Home Crime ભુજમાં ઘરમાં ચાલતા જુગારધામ પર પોલીસની ધોંસ : વનતંત્રની જાળમાં બે શિકારી...

ભુજમાં ઘરમાં ચાલતા જુગારધામ પર પોલીસની ધોંસ : વનતંત્રની જાળમાં બે શિકારી ઝડપાયા

1476
SHARE

ભુજમાં ઘરમાં ચાલતા જુગારધામ પર પોલીસની ધોંસ : 1.21 લાખની રોકડ સાથે 9 ઝડપાયા

ભુજના શિવનગર વિસ્તારમાં આવેલા મકાનમાં ચાલી રહેલી જુગાર પર ત્રાટકેલી  પોલીસે 1.21 લાખની રોકડ સાથે 9 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. કાર્યકારી  જિલ્લા પોલીસવડા રવિ તેજા શેટ્ટીની સૂચના અને LCB પી.આઈ, જે.એમ.પંચાલના  માર્ગદર્શન હેઠળ થયેલી આ કાર્યવાહી રવિવારે મોડી સાંજે હાથ ધરાઈ હતી આ  દરોડામાં ઝડપાયેલા 9 જુગારીઓમાં
(૧) લાભશંકર રતીલાલ ગોર ઉ.વ.૪૮ ,શીવનગર,
(ર)ધ ર્મેશગર હિરાગર ગુસાઈ ઉ.વ.૩૦ રઘુવંશીનગર,
(૩)દર્શન કાંતીભાઈ ચૌહાણ (વાણંદ)ઉ.વ.ર૮ નખત્રાણા
(૪) હીરેન દીનેશભાઈ ઠકકર ઉ.વ.૩૪ રહે.ભુજ
(પ ) મુકેશ રામચંદ્ર જગવાણી (સીધી) ઉ.વ.૩પ ભુજ
(૬) ધર્મેશ શંભુગર ગુસાઈ ઉ.વ.૩૭ ભુજ
(૭) અનીલ ઉર્ફે ઈન્દીસયો બાબુલાલ શાહ ભુજ
(૮) અશ્વીન તારાચંદ મહેતા ઉ.વ.૪૦ રહે. ભુજ.
(૯) મીતેશ દિનેશભાઈ ઠકકર ઉ.વ.ર૭ ભુજ.નો સમાવેશ થાય છે આ દરોડા દરમ્યાન રોકડ રૂ.૧,ર૧,પ૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૭ કિ.રૂ.૧૩,પ૦૦/- તથા મોટરસાયકલ નંગ.ર કિ.રૂા.૩પ,૦૦૦/- એમ કુલ્લે રૂ.૧,૭૦,૦૦૦/-ના મુદામાલ જપ્ત કરાયો છે તમામ આરોપીઓ વિરૂઘ્ધ ભુજ શહેર બી ડીવીઝન માં ફરીયાદ દાખલ કરાઈ છે.

લખપતમાં વનતંત્રના પેટ્રોલિંગ દરમ્યાન બે શિકારી ઝડપાયા

રક્ષિત અને અબોલ પ્રાણીના શિકાર સહિતની પ્રવૃત્તિને ડામવા વનતંત્રએ કમરકસી છે  ત્યારે લખપતના બરંદા નજીક શિકાર કરવા આવેલા અલી અકબર લુહાર અને અલીમામદ અબ્દુલ લતીફ લુહાર વનતંત્રના પેટ્રોલિંગ દરમ્યાન ઝડપાઇ ગયા હતા ઝડપાયેલા આ બન્ને સામે વનતંત્રએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભારાસરના પૂર્વ સરપંચની હત્યાના આરોપીને 30 દિવસમાં ઝડપવાની માંગ કરાઈ

ભારાસરના માજી સરપંચ માયાભાઇ મહેશ્વરીની ત્રણ વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપી હજુ પણ પોલીસ શોધી શકી નથી ત્યારે મૃતકના ભાઈ અને હાલના સરપંચ દેવાભાઈએ વડાપ્રધાન સહિત સબંધિત અધિકારીઓ અને તંત્રને લેખિત રજુઆત કરીને  30 દિવસમાં યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે અન્યથા તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે લડત
ચલાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.