આમ તો કોને વોટ આપવો કે ના આપવો એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે. પણ આ વોટ આપવાના અધિકારને જ્યારે કોઈ મોટા ગુના કે પાપ-પુણ્ય સાથે જોડી દેવામાં આવે તો શું કહેવાય ? જી હા, લોકશાહીના સૌથી મોટા પર્વ એવા ચૂંટણીમાં વોટ આપવાની વાતને ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય કેવી રીતે જોડી દે છે અને પોતાનો રૂતબો પણ ચોક્કસ વિસ્તારોમા ઓછા વોટ મળવાને કારણે કેવી રીતે ઘટી ગયો છે તે એક સાહજિક અંદાજમાં નિમાબેને શનિવારે ખાવડામાં યોજાયેલા સરહદ ડેરીના એક કાર્યક્રમમા કંઈક આ રીતે તેમની હળવી શૈલીમાં બયાન કર્યો હતો.નીમાબેનના પ્રવચન દરમયાન કોઈએ રેકોર્ડ કરેલી આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે
શનિવારે ખાવડામા પશુપાલક મંડળીઓને બોનસ વિતરણનો કાર્યક્રમ આયોજીત હતો ભુજ તાલુકાના ખાવડા ખાતે પાણી અને ઘાસચારાની સમસ્યા અંગે MLA નિમાબેને પોતાની વાત રજુ કરતા એમ કહ્યું હતું કે, તમારી સમસ્યા લઈને જ્યારે સરકારમાં ગાંધીનગર રજુઆત કરવા જાઉં છું ત્યારે મને એમ કહેવામાં આવે છે કે મત તો મળ્યા નથી ને રજુઆત કરવા આવી જાવ છો. ત્યારે હું બધું સાંભળી લઉ છું. અને તમે પણ હવે કબૂલી લો કે જે થઈ ગયું તે ભલે થયું પણ હવે ભૂલ નહીં થાય. ઉપરવાળા (ગાંધીનગરવાળા) તમને માફ કરી દેશે.
ધારાસભ્ય નિમાબેનને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખાવડા પંથકમાંથી ઓછા મત મળ્યા છે અને તેઓ આ સંદર્ભે ખાવડામાં શનિવારે એક કાર્યક્રમમા વાત કરી રહયા હતા. અત્યાર સુધી લોકો ચર્ચા કરતા હતા કે હાલની સરકારમાં નિમાબેનનું ખાસ કંઈ ઉપજતું નથી પરંતુ આ સભામાં બેન પોતે કબુલતા સાંભળવા મળે છે કે ગાંધીનગરમાં તેમને ઓછા વોટના નામેં કોઈ દાદ આપતું નથી. બની શકે કે બેન આ વાતને પણ તેમની હળવી શૈલીનો જ એક ભાગ ગણીને હળવાશથી લે તો નવાઈ નહીં હવે જોવાનું એ રહ્યું કે બેનની આ હૈયાધારણા પછી ખાવડા પંથકના માલધારીઓને આગામી સમયમાં પાણી અને ઘાસચારાની સમસ્યાથી છુટકારો થાય છે કે કેમ?
સાંભળો ભુજના ધારાસભ્ય નીમાબેન શુ બોલ્યા છે આ વહેતી થયેલી ઓડીઓ ક્લિપ માં