રવિવારે શિકરા ગામના 10 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. જેની આજે સોમવારે અંતિમયાત્રા ગામમાં નિકળતા ગામના તમામ લોકો પાટીદાર પરિવારના દુઃખમાં સહભાગી થયા હતા. આ અંતિમયાત્રામાં મુંબઇથી પણ અનેક લોકો જોડાયા હતા આવતીકાલે પટેલ સમાજમાં સમુહલગ્ન છે. પરંતુ હવે સાદગી સાથે લગ્નની ઉજવણી કરાશે તેવુ સમાજે નક્કી કર્યુ છે. મૃત્યુ પામેલા 10 પૈકી 9 લોકોની અંતિમવિધી સમાજના સ્મશાન ગૃહમાં કરાઇ હતી. તથા ભચાઉના જ શિકરા ગામની એક મહિલાની અંતિમક્રિયા વિજપાસર ગામે કરાશે 9 લોકોની એક સાથે વિદાયની વેળાએ સૌ કોઇની આંખ ભીની હતી અને ગામમાં ઉત્સવના ઉન્માદ વચ્ચે લોકો ભારે હૈયે તમામને અંતિમ વિદાય આપી હતી.
આવતીકાલે ભચાઉ અને રાપરમાં પટેલ સમાજના સમુહલગ્ન છે. પરંતુ હવે સમાજના 9 લોકોના અને એકજ પરિવારના લોકોના મોત થતા આખુ ગામ અને પટેલ સમાજ સાદગી પુર્વક લગ્નવિધિ આવતીકાલે સંપન્ન કરશે આગેવાનોએ અકસ્માત માટે નિમીત રસ્તાનુ કામ હવે ઝડપી પુર્ણ થયા તેવી પણ માંગ કરી હતી તો સમાજને મોટી ખોટ પડી હોવાનુ પણ આગેવાન સરપંચ દિનેશભાઇ પટેલ અને રાજાભાઇ પટેલે જણાવ્યુ હતુ તો મુંબઇથી પણ અનેક સમાજના લોકો લગ્નમાં ભાગ લેવા માટે આવ્યા હતા પરંતુ રસ્તામાંજ તેમને દુખદ સમાચાર મળતા તેમનો પ્રસંગનો ઉન્માદ દુખમાં ફેરવાયો હતો આજે લગ્નની તૈયારી છોડી સમાજ તેમની અંતિમવીધીમા જોડાયો હતો અને રાપર અને ભચાઉમાં સાદગીપુર્વક પટેલ સમાજમાં લગ્નની ઉજવણી થશે તેવુ હિતેન ચામરીયા એ જણાવ્યુ હતુ લગ્નના મામેરા લઇને નિકળેલા શિકરા ગામના 10 લોકોને કાલે કાળમુખો અકસ્માત ભરખી ગયો હતો જેમાં 10 મોત થતા આજે શિકરા ગામ આખુ તેમની અંતિમ વિદાયમાં જોડાયુ હતુ અને જ્યા સરણાઇના સુર રેલાવાના હતા ત્યા આજે માતમના ગીતો ગવાયા હતા..