રોગસાઇડમાંથી આવતા ટેમ્પાએ તેને ટક્કર મારી હતી જેમાં છકડામાં સવાર 8 લોકોને ઇઝા પહોચી હતી જેને સ્થાનીક લોકો તથા પોલીસની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હવે આ અકસ્માતમાં ઇજા પામનાર બે વ્યક્તિના મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્ત પૈકી નાગીયારીના સામેમામદ બાફણનુ મોત થયુ છે જ્યારે નખત્રાણાના વિશાલ હસંરાજ વાણંદનુ ગંભીર ઇઝાથી મૃત્યુ થયુ છે. બપોરે સર્જાયેલા અકસ્માત બાદ પોલીસે વાહન કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી દરમ્યાન અકસ્માતમાં ઇજા પામનારની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી પરંતુ તે વચ્ચે ઇજાગ્રસ્ત બે વ્યક્તિના મોત થયા હતા માનકુવા પોલીસે અકસ્માત સર્જનાર વાહનને કબ્જે લઇ બનાવ સદંર્ભે તપાસ આરંભી છે. છેકડા ટેમ્પા વચ્ચે એક અન્ય વાહન પણ અકસ્માતનુ ભોગ બન્યુ હતુ ઘાયલોમાં સીમા રવિ ગોરસિયા હવાબાઈ રહીમ ગજણ, આમિર સકીલ ગજણ, રાઈકબાઇ મામદ પઢીયાર (56),આદ્રિયા જુણસ ભૂરેયા, લાલજી ભગુ જોગી, જશુ દેવજી વરસાણીનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોમાં સૌથી વધુ નાગીયારી ગામના લોકો છકડામાં સવાર હતા પોલીસે બનાવ અંગે વધુ તપાસ આરંભી હતી દરમ્યાન માનકુવા નજીક સાંજે વધુ એક અકસ્માત સર્જાયો હતો જો કે સદ્દનશીબે મોટી જાનહાની સર્જાઇ ન હતી પરંતુ ભારે વાહનમાં ખામી સર્જાતા નાનકડો અકસ્માત સર્જાયો હતો માનકુવા પોલીસે વધુ તપાસ આંરભી છે.