Home Current બાગાયતમાં આઇ ખેડૂત પોર્ટલના દરવાજા ખૂલ્‍યા

બાગાયતમાં આઇ ખેડૂત પોર્ટલના દરવાજા ખૂલ્‍યા

1209
SHARE
બાગાયતી ખેતી કરવા ઈચ્‍છુક ખેડૂતોને જિલ્‍લા નાયબ બાગાયત નિયામક ડો.ફાલ્‍ગુન મોઢે ૯૬ ઘટકોનો મહાકુંભ મોકલાવેલ છે. બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ રાજયના ખેડૂતો બાગાયતી ખેતીમાં સહાય માટે અરજી કરી શકે અને આ યોજનાઓનો બહોળો લાભ લઇ શકે, એ માટે ખેડૂતો માટે આઇ ખેડૂત પોર્ટલના દરવાજા ૩૦ દિવસ માટે ખુલ્‍લા રાખવાની મંજુરી કૃષિમંત્રીએ આપી છે. જેમાં કેળા (ટીશ્‍યુ) નું વાવેતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, કાજુ તેમજ અન્‍ય ફળપાકોના પ્રોસેસીંગના નવા યુનીટો, ઘનિષ્‍ઠ ખેતીથી વાવેલ ફળ પાકો આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, કાચા મંડપ ટમેટા-મરચા અને અન્‍ય શાકભાજીના ટ્રેલીઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પાકા પેડલ, સરગવાની ખેતીમાં સહાય, કટ ફલાવરની ખેતી, પાવર ટીલર, મીની ટ્રેકટર, સ્‍વયં સંચાલિત બાગાયતી મશીનરી, પાવર નેપસેક સ્‍પ્રેયર, ઈકો ફેંડલી લાઇટ ટ્રેપ, વર્મી કમ્‍પોસ્‍ટ-સેન્‍દ્રિય ઉત્‍પાદન એકમ યુનિટ, મધમાખી સમુહ, કોલોની પ્‍લાસ્‍ટિક આવરણ જેવા ૯૬ જેટલા ઘટકોમાં સરકારી ધોરણે સહાય મળવા પાત્ર છે. દેવીપૂજક, અનુ.જાતિ અને અનુ.જનજાતિના ત્રણેય ઘટકો બાદ કરતા દરેક ઘટકોમાં તમામ જાતીના ખેડૂતો અરજી કરી શકે છે.
 વધુ વિગતો માટે જિલ્‍લાની બાગાયત કચેરીનો આળસ કર્યા વગર સંપર્ક કરવો જરૂરી છે. આયોજન કરવા કે વિચાર કરવામાં આખો મહિનો નીકળી ગયો તો આઇ ખેડૂત પોર્ટલના દરવાજા બંધ, ત્‍યારે આઇ ખેડૂત પોર્ટલમાં જોડાવવા આગામી તા.૫મી મે-૨૦૧૮ સુધી અરજદાર અરજી કરી શકશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં.૩૨૦, બીજો માળ, બહુમાળીભવન, ભુજનો સંપર્ક સાધવા જણાવાયું છે.