ભુજના લેર નજીક જીપ અને બાઇક વચ્ચે અકસ્માત પીતા પુત્રના મોત
ભુજ તાલુકાના લેર નજીક શુક્રવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમા બાઇક સવાર પિતા-પુત્રના મોત નીપજ્યા છે. આજે સવારે 9.30 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. જેમા રવુભા સગ્રામજી સિસોદીયા તથા તેના પુત્ર પ્રવિણસિંહનુ મોત નીપજ્યુ હતુ. પિતા પુત્ર બાઇક લઇ કુકમા જઇ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી બોલેરો જીપ સાથે તેની ટક્કર થઇ હતી પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાજ પિતાપુત્રના મોત નીપજ્યા હતા.
પાર્કીગ જેવી નજીવી બાબતે ભુજમાં છરીથી હુમલો
શહેરની મધ્યમાં આવેલી તળાવ શેરીમાં આજે નજીવી બાબતે મારામારીની ઘટના બની છે. ધીરેન રાજગોર નામના યુવાને ફરીયાદ નોંધાવી છે. કે મજીદ રાયમા નામના યુવાન સાથે પાર્કીગ બાબતે બોલાચાલી બાદ મજીદે તેને છરી મારી છે. તો બીજી તરફ યુવાનને સારવાર માટે ખસેડાયા બાદ ત્યા સામા પક્ષે એક મહિલાને પણ કોઇ અજાણ્યા શખ્સોએ માથામા છરી મારી ઇઝા પહોંચાડી હતી. જેથી પોલિસનો મોટો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. તળાવ શેરીમા થયેલા હુમલા અને હોસ્પિટલમાં મહિલા પર થયેલા હુમલા બાબતે એ અને બી ડીવીઝન બન્ને પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ગઇકાલે મૃત્યુ પામેલી મહિલાનુ ગરમીથી મોત થયાનુ તારણ
રાપરના કિડિયાનગરની વૃધ્ધાનો ગુરુવારે આડેસર નજીકથી મૃતદેહ મળ્યા બાદ તેના મોત અંગેના પ્રાથમીક રીપોર્ટમાં તેનુ મોત ગરમીમાં ડિહાઇડ્રેશનથી થયુ હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ છે. ગઇકાલે 60 વર્ષીય વૃ્ધ્ધા હેમાબેન રબારીનો મૃતદેહ આડેસર નજીકથી મળ્યો હતો જેમાં ફરજ પરના ડોક્ટરે જણાવ્યા મુજબ તેનુ મોત ગરમીથી થયુ હોવાનુ તારણ આવ્યુ હતુ. આમ ગરમીથી કચ્છમા આ વૃધ્ધાના મોત સાથે પહેલુ મૃત્યુ નોંધાયુ છે.
ભુજમાં 6 વર્ષ જુના હત્યા કેસમાં ભુજ કોર્ટે સજા ફટકારી
ભુજના ભીડાનાકા વિસ્તારમાં 22મે 2012 ના 6 વર્ષ પહેલા એક યુવકની થયેલી હત્યાના મામલામાં ભુજ કોર્ટે આજે સજા ફટકારી અલ્તાફ જામીન નોડે નામના યુવાનને 10 વર્ષની કેદ અને 50,000 રૂપીયાનો દંડ ફટકાર્યો છે. મૃતક ઇબ્રાહીમ નોતીયાર ઉભો હતો ત્યારે આરોપીએ તેની બહેન સાથે આડા સંબધો હોવાની શંકાએ છરી વડે હુમલો કરી ઇબ્રાહીમની હત્યા કરી હતી. જે કેસ આજે ભુજની 9 મી અધિક સેસન્સ કોર્ટમાં ચાલી જતા જજ સી.એસ.અધ્યારૂએ આરોપીને સજા ફટકારી હતી. સરકારી વકિલ તરીકે કલ્પેશ ગોસ્વામીએ આ કેસમાં ધારદાર દલિલો કરી હતી જે ગ્રાહ્ય રાખી કોર્ટે આ સજા ફટકારી હતી.
કંડલા કસ્ટમનો લાંચીયો કર સહાયક જેલ હવાલે
પુર્વ કચ્છ એ.સી.બીએ ગઇકાલે કંડલા કસ્ટમના કર સહાયક સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તાને 4000ની લાંચ લેતા ઝડપ્યો હતો. જેને પ્રાથમીક તપાસ બાદ વધુ તપાસ માટે ભુજ એસ.સી.બીના હવાલે કરાયો હતો. જ્યા આજે તેને ભુજ કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાયો હતો. પરંતુ ભુજ કોર્ટે તેને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો તેને સહાયક કર્મી પાસેથી બિલમાં એન્ટ્રી માટે 4000ની લાંચની માંગણી કરી હતી.