તાજેતરમાં ઉન્નાવ,કઠવા,સૂરતમાં બાળાઓ સાથે બનેલા જધન્ય કૃત્ય સામે દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે કચ્છના ઇતિહાદુલ મુસ્લેમીન -એ-હિન્દ દ્વારા અંજાર ખાતે રવિવારે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું અને ભોગ બનનાર બાળાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ હતી વિવિધ સંસ્થાઓના સહયોગથી આયોજિત આ લાગણી સભર આયોજનમાં ઇન્સાનિયતના દુશ્મનો દ્વારા આચરાયેલા એ શૈતાની કૃત્યને વખોડીને આ કૃત્યમાં લિપ્ત તમામ વિરુધ્દ્ધ તાત્કાલિક કેસોની સુનાવણી સહિત ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરાઈ હતી
આ પ્રસંગે હાજી જુમ્માભાઈ રાયમાએ આવા બનાવો થકી વિશ્વ કક્ષાએ ભારતની છબી ખરડાઈ હોવાનું જણાવીને આ કૃત્ય કરનારાઓને સરકાર છાવરવાની કોશિશ કરી રહી હોવાનો સુર વ્યક્ત કરીને જલ્દી થી જલ્દી જવાબદાર લોકો સામે જવાબદારી ફિક્સ કરવાની માંગ કરી હતી
આ કાર્યક્રમમાં માનવતા ગ્રુપના ગોવિંદભાઇ દનિચા, કરણી સેનાના રાજેન્દ્રસિંહ જાડેજા, રબારી સમાજના આગેવાન કરશનભાઇ રબારી સહિત મુસ્લિમ અગ્રણીઓ મામદભાઈ આગરીયા, નૂરમામદભાઈ રાયમાં તથા મુસ્લિમ યુવા સંસ્થાના વિવિધ હોદેદારોએ ઉપસ્થિત રહી મૃતકોને અંજલિ આપીને આ કૃત્યને વખોડ્યું હતું.
સોમવારે બિન રાજકીય સંગઠન દ્વારા ગાંધીધામમાં રેલી
સોમવારે સાંજે 7 કલાકે ગાંધીધામ ખાતે જાગૃત નાગરિકો દ્વારા
ગાંધી માર્કેટથી ઝંડા ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરાયું છે
આ રેલીમાં સફેદ વસ્ત્રો પરિધાન કરીને સંવેદના પ્રગટ કરાશે
આ આયોજન બિન રાજકીય હોઈ માત્ર માનવતા અને સંવેદના
ને ધ્યાને રાખીને કોઈપણ સંસ્થા કે પાર્ટીના બૅનરનો ઉપયોગ
નહીં કરવા અપીલ કરાઈ છે
સોશ્યિલ મીડિયામાં પણ વહેતા થયા સંદેશો
સોશ્યિલ મીડિયામાં પણ ‘આસિફા’ પ્રત્યે સંવેદના વ્યક્ત કરાઈ છે જેમાં
વ્હોટ્સએપ વાપરતા લોકોને એક દિવસ માટે blank purple કલરનું
ડીપી રાખવા અપીલ કરતા મેસેજ વહેતા કરાયા છે.
તો બીજી તરફ આ ઘટના બાદ ઉઠેલા રાજકીય આક્ષેપ પ્રતિઆક્ષેપો વચ્ચે વર્ગ વિગ્રહને બળ આપતા સંદેશાઓ પણ ફેલાઈ રહ્યા છે જોકે કાયદાકીય કાર્યવાહી વચ્ચે ઉદ્દભવતા આવા અનેક સવાલો લોક માનસને ગુમરાહ કરતા હોવાનો અહેસાસ પણ બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે
ભોપાલ સ્થિત પોલિટિકલ એક્ટિવિસ્ટ અબ્બાસ હાફિઝ ખાને youtube પર મુકેલો 5 મિનિટ ને 18 સેકન્ડનો વિડિઓ પણ બિનસાંપ્રદાયિકતાની લાગણી વચ્ચે રાજકીય ઈશારો કરી જાય છે આ વિડિઓ જોવા નીચે આપેલી લિંક ક્લિક કરી જોઈ શકો છો.