Home Current ભચાઉ નજીક એ ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત માટે જવાબદાર કોણ? સંવેદનશીલ...

ભચાઉ નજીક એ ગોઝારા અકસ્માતમાં 10 લોકોના મોત માટે જવાબદાર કોણ? સંવેદનશીલ સરકારે કેમ ન કરી સહાયની જાહેરાત?

1589
SHARE
એક તરફ ઢોલ વાગતા હોય આવનારા મેહમાનની રાહ જોવાતી હોય અને હરખ સાથે પ્રસંગમાં જવા માટે તમે પરિવાર સાથે નિકળ્યા હો અને અચાનક મોત આવે તો?  આ સાંભળીનેજ કાળજુ કંપી ઉઠે …વાહ રે કુદરત …પહેલા ભાવનગર અને હવે કચ્છના ભચાઉ તાલુકાના શિકરા નજીક પણ આવીજ ઘટના બનતા તેના કચ્છ સહિત ગુજરાતમા ઘેરા દુખદ પ્રત્યાઘાતો પડ્યા છે જેમાં એકજ ગામના એકજ પરિવારના 10 સભ્યો મોતના ખપ્પરમાં હોમાઇ ગયા…. અકસ્માતના કિસ્સા પછી આપણે સૌ સંવેદના સાથે આ તો ઉપરવાડાના હાથમાં છે. તેવુ ચોક્કસ વિચારી બેસીએ પરંતુ આવા અકસ્માતોમાં કુદરત માત્ર નિમીત બને છે. પરંતુ ખરેખર તેમાં બેદરકારી પણ મોટો ભાગ ભજવે છે. અને આજે પણ કઇક એવુજ થયુ એક નાનકડી ભુલ ભારે પડી અને 10 લોકો મોતના મુખમ જતા રહ્યા

ખરેખર અકસ્માત માટે બેદરકાર કોણ ?

શિકરાથી મામેરુ લઇ અનાવડીયા(પટેલ) પરિવાર ટ્રોલી સાથેના ટ્રેક્ટરમાં સવાર થઇ વીજપાસર લગ્ન લઇ નિકળ્યુ હતુ. પરંતુ હજુ તો મુખ્ય હાઇવે પર ચડ્યુ અને  રોગસાઇડમા ભચાઉ તરફ આગળ વધ્યુજ હતુ કે સામેથી આવતી પુરપાટ લકઝરી બસ સાથે તેની ટક્કર થઇ. ટક્કર એટલી જોરદાર હતી કે 10 લોકો તેમાં હોમાઇ ગયા પરંતુ અહી પ્રશ્ર્ન એ છે. કે ઘટના માટે બેદરકાર કોણ? ખેરેખર રોગ સાઇડમાં ટ્રેકટર લઇ જનાર આ ઘટના માટે દોષીત છે?  હાઇવે  પર બેફામ સ્પીડ સાથે દોડતી લકઝરી બસનો ડ્રાઇવર આ અકસ્માત માટે જવાબદાર છે?. કે પછી તંત્ર કે જે વર્ષો સુધી રસ્તાના કામ અધુરા છોડી લોકોને મજબુર કરે છે. રોગસાઇડ પર વાહનો દોડાવવા માટે?  કેમકે જો ભચાઉના  4 લેન રોડનુ કામ અધુરૂ અને ઉબડખાબડ ન હોત તો કદાચ આ અકસ્માત ન થયો હોત તેવુ સ્થાનીક લોકો ત્યા ચર્ચા કરતા જોવા મળ્યા હતા જો કે ભચાઉ પી.આઈ .એમ.આર.ગોઢાણીયાએ અકસ્માતમાં બેદરકારી અંગે તપાસ કરાશે તેમ કહ્યુ હતુ. તો લકઝરી ડ્રાઇવર પણ અકસ્માત બાદ ફરાર થઇ ગયો છે. જેની તપાસ પણ ભચાઉ પોલિસ કરશે

ગામમાં બે દિવસનો શોક કાલે આખુ ગામ હિબકે ચડશે 

વાગડમાં હાલ વિવિધ પસંગ્રો હોતા મુંબઇથી પટેલ સહિત અન્ય સમાજના લોકો પણ કચ્છમાં આવ્યા છે. અને આ પરિવાર પણ લગ્નમા હાજરી આપવાનો હતો પરંતુ તે પહેલાજ શિકરાના એ પરિવારના 10 સભ્યોના મોતથી ગામમાં આજે અરેરાટી ફેલાઇ હતી. અને સમગ્ર ગામ અને રાજકીય સામાજીક આગેવાનો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામ અને ભચાઉમાં વાત વાયુવેગે ફેલાતા અનેકના મોઢમાંથી અરેરાટી છુટી ગઇ હતી. ત્યારે આજે ગામમાં શોકનો માહોલ છે. તો આવતીકાલે મુંબઇથી પરિવારના અન્ય સભ્યો આવશે ત્યારે આવતીકાલે આખુ ગામ 10 લોકોની અંતિમક્રિયા વખતે હિંબકે ચડશે

કેમ સંવેદનસીલ સરકારે ન કરી કોઇ સહાયની જાહેરાત?

આમતો આ ગોઝારી અને દુખદ ઘટનામાં સંવાદ નહી સંવેદના હોવી જોઇએ પરંતુ એ પ્રશ્ર્ન ચોક્કસ થાય કે આટલી દુખદ ઘટના છંતા સંવેદનસીલ સરકારે કેમ કોઇ સહાયની જાહેરાત ન કરી?  ચોક્કસ સ્થાનીક નેતાઓ ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સરકારને સંપુર્ણ ઘટનાથી વાકેફ કરી હતી . પરંતુ જે રીતે સૌરાષ્ટ્રના યુવાનોના કચ્છમા થયેલા અકસ્માત અને ભાવનગરની ગોઝારી અકસ્માતની ઘટના પછી સરકારે તાત્કાલીક ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સહાયની જાહેરાત કરી તેમ કચ્છના આ અકસ્માતમાં શા માટે સરકારે કોઇ મૃત્યુ કે આકસ્મીક સહાયની જાહેરાત ન કરી કે પછી કચ્છના નેતાઓએ તેમની સંવેદના સરકાર સુધી યોગ્ય રીતે પહોંચાડી નહી? આ પ્રશ્ર્ન ચોક્કસ થાય