Home Current આગામી તા.૨૩મીએ ભુજ ખાતે યોજાનાર GUJCET-2018ની પરીક્ષા માટે પ્રતિબંધાત્‍મક હુકમો કરાયાં

આગામી તા.૨૩મીએ ભુજ ખાતે યોજાનાર GUJCET-2018ની પરીક્ષા માટે પ્રતિબંધાત્‍મક હુકમો કરાયાં

727
SHARE
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા ૨૩/૪/૨૦૧૮ના GUJCET-2018 ની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા મુકત અને નિષ્‍પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષા કેન્‍દ્ર/પરીક્ષા બિલ્‍ડીંગનો વિસ્‍તાર પ્રતિબંધિત રહે તેના અનુસંધાને કચ્‍છ જિલ્‍લામાં GUJCET-2018 ની પરીક્ષા જે કેન્‍દ્રો ઉપર લેવામાં આવનાર છે તે પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળની આજુબાજુનો વિસ્‍તાર તથા ઝેરોક્ષ કેન્‍દ્રો પરીક્ષા સમય દરમ્‍યાન બંધ રાખવા જરૂરી જણાય છે.
જિલ્‍લામાં GUJCET-2018 ની પરીક્ષાઓ વિધાર્થીઓ અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્‍થળના સંચાલકો અસામાજિક તત્‍વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાઓનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમ્‍યાન જાહેર વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇ અનિચ્‍છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમ્‍યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્‍વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઇટ/ડુપ્‍લીકેટ પ્રશ્‍નપત્રો કે તેના ઉત્તરો કોપીઇંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં જાહેર કરાયાં છે.
રેમ્‍યા મોહન જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સતાની રૂએ શ્રી ઈન્‍દ્રાબાઇ ગર્લ્‍સ હાઈસ્‍કુલ, યુનિટ-૧ અને ૨ એસ.ટી.બસ સ્‍ટેન્‍ડની સામે, ભુજ-કચ્‍છ, શ્રી ઓલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલ, ભુજ યુનિટ-૧ અને ૨, હમીરસર તળાવની સામે, ભુજ-કચ્‍છ, શ્રી શેઠ વી.ડી.હાઇસ્‍કૂલ, ડોસાભાઇ ધર્મશાળા પાસે, ભુજ, માતૃછાયા કન્‍યા વિધાલય, માતૃછાયા માર્ગ, સંતોષી માતા રોડ, ભુજ, શ્રી જૈનાચાર્ય અજરામર સ્‍કુલ, હોસ્‍પિટલ રોડ, અંજલી ટાવર પાસે, રોટરી હોલ પાસે, ભુજ, શ્રી સ્‍વામિનારાયણ વિધાલય, પડદાભીટ્ટ હનુમાન રોડ, લીમડાવાળી શેરી, સંસ્‍કારનગર, ભુજના પરીક્ષા કેન્‍દ્ર તથા બિલ્‍ડીંગના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્‍તારમાં તા.૨૧/૪/૨૦૧૮ના સાંજના ૮ કલાક સુધી પરીક્ષા કેન્‍દ્રની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતાં વધારે લોકોએ એકઠા થવું નહીં. સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્‍દ્રની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્‍યવસાય કરતાં ધંધાર્થીઓ, કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્‍તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્‍દ્રો, બિલ્‍ડીંગોના મુખ્‍ય પ્રવેશ દ્વાર પાસે જ પોલીસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાર્થીને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્‍દ્રના સંપાદકશ્રીઓ, બિલ્‍ડીંગ કન્‍ડકટરશ્રી, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે નહીં. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં કોઇપણ વ્‍યકિતએ વાયરલેસ ડીવાઇસીસ જેવા બ્‍લુ ટુથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્‍ટરનેટ સાથે કનેકટેડ ઉપકરણો કે અન્‍ય કોઇપણ ઈલેકટ્રોનિક સાધનો લઇ જવા નહીં.
આ જાહેરનામા અન્‍વયે પોતાના અંગત ઉપયોગ માટે કોપીઈંગ મશીનનો ઉપયોગ કરતી વ્‍યકિતઓને તેમજ પોતાની ફરજની રૂએ કામ કરતી વ્‍યકિતને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં.આ હુકમના કોઇપણ ખંડ કે ભાગ ભંગ કરનાર વ્‍યકિત સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.